CGHS Scheme Update: કેન્દ્રીય કર્મચારીઓની મેડિકલ સારવાર હવે થશે વધુ સરળ, CGHS ક્લેમની મર્યાદા બમણી કરીને ૧૦ લાખ કરાઈ

Arati Parmar
2 Min Read

CGHS Scheme Update: કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનધારકો માટે ખુશખબર છે. સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે સેન્ટ્રલ ગવર્નમેન્ટ હેલ્થ સ્કીમ એટલે કે CGHS હેઠળ મેડિકલ રીઇમ્બર્સમેન્ટની મહત્તમ મર્યાદા વધારી દીધી છે. હવે મંત્રાલયો અને વિભાગોના વડા Integrated Finance Division (IFD) ની મંજૂરી લીધા વિના 10 લાખ સુધીના મેડિકલ બિલનો નિકાલ કરી શકશે. પહેલા આ મર્યાદા 5 લાખ હતી. નવા ફેરફાર બાદ તેને વધારી દેવામાં આવી છે.

અન્ય કિસ્સાઓમાં પણ મર્યાદા વધારવામાં આવી

જ્યાં કોઈ છૂટછાટ આપવામાં આવતી નથી અને ચુકવણી માત્ર નક્કી કરેલા CGHS રેટ મુજબ જ થાય છે, તેવા કિસ્સાઓમાં પણ મર્યાદા વધારવામાં આવી છે. પહેલા આ મર્યાદા 2 લાખ હતી અને હવે તેને વધારીને 5 લાખ રૂપિયા સુધી કરી દેવામાં આવી છે. સરકારનું માનવું છે કે આ નિર્ણયથી મેડિકલ બિલ પાસ થવાની પ્રક્રિયા ઝડપી બનશે, કાગળની કાર્યવાહી ઓછી થશે અને કર્મચારીઓ તથા પેન્શનરોને સમયસર રાહત મળશે.

- Advertisement -

સરકારે શું કહ્યું?

સ્વાસ્થ્ય મંત્રાલયે 16 ફેબ્રુઆરી, 2026 ના રોજ જારી કરેલા એક જ્ઞાપનમાં જણાવ્યું કે સમીક્ષા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે કે મેડિકલ રીઇમ્બર્સમેન્ટની મહત્તમ મર્યાદા 5 લાખથી વધારીને 10 લાખ કરવામાં આવી રહી છે. જોકે, મંત્રાલયે એ પણ સ્પષ્ટ કર્યું કે આ સુવિધાનો લાભ નિર્ધારિત નિયમો અને શરતો અનુસાર જ મળશે.

વધેલી મર્યાદા સાથે કઈ શરતો લાગુ થશે?

10 લાખ સુધીના મેડિકલ ક્લેમને મંજૂર કરવા માટે બે મુખ્ય શરતો લાગુ થશે. જેમ કે- CGHS અથવા CS(MA) નિયમોમાં કોઈ છૂટછાટ આપવામાં આવશે નહીં. ક્લેમ ત્યારે જ પાસ થશે જ્યારે તમામ નિયમોનું પૂરેપૂરું પાલન કરવામાં આવ્યું હોય. નિયમોમાં કોઈ પણ પ્રકારની ઢીલ (relaxation) મળશે નહીં. ચુકવણી માત્ર નક્કી કરેલા CGHS અને CS(MA) રેટ મુજબ જ થશે. મેડિકલ બિલની ચુકવણી સંપૂર્ણપણે નિર્ધારિત રેટ લિસ્ટ મુજબ જ કરવામાં આવશે અને રેટથી ઉપરની કોઈ રકમ મંજૂર કરવામાં આવશે નહીં.

- Advertisement -
Share This Article