Sabarkantha Liquor Case : સાબરકાંઠામાં પોલીસ પાયલોટિંગ સાથે દારૂની હેરાફેરી, અમદાવાદના કોન્સ્ટેબલ સહિત 6 સામે ગુનો

Arati Parmar
1 Min Read

Sabarkantha Liquor Case : સાબરકાંઠાના કતપુર ટોલપ્લાઝા પરથી દારુ ભરેલી કાર ઝડપાઈ છે. રાજસ્થાનથી અમદાવાદમાં દારૂની હેરફેર કરતા ઈસમો સાથે પોલીસ કર્મી ઝડપાયો છે..

નામ પૂરતા જ કહેવાતા ગાંધીના ગુજરાતમાં દારૂની હાટડીઓ સરેઆમ ધમધમી રહી છે. પોલીસ ફક્ત દરોડાના નામે નાટક કરી બુટલેગરોને છાવરી જ રહી હોય અથવા તો પોલીસ કર્મચારીઓની સંડવોણી હોય તેવી અનેક ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે વધુ એક પોલીસ કર્મીની સંડોવણીથી દારૂની હેરાફેરીનો પર્દાફાશ થયો છે.

- Advertisement -

સાબરકાંઠાના કતપુર ટોલપ્લાઝા પરથી દારુ ભરેલી કાર ઝડપાઈ છે. રાજસ્થાનથી અમદાવાદમાં દારૂની હેરફેર કરતા ઈસમો સાથે એક કાર ઝડપાઈ છે. આ કેસમાં નારાયણપુરા પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલની સંડોવણી હોવાનું સામે આવ્યું છે.

પોલીસ કર્મી કરતો કારનું પાયલોટિંગ

- Advertisement -

પોલીસ કર્મી શૈલેષ ગોલાણી હેરાફેરી કરતી કારનું પાયલોટિંગ કરતો હતો. સાબરકાંઠાના કતપુર ટોલપ્લાઝા પરથી 3 લાખ 48 હજાર રુપિયાની કિંમતની 1 હજાર 231 દારુની બોટલ સાથે કારમાંથી દારૂ ઝડપાયો છે. પોલીસ કોન્સ્ટેબલ શૈલેષ ગોલાણી સહિત 6 શખ્સો સામે ગુનો દાખલ કરી સ્ટેટ મોનિટરિંગ સેલે કાર સહિત 2 વાહનો જપ્ત કર્યા છે..

- Advertisement -

Share This Article