By using this site, you agree to the Privacy Policy.
Accept
Newz Cafe
  • Home
  • Ahmedabad Latest
  • Gujarat
  • National
  • World
  • Business
    • Stock market
  • Entertainment
  • Automobile
  • Crime / Job
  • Exclusive News
  • Lifestyle
    • Health
    • Kitchen Corner
    • Travel
  • Religion
  • Sports
  • Career / Job
Reading: PF Balance Transfer: EPFO સભ્યો માટે મહત્વની માહિતી, આ 5 કારણોથી પીએફ ખાતાનું બેલેન્સ ટ્રાન્સફર અટકી શકે છે
Font ResizerAa
Newz CafeNewz Cafe
  • Home
  • Ahmedabad Latest
  • Gujarat
  • National
  • World
  • Business
  • Entertainment
  • Automobile
  • Crime / Job
  • Exclusive News
  • Lifestyle
  • Religion
  • Sports
Search
Follow US
© 2024 Newzcafe. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Newz Cafe > Utility > PF Balance Transfer: EPFO સભ્યો માટે મહત્વની માહિતી, આ 5 કારણોથી પીએફ ખાતાનું બેલેન્સ ટ્રાન્સફર અટકી શકે છે
UtilityBusiness

PF Balance Transfer: EPFO સભ્યો માટે મહત્વની માહિતી, આ 5 કારણોથી પીએફ ખાતાનું બેલેન્સ ટ્રાન્સફર અટકી શકે છે

Arati Parmar
Last updated: July 31, 2026 1:32 pm
By Arati Parmar
3 Min Read
Share
PF Balance Transfer
SHARE

PF Balance Transfer: પીએફ બેલેન્સ ટ્રાન્સફર કેમ થતું નથી? જાણો ઈપીએફઓ મુજબના 5 મુખ્ય કારણો

PF Balance Transfer: કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) દ્વારા સભ્યોને અનેક સુવિધાઓ આપવામાં આવી રહી છે. પીએફ ખાતાનું ટ્રાન્સફરથી લઈને પીએફ ઉપાડ સરળ બને તે માટે અનેક નિયમો બનાવવામાં આવ્યા છે. છતાં પણ હજુ ઘણા લોકો ફરિયાદ કરે છે કે તેમના પીએફ ખાતાનું બેલેન્સ ટ્રાન્સફર થઈ રહ્યું નથી. તમને સોશિયલ મીડિયા પર આવી અનેક ફરિયાદો જોવા મળશે. જેમાં કર્મચારી અથવા પેન્શનર પીએફ ખાતામાંથી પૈસા ન મળવા માટે ઈપીએફઓને જવાબદાર ઠેરવે છે. પરંતુ શું તમે જાણો છો કે તમારી કેટલીક ભૂલો અથવા ચૂકના કારણે પણ પીએફ ખાતાનું બેલેન્સ ટ્રાન્સફર થઈ શકતું નથી.

આ 5 કારણોથી સભ્યો પીએફ ખાતાનું બેલેન્સ ટ્રાન્સફર કરી શકતા નથી

- Advertisement -

1. ખોટી માહિતી આપવી

ઘણી વખત કર્મચારી અથવા પેન્શનરની એક ભૂલના કારણે તેમના પીએફ ખાતાનું બેલેન્સ ટ્રાન્સફર થઈ શકતું નથી. મેમ્બર આઈડી, સર્વિસ હિસ્ટ્રી અથવા બેંક વિગતો વિશે જો તમે ખોટી માહિતી આપશો તો તમારા પીએફ ખાતાનું બેલેન્સ ટ્રાન્સફર નહીં થાય. જો તમે આવું કર્યું હોય તો પહેલા આ ભૂલો સુધારો.

- Advertisement -

2. એક અથવા એકથી વધુ UAN

ઘણી વખત એવું બને છે કે જ્યારે કર્મચારી નવી કંપનીમાં ટ્રાન્સફર થાય છે ત્યારે ત્યાં નવું UAN ખાતું ખૂલી જાય છે. કર્મચારી જ્યારે જૂના પીએફ ખાતાની માહિતી નવા નિયોક્તાને આપતા નથી ત્યારે આવા કિસ્સામાં પણ પીએફ ઉપાડમાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. તેના માટે પહેલા તમારે તમામ પીએફ ખાતાઓને મર્જ કરવા પડશે. ત્યારબાદ જ ટ્રાન્સફરની પ્રક્રિયા થઈ શકશે.

- Advertisement -

3. માહિતીમાં મેળ ન હોવો

ઘણી વખત જૂના પીએફ ખાતા અને નવા પીએફ ખાતાની કેટલીક માહિતી એકસરખી હોતી નથી, જેના કારણે પણ તમારા પીએફ ખાતાનું બેલેન્સ ટ્રાન્સફર થવામાં અથવા પીએફ ઉપાડમાં તમને સમસ્યા થઈ શકે છે. જ્યારે તમે પીએફ ખાતાનું ટ્રાન્સફર કરી રહ્યા હો અથવા તેને મર્જ કરી રહ્યા હો ત્યારે ધ્યાન રાખો કે તેમાં તમારું નામ, પિતાનું અથવા પતિનું નામ અને અન્ય તમામ માહિતી યોગ્ય રીતે નોંધાયેલી હોય.

4. KYC પ્રક્રિયા પૂર્ણ ન હોવી

જો તમારું આધાર અથવા પાન બેંક ખાતા સાથે લિંક નથી અથવા પીએફ ખાતાની KYC પ્રક્રિયા પેન્ડિંગ છે અથવા નામંજૂર થઈ ગઈ છે, તો પણ પીએફ ખાતામાંથી ઉપાડ થઈ શકશે નહીં. તેના માટે પહેલા તમારે KYC પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે.

5. ડેટ ઑફ એક્ઝિટ અપડેટ ન કરવી

જ્યારે તમે કોઈ કંપનીની નોકરી છોડીને નવી કંપનીમાં જોડાઓ છો ત્યારે જૂના નિયોક્તા દ્વારા તમારા પીએફ ખાતામાં ડેટ ઑફ એક્ઝિટ અપડેટ કરવામાં આવે છે. જો જૂના નિયોક્તાએ આ કામ કર્યું ન હોય તો પણ તમારા પીએફ ખાતાનું બેલેન્સ ટ્રાન્સફર થઈ શકશે નહીં. આ એક સામાન્ય સમસ્યા છે, જેનો સામનો ઘણા પીએફ ખાતાધારકોને કરવો પડે છે.

India GDP 2025: ભારતની GDP વિશ્વની આવકમાં માત્ર ૪%, જાણો USની સ્થિતિ શું છે
NPS Schemes 2026: બજેટમાં પેન્શન સ્કીમને લઈને શું થયો ફેરફાર, રાષ્ટ્રીય પેન્શન યોજના વિશે તમારે આ ચોક્કસ જાણવું જોઈએ
મસ્કતથી ગુજરાત વચ્ચે સીધી વિમાની સેવાની માગણી
નિફ્ટી ૧૯,૭૦૦ની નીચે
Home Buying Hidden Charges: ઘર ખરીદતા પહેલા આ છુપા ખર્ચાઓ જાણી લો, નહીં તો ખોરવાઈ જશે આખું ફાઇનાન્સિયલ પ્લાનિંગ
TAGGED:#UANEmployee Provident FundEPFOKYCPF AccountPF transferRetirement Savings
Share This Article
Facebook Whatsapp Whatsapp Email Copy Link Print

You Might Also Like

bpv6t96m
Utility

Digital Census India: ભારતની પ્રથમ પેપરલેસ ગણતરી: જાણો 1 એપ્રિલથી શરૂ થનારી વસ્તી ગણતરીના નવા નિયમો અને તે 33 સવાલો જે તમને પૂછવામાં આવશે

3 Min Read
1weqfbhs
BusinessStock market

Investment Portfolio Diversification: શેરબજારનું આ વાતાવરણ તમારા માટે અવસર છે, તમારા પોર્ટફોલિયોને આવી રીતે ડાયવર્સ કરો

5 Min Read
Laxmi Dental IPO 5 1
BusinessNationalStock market

લક્ષ્મી ડેન્ટલના IPO પહેલા દિવસે 5.28 ગણા સબસ્ક્રાઇબ થયા

1 Min Read
mobile whatsapp hacked 1
BusinessNationalTechnologyWorld

તમારો ફોન રાત્રે પણ ઘુવડની જેમ કામ કરે છે, જો તેમાં આ ટેક્નોલોજી હોય તો!

3 Min Read
FPI Selling in Indian Stock Market
BusinessStock market

FPI Selling in Indian Stock Market: શેરબજારમાં FPIની મોટી વેચવાલી, જૂનના પ્રથમ પખવાડિયામાં જ ભારતીય બજારમાંથી ₹62,853 કરોડ ઉપાડી લેવાયા

3 Min Read
Credit Card Disadvantages
Business

Credit Card Disadvantages: ક્રેડિટ કાર્ડ કેમ ન લેવું જોઈએ? જાણો એવી બાબતો જે કદાચ જ કોઈ તમને જણાવે!

4 Min Read
eDyF2mJb share bazar
BusinessNationalStock market

શેર માર્કેટ ક્રેશનું કારણઃ મધ્ય પૂર્વમાં વધતા તણાવની આગમાં શા માટે ભારતીય શેરબજાર સળગી ઉઠ્યું, આ છે 5 મોટા કારણો

5 Min Read
CBI Action on Anil Ambani
Business

CBI Action on Anil Ambani: EPFO ને 1,816 કરોડ રૂપિયાના કથિત નુકસાન મામલે CBI એ અનિલ અંબાણી અને રિલાયન્સ કેપિટલ સામે નોંધ્યો કેસ

3 Min Read
Previous Next
Newz Cafe

Newzcafe: Your daily brew of current affairs, served fresh with a dash of insight and a pinch of perspective. Savor the flavor of breaking news, curated just for you, and start your day informed and inspired. Join us at the table where headlines meet conversation.

Categories

  • Gujarat
  • National
  • World
  • Business
  • Lifestyle
  • Sports
  • Technology
  • Entertainment

Quick Links

  • Home
  • Privacy Policy
  • Biography
  • Latest News
©️ 2024 Newzcafe. All Rights Reserved.   Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?