Government schemes for business: સરકારની એવી યોજનાઓ, જેમાં ધંધો શરૂ કરવા કે વધારવા માટે લાખો રૂપિયાની મદદ મળી શકે છે!
સરકારની ઘણી યોજનાઓની વાત આપણે સાંભળીએ છીએ…
પણ તમારા ધંધા માટે સરકાર ખરેખર કેટલી મદદ કરી શકે છે, એ બહુ ઓછા લોકોને ખબર હોય છે!
ધંધો કરવો છે, પણ મૂડી નથી?
નાનો વ્યવસાય મોટો કરવો છે?
મશીનરી લેવી છે?
ફૂડ પ્રોસેસિંગ યુનિટ શરૂ કરવી છે?
કે પછી નવી મેન્યુફેક્ચરિંગ કંપની ઊભી કરવી છે?
તો માત્ર બેંક લોન જ એક રસ્તો નથી…
કેટલીક યોજનાઓમાં લોન સાથે સરકાર તરફથી સબસિડી, વ્યાજમાં રાહત કે મૂડી ખર્ચમાં સહાય પણ મળી શકે છે.
સૌથી પહેલા PMEGP
નવો ધંધો શરૂ કરનાર માટે મહત્વની યોજના.
👉 મેન્યુફેક્ચરિંગ પ્રોજેક્ટ માટે ₹50 લાખ સુધી
👉 સર્વિસ/બિઝનેસ માટે ₹20 લાખ સુધી
👉 કેટેગરી અને વિસ્તાર પ્રમાણે 15%થી 35% સુધી Margin Money Subsidy
એટલે યોગ્ય પ્રોજેક્ટ હોય તો સરકારની સબસિડી લાખોમાં થઈ શકે છે.
ખાવા-પીવાના વ્યવસાય માટે PMFME
મસાલા, અથાણાં, પાપડ, નાસ્તા, લોટ, ફૂડ પ્રોસેસિંગ જેવા ધંધામાં આગળ વધવા માંગો છો?
અહીં 35% Credit Linked Subsidy, મહત્તમ ₹10 લાખ સુધી મળી શકે છે.
અર્થાત્ નાના ઘરગથ્થુ ધંધાને પણ યોગ્ય રીતે વ્યવસ્થિત યુનિટમાં ફેરવવાની તક.
ગુજરાતના MSME માટે પણ સહાય
ગુજરાતમાં પાત્ર MSMEને મૂડી રોકાણ, વ્યાજ, CGTMSE ફી સહિતની વિવિધ સહાય મળે છે.
યુવા અને મહિલા ઉદ્યોગસાહસિકો માટે કેટલીક કેટેગરીમાં વધારાની વ્યાજ સહાય પણ છે.
IIT ક્ષેત્રમાં તો સહાયનું પ્રમાણ ઘણું મોટું છે
ગુજરાતની IT/ITeS Policy હેઠળ પાત્ર પ્રોજેક્ટ માટે CAPEX support ₹50 કરોડ સુધી, અને Mega Project માટે ₹200 કરોડ સુધીની જોગવાઈ છે.
સાથે રોજગારી ઊભી કરવા માટે પણ incentiveની જોગવાઈ છે.
પણ સૌથી મોટી સમસ્યા શું છે?
યોજનાઓ છે… પૈસા માટેની જોગવાઈ છે…
પણ માહિતી લોકો સુધી પહોંચતી નથી!
ઘણા યુવાનો ધંધો શરૂ કરવા માટે ખાનગી ધિરાણકાર પાસેથી ઊંચા વ્યાજે પૈસા લે છે…
જ્યારે બીજી તરફ સરકારની કેટલીક યોજનાઓમાં લોન સાથે સબસિડી અને વ્યાજ સહાય ઉપલબ્ધ છે.
એટલે ધંધો શરૂ કરતા પહેલાં એક વાર આ સવાલ જરૂર પૂછો—
“મારે જે ધંધો કરવો છે, તેના માટે સરકારની કોઈ યોજના છે ખરી?”
કારણ કે સરકારી સહાય લેવી કોઈ ઉપકાર નથી—જો તમે નિયમો અને પાત્રતા પૂરી કરો છો, તો એ તમારા માટે ઉપલબ્ધ વ્યવસ્થા છે.
તમને આમાંથી કઈ યોજના વિશે સંપૂર્ણ માહિતી જોઈએ?
કોણ પાત્ર? કેટલા પૈસા? કયા દસ્તાવેજ? ક્યાં અરજી કરવી?—એ પણ જાણવું જરૂરી છે.

