Credit Card Management: ક્રેડિટ કાર્ડનું ગણિત: એકથી વધુ કાર્ડ રાખવા ફાયદાકારક છે કે નુકસાનકારક? જાણો સિબિલ સ્કોર વધારવાની માસ્ટર ટિપ્સ

Arati Parmar
2 Min Read

Credit Card Management: આજે દરેક શોપિંગ મોલ, ઓનલાઇન સ્ટોર અને ડિજિટલ વોલેટ પર ક્રેડિટ કાર્ડ નજરે પડે છે. પહેલા જ્યાં આ માત્ર ચુકવણીનું એક સાધન હતું, ત્યાં હવે તે કેશબેક, રિવોર્ડ્સ અને વિશેષ ઓફર્સનું માધ્યમ બની ચૂક્યું છે. એવામાં સવાલ એ થાય છે કે, શું એકથી વધુ કાર્ડ રાખવાથી તમારી નાણાકીય સ્થિતિ મજબૂત થાય છે કે જોખમમાં મુકાઈ જાય છે? નાણાકીય નિષ્ણાતોનું કહેવું છે કે આની સીધી અસર તમારા ક્રેડિટ યુટિલાઇઝેશન રેશિયો, પેમેન્ટ હિસ્ટ્રી અને ક્રેડિટ એજ પર પડે છે. ચાલો આ લેખમાં જાણીએ કે વધુ કાર્ડ રાખવાથી તમને કયા કયા ગેરફાયદા થઈ શકે છે અને કઈ બાબતો પર ખાસ ધ્યાન આપવું જરૂરી છે.

ક્રેડિટ યુટિલાઇઝેશન રેશિયો

તમને જણાવી દઈએ કે જેટલા વધુ ક્રેડિટ કાર્ડ હશે, કુલ ક્રેડિટ લિમિટ એટલી વધી જશે. જો ખર્ચ તે પ્રમાણમાં ઓછો રહે, તો ક્રેડિટ યુટિલાઇઝેશન રેશિયો ઘટશે, અને આ સ્કોર માટે ફાયદાકારક છે. ઉદાહરણ તરીકે માની લો કે બે કાર્ડની કુલ લિમિટ ₹૨ લાખ છે અને તમે કુલ ₹૨૦,૦૦૦ ખર્ચો છો, તો રેશિયો માત્ર ૧૦% થશે. આ રેશિયો તમારી નાણાકીય શિસ્ત દર્શાવે છે અને સ્કોર મજબૂત બનાવે છે.

- Advertisement -

પેમેન્ટ હિસ્ટ્રી

સિબિલ (CIBIL) સ્કોરની સૌથી મોટી શરત એ છે કે દરેક બિલ સમયસર ચૂકવવું જરૂરી છે. તમારી પાસે એક કાર્ડ હોય કે પાંચ, એક પણ લેટ પેમેન્ટ નેગેટિવ માર્કિંગમાં બદલાઈ શકે છે. મલ્ટિપલ કાર્ડ હોવાને કારણે અલગ-અલગ ડ્યુ ડેટ્સ (ચુકવણીની તારીખ) ને લીધે ભૂલ થવાની શક્યતા વધી જાય છે. નિષ્ણાતો સલાહ આપે છે કે ઓટો-પેમેન્ટ સેટ કરો અથવા દરેક કાર્ડની ડ્યુ ડેટ નોંધી રાખો.

લાંબા ગાળાનો ફાયદો

જૂના કાર્ડને લાંબા સમય સુધી યોગ્ય રીતે વાપરવાથી ક્રેડિટ એજ (Credit Age) મજબૂત થાય છે. જોકે, વધુ કાર્ડ રાખવાથી ખર્ચ પર નિયંત્રણ રાખવું પડકારજનક બની શકે છે. નિષ્ણાતોનું કહેવું છે કે આવેગમાં આવીને ખરીદી (Impulsive buying) કરવાનું ટાળો, વ્યક્તિગત ખર્ચની મર્યાદા નક્કી કરો અને દરેક ટ્રાન્ઝેક્શનને એક નાના લોનની જેમ જુઓ. યોગ્ય કાર્ડ પસંદ કરવું અને શિસ્તબદ્ધ રીતે ખર્ચ કરવો માત્ર સિબિલ સ્કોર જ નથી વધારતું, પરંતુ ભવિષ્યમાં દેવાના બોજથી પણ બચાવે છે.

- Advertisement -
Share This Article