Cashless Treatment for Accident Victims: અકસ્માત સમયે પૈસાની ચિંતા છોડો: મોદી સરકાર લાવશે કેશલેસ ઈલાજની સુવિધા, દોઢ લાખ સુધીની સારવાર મફત

Arati Parmar
3 Min Read

Cashless Treatment for Accident Victims: દેશમાં દર વર્ષે અંદાજે ૫ લાખ માર્ગ અકસ્માતો થાય છે. આ અકસ્માતોમાં ૧.૮ લાખ લોકો પોતાનો જીવ ગુમાવે છે. મૃત્યુ પામનારાઓમાં એવા ઘણા લોકો સામેલ હોય છે, જેમના મૃત્યુ સારવારના અભાવે થાય છે. જો સમયસર સારવાર મળી જાય તો સેંકડો જીવ બચાવી શકાશે. સારવારમાં એક સમસ્યા આવે છે, પૈસાની. સારવારમાં મોટો ખર્ચ કોણ આપશે, ઘણીવાર સંબંધીઓ સાથે હોતા નથી, અને જો હોય તો તેમની પાસે એટલા પૈસા હોતા નથી. આવી જ સમસ્યાઓનું સમાધાન કેન્દ્ર સરકાર લઈને આવવાની છે.

પીએમ મોદી લોન્ચ કરશે સ્કીમ

- Advertisement -

કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ ગુરુવારે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટૂંક સમયમાં દેશભરમાં માર્ગ અકસ્માત પીડિતો માટે કેશલેસ સારવારની યોજના લોન્ચ કરશે. આનો પાયલોટ પ્રોજેક્ટ પહેલાથી જ અમલમાં છે, જ્યારે પીએમ મોદી ટૂંક સમયમાં યોજનાની ઔપચારિક શરૂઆત કરશે. ગડકરીએ કહ્યું, ‘આ યોજના માર્ગ અકસ્માતોમાં સમયસર તબીબી સહાય ન મળવાને કારણે થતા મૃત્યુને ઘટાડવાના ઉદ્દેશ્યથી લાવવામાં આવી રહી છે.’ આ બેઠકમાં માર્ગ સુરક્ષા, મુસાફરોની સુવિધા, વેપારની સુગમતા અને વાહન નિયમન જેવા મહત્વના મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવી હતી.

કેવા અકસ્માતો પર લાગુ થશે આ સ્કીમ?

- Advertisement -

આ યોજના કોઈપણ શ્રેણીના રોડ પર મોટર વાહનના ઉપયોગથી થતા તમામ માર્ગ અકસ્માતો પર લાગુ થશે. મોટર વાહનના ઉપયોગથી થતા કોઈપણ માર્ગ અકસ્માતનો ભોગ બનેલી વ્યક્તિ આ યોજનાની જોગવાઈઓ મુજબ ‘કેશલેસ’ સારવાર માટે હકદાર હશે. કેશલેસ સારવાર મળવાથી માર્ગ અકસ્માતમાં ઘાયલ થનારા લોકોને સમયસર સારવાર મળવાનો માર્ગ સરળ બનવાની શક્યતા છે.

કેટલા સુધીની સારવાર કેશલેસ હશે?

- Advertisement -

માર્ગ પરિવહન મંત્રાલયે ૧૪ માર્ચ, ૨૦૨૪ ના રોજ ચંદીગઢમાં માર્ગ અકસ્માત પીડિતોને રોકડ-રહિત (કેશલેસ) સારવાર ઉપલબ્ધ કરાવવા માટે એક પાયલોટ પરિયોજના શરૂ કરી હતી. પાછળથી આ પરિયોજનાનો વિસ્તાર છ રાજ્યો સુધી કરી દેવામાં આવ્યો હતો. માર્ગ પરિવહન મંત્રાલયની ‘માર્ગ અકસ્માત પીડિતોની કેશલેસ સારવાર યોજના, ૨૦૨૫’ હેઠળ દરેક પીડિતને અકસ્માતની તારીખથી મહત્તમ સાત દિવસના સમયગાળા માટે અકસ્માત દીઠ ૧.૫ લાખ રૂપિયા સુધીની રોકડ-રહિત સારવાર પૂરી પાડવામાં આવશે.

અત્યાર સુધી ૭૩.૮૮ લાખ રૂપિયાની સારવાર કરાઈ

માર્ચ, ૨૦૨૪ માં પાયલોટ પરિયોજના શરૂ થયા પછી અત્યાર સુધી આવેલા કેશલેસ સારવારના અનુરોધોમાંથી આશરે ૨૦ ટકા કિસ્સાઓને નકારવામાં આવ્યા છે. ગડકરીએ લોકસભામાં એક લેખિત ઉત્તરમાં જણાવ્યું હતું કે કુલ ૬,૮૩૩ સારવાર અનુરોધોમાંથી ૫,૪૮૦ પીડિતો પાત્ર જણાયા હતા, જ્યારે બાકીના કિસ્સાઓને પોલીસ દ્વારા ફગાવી દેવામાં આવ્યા હતા. તેમણે એમ પણ કહ્યું હતું કે મોટર વાહન અકસ્માત ભંડોળ હેઠળ અત્યાર સુધી ૭૩,૮૮,૮૪૮ રૂપિયાની રકમ વિતરિત કરવામાં આવી ચૂકી છે.

Share This Article