PAN Card Update Process: બેંક ખાતું ખોલાવવાથી લઈને પ્રોપર્ટી ખરીદવા સુધી, દરેક મોટા ટ્રાન્ઝેક્શનમાં પાન કાર્ડ ખૂબ જ જરૂરી હોય છે. પરંતુ અવારનવાર નામના સ્પેલિંગમાં ભૂલ, જૂનું સરનામું અથવા બદલાયેલો મોબાઈલ નંબર જેવી નાની ભૂલ મોટા કામ અટકાવી દે છે. ઘણી વખત જાણકારી ન હોવાને કારણે લોકો ભૂલો સુધારવા માટે એજન્ટોના ધક્કા ખાય છે. તમને જણાવી દઈએ કે, તમે પાન કાર્ડ (PAN Card) ઘરે બેઠા ઓનલાઇન અપડેટ કરી શકો છો. જો તમારે પણ પાન કાર્ડ અપડેટ કરાવવું હોય, તો આ સમાચાર તમારા માટે જ છે. આજે અમે તમને પાન કાર્ડમાં નામ, સરનામું અને મોબાઈલ નંબર અપડેટ કરવાની સરળ અને સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ જણાવવા જઈ રહ્યા છીએ. ચાલો જાણીએ…
પાન કાર્ડ અપડેટ કરવાની ઓનલાઇન પ્રોસેસ
સૌથી પહેલા NSDL (Protean eGov) અથવા UTIITSL ની સત્તાવાર વેબસાઇટ પર જાઓ.
“Changes/Correction in PAN” વિકલ્પ પસંદ કરો.
PAN નંબર, નામ, જન્મ તારીખ અને ઈમેલ જેવી બેઝિક જાણકારી ભરો.
આ પછી ૧૫ અંકોનો એક ટોકન નંબર જનરેટ થશે.
હવે જે વિગતમાં ફેરફાર કરવો હોય, તેને સિલેક્ટ કરો અને સાચી જાણકારી ભરો.
જરૂરી ડોક્યુમેન્ટ્સ જેવા કે ઓળખ પત્ર, સરનામાનો પુરાવો, જન્મ તારીખનો પુરાવો, ફોટો અને સિગ્નેચર અપલોડ કરો.
ફીનું ઓનલાઇન પેમેન્ટ કરો અને ફોર્મ સબમિટ કરો.
અંતમાં એકનોલેજમેન્ટ (acknowledgement) સ્લિપ ડાઉનલોડ કરો. આનાથી તમે આગળ જઈને અપડેટનું સ્ટેટસ ટ્રેક કરી શકો છો.
કેટલી છે ફી?
ભારતમાં રહેતા લોકો માટે અપડેટ ફી ૫૦ રૂપિયા (GST સહિત) અને વિદેશમાં રહેતા લોકો માટે લગભગ ૯૫૯ રૂપિયા છે.
કેટલા દિવસમાં મળે છે અપડેટેડ પાન કાર્ડ?
પાન કાર્ડને અપડેટ કરવા અને સાચી રીતે સબમિટ કર્યા પછી, અપડેટેડ પાન કાર્ડ લગભગ ૧૫ થી ૨૦ વર્કિંગ ડેઝમાં (કામના દિવસોમાં) મળી જાય છે. આ ઉપરાંત જો ડોક્યુમેન્ટ્સ અથવા વિગતોમાં કોઈ ભૂલ હોય, તો વધુ સમય પણ લાગી શકે છે.

