Train Delay Refund Rules: ભારતીય રેલવેમાં દરરોજ લાખો લોકો મુસાફરી કરે છે. ઘણીવાર કોઈને કોઈ કારણસર ટ્રેન મોડી પણ પડતી હોય છે, પરંતુ શું તમે જાણો છો કે જો ટ્રેન મોડી પડે તો તમને પૂરા પૈસા પાછા મળી શકે છે. જી હા, આ વાત પૂરી રીતે સાચી છે. ચાલો તમને જણાવીએ કે ટિકિટનું પૂરું રિફંડ મેળવવા અંગે રેલવે મંત્રાલયની પોલિસી શું કહે છે?
ટિકિટનું પૂરું રિફંડ કેવી રીતે મળશે?
જો તમારી ટ્રેન ૩ કલાકથી વધુ મોડી પડે છે, તો તમને પૂરા પૈસા પાછા મળી શકે છે. રેલવે મંત્રાલયની આ પોલિસી મુસાફરોની સુવિધા અને તેમના નુકસાનની ભરપાઈ માટે બનાવવામાં આવી છે. જો તમારી પાસે કન્ફર્મ, RAC અથવા વેટિંગ ટિકિટ હોય, તો તમામને પૂરા પૈસા પાછા મળે છે. બસ શરત એ છે કે ટ્રેન ૩ કલાકથી વધુ મોડી હોવી જોઈએ.
જો ટ્રેન મોડી હોવાને કારણે મુસાફરી ન કરો
જો તમે ટ્રેન મોડી પડવા પર મુસાફરી કરવા માંગતા નથી, તો પણ તમને ફૂલ રિફંડ મળશે.
E-ticket ધારકો માટે પ્રક્રિયા
તમારે ટ્રેન ઉપડતા પહેલા ઓનલાઇન TDR (Ticket Deposit Receipt) ભરવું પડશે. આનાથી તમારા પૂરા પૈસા પાછા મળી જશે.
કાઉન્ટર પરથી ટિકિટ લેનારા શું કરે?
તમારે તમારી ટિકિટ કેન્સલ કરાવવી પડશે. તો જ તમે પૂરું રિફંડ મેળવવા માટે પાત્ર બનશો.
રિફંડ ક્યારે મળે છે?
ઈ-ટિકિટના પૈસા સામાન્ય રીતે ૩ થી ૭ દિવસમાં તે જ બેંક ખાતામાં આવી જાય છે, જેમાંથી ટિકિટ બુક કરવામાં આવી હતી. જોકે, ટ્રેન છૂટી ગયા પછી ટિકિટ કેન્સલ કરવા પર ફૂલ રિફંડ મળતું નથી એટલે કે ટ્રેન નીકળી ગયા પછી કેન્સલેશન કરવા પર રિફંડ મળશે નહીં.
રિફંડ ક્યાં માંગવું?
તમે IRCTCની ઓનલાઇન વેબસાઇટ/એપ પર અથવા રેલવે રિઝર્વેશન કાઉન્ટર પર જઈને રિફંડ માટે વિનંતી કરી શકો છો. જો તમે તમારી ટિકિટ રદ કરવા માંગતા હોવ અથવા યાત્રામાં ફેરફાર કરવા માંગતા હોવ, તો અમુક કેન્સલેશન ચાર્જ ચૂકવવો પડે છે. આ ચાર્જ ટિકિટના પ્રકાર અને કેન્સલ કરવાના સમયના આધારે બદલાય છે.

