PF Balance જાણવું ઘણા કર્મચારીઓ માટે મહત્વનું છે, કારણ કે દર મહિને પગારમાંથી કપાત થઈને PF ખાતામાં રકમ જમા થાય છે. આ સાથે કંપની પણ કર્મચારીના PF ખાતામાં નિશ્ચિત રકમ ઉમેરે છે. આ બધી માહિતી તમે કોઈની મદદ લીધા વગર સરળ રીતે ઓનલાઈન ચેક કરી શકો છો. PF Passbook દ્વારા તમે જાણ કરી શકો છો કે તમારા ખાતામાં કેટલા રૂપિયા જમા થયા છે, વ્યાજ મળ્યું છે કે નહીં અને કંપની દર મહિને રકમ જમા કરે છે કે નહીં.
PF Passbook માં શું-શું જોઈ શકો?
કંપની દર મહિને PF રકમ જમા કરે છે કે નહીં
તમારા PF ઉપર મળેલું વાર્ષિક વ્યાજ
ખાતામાં કુલ કેટલી રકમ જમા થઈ છે
PFમાં થયેલા દરેક ટ્રાન્ઝેક્શનનો રેકોર્ડ
PF Passbook કેવી રીતે ચેક કરવી? (Step by Step Guide)
સ્ટેપ 1: EPFO Passbook વેબસાઇટ ખુલો
સૌપ્રથમ EPFO ની સત્તાવાર પાસબુક વેબસાઇટ પર જાઓ:
https://passbook.epfindia.gov.in/MemberPassBook/login
અહીંથી તમે તમારા PF ખાતાની તમામ વિગત મેળવી શકો છો.
સ્ટેપ 2: Login પ્રક્રિયા
અહીં તમારું UAN નંબર દાખલ કરો
પછી પાસવર્ડ લખો
સ્ક્રીન પર દેખાતો CAPTCHA દાખલ કરો
હવે Sign In ક્લિક કરીને login કરો
સ્ટેપ 3: Passbook જુઓ
Login થયા પછી અનેક વિકલ્પ દેખાશે
Passbook વિકલ્પ પર ક્લિક કરો
હવે તમને PF ખાતામાં કેટલો બેલેન્સ છે, કેટલા પૈસા જમા થયા, વ્યાજ મળ્યું કે નહીં– બધી માહિતી જોઈ શકો છો

