Aadhaar Security History: આધારનો દુરુપયોગ તો નથી થઈ રહ્યો ને? સાવધાન! ઘરે બેઠા આ રીતે ચેક કરો આધાર કાર્ડની હિસ્ટ્રી અને જાણો ક્યાં-ક્યાં વપરાયો છે તમારો ડેટા

Arati Parmar
2 Min Read

Aadhaar Security History: આધાર આજે આપણી ડિજિટલ ઓળખ બની ચુક્યો છે. શાળામાં એડમિશન લેવાથી લઈને બેંકમાં ખાતું ખોલાવવા સુધી દરેક જગ્યાએ તે ફરજિયાત માંગવામાં આવે છે. તે માત્ર ઓળખ જ નહીં, પરંતુ આપણી ડિજિટલ ચાવી બની ગયો છે. પરંતુ ખૂબ ઓછા લોકો જાણે છે કે તેમનો આધાર ક્યારે અને ક્યાં વપરાઈ રહ્યો છે. જો તમારો આધાર ખોટી રીતે વપરાઈ રહ્યો હોય, તો તમારા માટે મુશ્કેલી ઊભી થઈ શકે છે. આ માટે ચિંતિત થવાની જરૂર નથી. UIDAI ના એક ખાસ ફીચરથી ઘરે બેઠા જ આ વિશે જાણી શકાય છે. ચાલો જાણીએ સ્ટેપ-બાય-સ્ટેપ રીત..

આધારની જાણકારી લીક થઈ તો શું થશે

જો કોઈ ખોટી વ્યક્તિના હાથમાં તમારી આધારની વિગતો લાગી જાય, તો તે તમારા નામે વેરિફિકેશન કરી શકે છે. બની શકે કે તમે ક્યારેય કોઈ સર્વિસ માટે એપ્લાય જ ન કર્યું હોય, પરંતુ રેકોર્ડમાં દેખાય કે આધારનો ઉપયોગ થયો છે. આવી સ્થિતિમાં પછીથી મુશ્કેલી વધી શકે છે.

- Advertisement -

આધાર ક્યાં-ક્યાં વપરાયો, કેવી રીતે ખબર પડશે

UIDAI ની વેબસાઈટ પર એક ખાસ ફીચર છે, જેનું નામ ‘આધાર ઓથેન્ટિકેશન હિસ્ટ્રી’ (Aadhaar Authentication History) છે. આ ફીચરથી સરળતાથી જાણી શકાય છે કે તમારો આધાર કઈ તારીખે અને કયા કામ માટે વપરાયો છે.

ઘરે બેઠા આધારની પૂરી હિસ્ટ્રી કેવી રીતે જોવી

  • UIDAI ની સત્તાવાર વેબસાઈટ ઓપન કરો.

  • ‘Aadhaar Authentication History’ વાળા સેક્શનમાં જાઓ.

  • તમારો 12 અંકોનો આધાર નંબર અને સિક્યોરિટી કોડ માંગવામાં આવશે.

  • ત્યારબાદ ‘Send OTP’ પર ક્લિક કરો.

  • તમારા આધાર સાથે જોડાયેલા મોબાઈલ નંબર પર ઓટીપી આવશે.

  • ઓટીપી નાખતા જ સ્ક્રીન પર પૂરી હિસ્ટ્રી ખૂલી જશે.

  • તમને ખબર પડી જશે કે આધાર ક્યાં વપરાયો છે.

જો હિસ્ટ્રીમાં કંઈક ખોટું દેખાય તો શું કરવું

જો તમે હિસ્ટ્રી જોઈ અને ત્યાં કોઈ એવો રેકોર્ડ દેખાયો, જે તમને યાદ જ નથી, તો તે ગરબડનો સંકેત હોઈ શકે છે. આવી સ્થિતિમાં સૌથી પહેલા UIDAI ને જાણકારી આપવી જરૂરી છે. તમે 1947 ટોલ ફ્રી નંબર પર કોલ કરીને ફરિયાદ નોંધાવી શકો છો. જો ઈચ્છો તો [email protected] પર મેલ મોકલી શકો છો અથવા UIDAI વેબસાઈટ પર ઓનલાઈન ફરિયાદ પણ કરી શકો છો.

- Advertisement -
Share This Article