ATM Refund Rules: ATM માંથી પૈસા કપાયા પણ મળ્યા નહીં? ગભરાશો નહીં! જાણો RBI ના એ કડક નિયમો જે તમને અપાવશે દરરોજ ૧૦૦ રૂપિયાનું વળતર

Arati Parmar
3 Min Read

ATM Refund Rules: આજના ડિજિટલ યુગમાં દરેક વ્યક્તિ ATM માંથી પૈસા ઉપાડે છે, પરંતુ ઘણીવાર એવું બને છે કે એટીએમ પૈસા આપતું નથી, છતાં તમારા મોબાઈલ પર ટ્રાન્ઝેક્શનનો મેસેજ આવી જાય છે અથવા પૈસા કપાઈ જાય છે પણ મેસેજ આવતો નથી. આવા સમયે લોકો ગભરાઈ જાય છે કે હવે પૈસા પાછા મળશે કે નહીં. પરંતુ તમારે પરેશાન થવાની જરૂર નથી. ભારતીય રિઝર્વ બેંક (RBI) એ ગ્રાહકોની સુરક્ષા માટે સ્પષ્ટ અને કડક નિયમો બનાવ્યા છે, જે તમારા કપાયેલા પૈસા પાછા મેળવવામાં મદદ કરે છે. ચાલો જાણીએ શું છે નિયમ અને તમારે શું કરવું જોઈએ.

ATM ફેલ ટ્રાન્ઝેક્શન અંગે RBI નો નિયમ

કેન્દ્રીય બેંકના ‘ફેલ ટ્રાન્ઝેક્શન’ (Failed Transaction) નિયમ મુજબ, જો એટીએમમાંથી ટ્રાન્ઝેક્શન ફેલ થઈ જાય અને પૈસા કપાઈ જાય, તો બેંકે T+5 દિવસમાં પૈસા તમારા ખાતામાં પાછા જમા કરવાના હોય છે. અહીં ‘T’ નો અર્થ ટ્રાન્ઝેક્શનનો દિવસ છે. એટલે કે પૈસા કપાયાના પછીના 5 વર્કિંગ ડેઝમાં ખાતામાં પૈસા આવી જશે. આ પ્રક્રિયા ઓટોમેટિક હોવી જોઈએ, તમારે બેંકના ધક્કા ખાવાની જરૂર નથી.

- Advertisement -

બેંક પૈસા પાછા ન આપે તો શું થશે?

જો બેંક 5 દિવસની અંદર પૈસા પાછા નથી આપતી, તો RBI કહે છે કે છઠ્ઠા દિવસથી બેંકે દરરોજ 100 રૂપિયાનો દંડ (Penalty) ગ્રાહકને ચૂકવવો પડશે. આ નિયમ તમામ બેંકોને લાગુ પડે છે. દંડ મેળવવા માટે જરૂરી છે કે તમે 30 દિવસની અંદર ફરિયાદ કરી હોય. આનાથી બેંક જેટલા દિવસ પૈસા પાછા આપવામાં મોડું કરશે, એટલા દિવસના 100 રૂપિયા લેખે તમને વધારાના પૈસા મળશે.

ATM માંથી પૈસા કપાઈ જાય ત્યારે શું કરવું?

૧. સ્લિપ સાચવી રાખો: ATM માંથી નીકળતી સ્લિપ સાચવો, તેમાં ટ્રાન્ઝેક્શન ID અને મશીનનો કોડ હોય છે.

- Advertisement -

૨. સ્લિપ ન હોય તો: જો સ્લિપ ન નીકળી હોય, તો બેંક સ્ટેટમેન્ટમાંથી ટ્રાન્ઝેક્શનની વિગતો મેળવો.

૩. ફરિયાદ નોંધાવો: નજીકની બ્રાન્ચમાં જઈને લેખિત ફરિયાદ આપો અથવા બેંકના કસ્ટમર કેર નંબર પર કોલ કરીને કમ્પ્લેન નંબર મેળવો.

- Advertisement -

૪. ઓનલાઈન વિકલ્પ: આજકાલ મોટાભાગની બેંકો એપ અને વેબસાઈટ પર પણ ફરિયાદ નોંધાવવાનો વિકલ્પ આપે છે.

૫. નંબર અપડેટ રાખો: બેંકમાં તમારો મોબાઈલ નંબર અપડેટ હોવો જોઈએ અને નેટવર્ક બરાબર હોવું જોઈએ જેથી ટ્રાન્ઝેક્શનના મેસેજ સમયસર મળી શકે.

Share This Article