UPI Apps vs Banking Apps: શું PhonePe, GPay જેવી પ્રમુખ યુપીઆઈ એપ્સથી યુપીઆઈ પેમેન્ટ ન કરવું જોઈએ? સાયબર એક્સપર્ટ અમિત દુબેએ આવી જ વાત કહી છે. તેમણે કહ્યું છે કે હું યુપીઆઈ એપ્સથી ઓનલાઈન પેમેન્ટની સલાહ નથી આપતો. આના બદલે બેંકિંગ એપથી યુપીઆઈ પેમેન્ટ કરવું જોઈએ. એક વીડિયોમાં અમિત દુબેએ આનું કારણ સમજાવ્યું છે. શું જણાવ્યું અમિત દુબેએ? ચાલો જાણીએ.
શું કહ્યું અમિત દુબેએ?
અમિત દુબેએ કહ્યું- હું નોર્મલી જે UPI એપ્સ છે, તેમને રેકમેન્ડ નથી કરતો. હું કહું છું કે તમે બેંકિંગ એપથી જ UPI પેમેન્ટ કરો. જેમ કે ICICI બેંક છે અથવા Kotak Mahindra બેંક છે અથવા SBI છે, તેમની એપમાં પણ ફીચર હોય છે UPI પેમેન્ટનું.
View this post on Instagram
‘અલગથી એપ રાખવાની જરૂર નથી’
અમિત દુબેએ કહ્યું કે લોકોને અલગથી એપ લેવાની જરૂર નથી જેમ કે- Google Pay, BharatPe અને PhonePe. આનો કોઈ સેન્સ નથી કારણ કે આ એપ સાચે જ કંઈ કરતી નથી. જે કરે છે NPCI જ કરે છે. આ એપ્સ પાસે પેમેન્ટ પાવર નથી. આ NPCI ને રિક્વેસ્ટ કરે છે. NPCI પેમેન્ટ કરીને આપે છે. તો આ માત્ર ‘સ્કિન’ (Skin) છે. અસલ કામ તો NPCI કરી રહ્યું છે.
UPI એપથી પેમેન્ટ કરવામાં ફ્રોડ થઈ ગયો તો?
અમિત દુબેએ આવું કહેવાનું કારણ પણ જણાવ્યું. કહ્યું કે માની લો તમે Paytm થી યુપીઆઈ પેમેન્ટ કરો છો અને કોઈ ફ્રોડ થઈ જાય છે અથવા PhonePe થી થઈ જાય છે અથવા BharatPe થી થઈ જાય છે… . તમે તે એપ્સના કસ્ટમર કેર પર વાત કરશો કે ભાઈ મારું આ થઈ ગયું છે. તેઓ કહેશે કે ‘યાર મારી પાસે કોઈ ડિટેલ નથી, હું તો તેમને રિક્વેસ્ટ મોકલું છું.’ આવી સિચ્યુએશનમાં લોકોને NPCI ની ખબર પડે છે. તેમણે પહેલા નામ જ નથી સાંભળ્યું હોતું. ફ્રોડ થશે તો ક્યાં કોન્ટેક્ટ કરવાના છો?
બેંકિંગ એપથી UPI પેમેન્ટ કરવાનો શું ફાયદો?
અમિત દુબેએ જણાવ્યું કે ફોનપે, ગુગલપેની સરખામણીએ જો તમે બેંકિંગ એપથી UPI કરી રહ્યા છો, તો બેંક વિલ ટેક કેર ઓફ મેની થિંગ્સ (બેંક ઘણી વસ્તુઓનો ખ્યાલ રાખશે). કારણ કે તમે બેંકિંગ એપનો ઉપયોગ કર્યો. તમને એક ભરોસાપાત્ર રિલેશનશિપ મેનેજર મળશે પોતાની વાત સમજાવવા માટે. તમારી પાસે એક કોન્ટેક્ટ નંબર છે. તમારી પાસે કંઈક તો છે.
અમિત દુબેની સલાહના માયને
સાયબર એક્સપર્ટની સલાહ માનીએ તો સામાન્ય યુપીઆઈ એપ્સની સરખામણીએ બેંકિંગ એપ્સ જેમ કે- એસબીઆઈ, એચડીએફસીથી યુપીઆઈ પેમેન્ટ કરવું વધુ સુરક્ષિત છે.
જો પૈસાથી સંબંધિત કોઈ ફ્રોડ થાય છે તો બેંકિંગ એપ્સ એટલે કે બેંક પોતાના ગ્રાહકની બહેતર મદદ કરી શકશે. લોકોને પોતાનો પક્ષ રાખવા માટે સાચું પ્લેટફોર્મ મળશે.
નોર્મલ યુપીઆઈ એપ્સ માત્ર એક સ્કિન છે. પેમેન્ટ પ્રોસેસ કરવા માટે તેઓ NPCI ને રિક્વેસ્ટ કરે છે, જે એક ગવર્નમેન્ટ બોડી છે.
અમિતની વાતોથી એ નિષ્કર્ષ નીકળે છે કે યુપીઆઈ એપ્સ પર કેશબેક જેવી સુવિધા તો મળે છે પરંતુ બહેતર કસ્ટમર સપોર્ટ અને સિક્યોરિટી બેંકિંગ એપ્સમાં મળે છે.

