Silent Call Scam: અજાણ્યા નંબરથી આવતા કોલ પર ‘હેલો’ બોલતા પહેલા ચેતજો: સાયલન્ટ કોલ સ્કેમનો ખતરો, આવી રીતે બચાવો તમારું ડિજિટલ એકાઉન્ટ

Arati Parmar
4 Min Read

Silent Call Scam: શું તમારી સાથે પણ એવું થાય છે કે કોઈ અજાણ્યા નંબરથી કોલ આવે અને ફોન ઉઠાવીને ‘હેલો’ બોલતા જ ફોન કપાઈ જાય? જો આવું વારંવાર થતું હોય, તો સાવચેત થઈ જજો. હકીકતમાં, આ પ્રકારના કોલ્સ સાયલન્ટ સ્કેમ કોલ્સનો ભાગ હોઈ શકે છે. આ અંગે ગૃહ મંત્રાલય તરફથી ચેતવણી જારી કરવામાં આવી છે અને X પર CyberDost I4C એ પોસ્ટ કરીને પણ લોકોને સાવધ કર્યા છે.

સાયલન્ટ કોલ સ્કેમને તમે છેતરપિંડીની શરૂઆત સમજી શકો છો. આ પ્રકારના કોલ દ્વારા ઓનલાઈન સ્કેમર્સ એ જાણવાનો પ્રયત્ન કરે છે કે કયા નંબર્સ એક્ટિવ છે અને વપરાશમાં છે. તમારા ‘હેલો’ કહેતા જ તમે સ્કેમર્સના નિશાને આવી જાઓ છો અને તમારી સાથે ક્યારેય પણ સ્કેમ થઈ શકે છે. આનાથી બચવા માટે તમે તમારા ફોનમાં એક ખાસ સેટિંગને ઓન કરી શકો છો.

- Advertisement -

શું છે સાયલન્ટ કોલ સ્કેમ

સાયલન્ટ કોલ સ્કેમ એક રીતે ઓનલાઈન સ્કેમર્સ માટે એ જાણવાનો રસ્તો છે કે તેઓ કયા નંબરને પોતાનો શિકાર બનાવી શકે છે. આ માટે એક ઓટોમેટેડ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવે છે, જે હજારો નંબર્સ પર કોલ કરે છે. આ નંબર્સ પર કોલ કરવાનો હેતુ માત્ર એ તપાસવાનો હોય છે કે નંબર વપરાશમાં છે કે નહીં. જેવું મશીનને તમારું ‘હેલો’ સંભળાય છે, તમારો નંબર એક્ટિવ તરીકે માર્ક થઈ જાય છે.

- Advertisement -

ગૃહ મંત્રાલયે શું ચેતવણી આપી?

- Advertisement -

X પર ગૃહ મંત્રાલય હેઠળ કામ કરતી સાયબર સુરક્ષા એજન્સી I4C ના સાયબર દોસ્ત એકાઉન્ટ દ્વારા ચેતવણી પોસ્ટ કરવામાં આવી છે. તેમણે જણાવ્યું છે કે કેવી રીતે સાયલન્ટ કોલ સ્કેમ તમારી સાથે આગામી મોટો સ્કેમ કરાવી શકે છે. ઠગ લોકોને ખબર પડી જાય કે તમારો નંબર એક્ટિવ છે, તો તેઓ તમને:

ડિજિટલ અરેસ્ટ જેવા સ્કેમમાં ફસાવવાનો પ્રયત્ન કરી શકે છે.

તમારી પાસે આવતા સ્પામ મેસેજની સંખ્યા વધી શકે છે.

તમારી વિગતો ચોરવા માટે તમારા પર સાયબર એટેક કરાવી શકાય છે.

સાયલન્ટ કોલ સ્કેમથી કેવી રીતે બચવું?

આ સ્કેમથી બચવાનો સૌથી સારો રસ્તો છે કે તમે અજાણ્યા નંબર પરથી આવતા કોલ ન ઉઠાવો.

અજાણ્યા નંબર પર જાતે પાછા કોલ ન કરો.

આજકાલ Jio, Airtel, Vi કોલ સાથે સ્પામ એલર્ટ આપે છે. તેનું ધ્યાન રાખો અને સ્પામ એલર્ટ સાથે આવતા કોલને બ્લોક કરી દો.

ફોન પર Ignore Calls From Unknown Numbers સેટિંગને ઓન કરી લો.

કેવી રીતે ઓન કરવી જરૂરી સેટિંગ

તમે iPhone યુઝર હોવ કે એન્ડ્રોઈડ યુઝર, તમારા ફોનમાં હંમેશા Ignore Calls From Unknown Numbers સેટિંગને ઓન કરીને રાખો.

એન્ડ્રોઈડ યુઝર્સ Dialer > Settings > Caller ID and Spam પર જઈને Filter Spam Calls ને ઓન કરી દો.

iPhone યુઝર્સ Settings > Phone > Silence Unknown Caller > Silence ને પસંદ કરી લો. આનાથી અજાણ્યા નંબરો પરથી આવતા કોલ પોતાની મેળે જ સાયલન્ટ થઈ જશે.

આ પણ વાંચો: 5G Plus Plus: 5G++ એટલે શું? તમારા ફોનમાં આ રીતે એક્ટિવેટ કરો હાઈ-સ્પીડ ઇન્ટરનેટ, જાણો સામાન્ય 5G સાથેનો તફાવત – Newz Cafe

Share This Article