ચોમાસું નિકોબાર દ્વીપસમૂહ સુધી પહોંચ્યું

Reena Brahmbhatt
1 Min Read

નવી દિલ્હી, તા. 19 : દેશમાં ભીષણ ગરમીના કારણે લોકો બેહાલ છે ત્યારે રાહતના હેવાલમાં 31 મે સુધી કેરળમાં ચોમાસાના આગમનની આગાહી વચ્ચે દક્ષિણ-પશ્ચિમ ચોમાસું રવિવારે માલદીવના કેટલાક વિસ્તાર, કોમોરિન ક્ષેત્ર અને દક્ષિણ બંગાળની ખાડી, નિકોબાર દ્વીપસમૂહ અને દક્ષિણ અંદમાન સાગરના કેટલાક હિસ્સા સુધી પહોંચી આવ્યું છે તેવી માહિતી ભારતીય હવામાન વિભાગે જારી કરી હતી. દરમિયાન કેરળમાં આવેલા વરસાદના કારણે જળભરાવની સ્થિતિ સર્જાઈ છે.

mc img

- Advertisement -

પ્રીમોન્સૂન કામગીરી ન થવાથી આવી હાલત થઈ હોવાનું લોકો કહી રહ્યા છે, તો હવામાન વિભાગે રાજ્યમાં રેડ એલર્ટ જારી કર્યું છે. એક મીડિયા હેવાલ મુજબ, હવામાન વિભાગના વૈજ્ઞાનિકોએ જણાવ્યું હતું કે, દક્ષિણ બંગાળની ખાડી, નિકોબાર દ્વીપસમૂહ અને દક્ષિણ અંદમાન સાગરના કેટલાક હિસ્સામાં આગળ વધી ચુક્યું છે 19થી રર મે દરમિયાન કર્ણાટકનો કિનારો, દક્ષિણ આંતરીક કર્ણાટક, આંધ્રનો કિનારો અને રાયલસીમામાં તથા લક્ષદ્વીપમાં ભારે વરસાદની સંભાવના છે. ઉપરાંત તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલ, કેરળ અને માહેમાં પણ ભારે વરસાદની સંભાવના છે. કેરળમાં ચોમાસાના આગમન વચ્ચે ધોધમાર વરસાદના કારણે જનજીવન ખોરવાયું છે અને પથાનામથિટ્ટા, કોટ્ટાયમ અને ઈડેક્કી જિલ્લામાં રેડ એલર્ટ જારી કરાયું છે. ભારે વર્ષાના કારણે જળભરાવની સ્થિતિ ઊભી થઈ છે અને જનજીવન પરેશાન થયું છે. લોકોએ આરોપ લગાવ્યો હતો કે, નાળાંઓની સફાઈ સમયસર ન થવાથી જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે.

Share This Article