IRCTC Ticket Booking: કન્ફર્મ ટિકિટ માટે હવે આધાર કાર્ડ છે જરૂરી! દલાલોની થશે છુટ્ટી, રેલવેનો નવો નિયમ આજથી લાગુ, જાણો કેવી રીતે ફટાફટ મેળવવી ટિકિટ

Arati Parmar
4 Min Read

IRCTC Ticket Booking: રેલવે ટિકિટ બુકિંગનો નવો નિયમ આજથી લાગુ થઈ ગયો છે, જેનાથી આજથી ઘરે બેઠા ફટાફટ ટ્રેન ટિકિટ બુકિંગ થઈ શકશે. મોબાઈલ દ્વારા પણ ગમે ત્યાંથી અને ગમે ત્યારે આ ટ્રેન ટિકિટ બુક થશે અને દલાલો ફાયદો ઉઠાવી શકશે નહીં. IRCTCના નવા નિયમો અનુસાર, પાંચ જાન્યુઆરીથી આધાર કાર્ડ સાથે આઈડી (ID) લિંક કરનારા યુઝર્સ જ સવારે ૮ વાગ્યાથી સાંજના ૪ વાગ્યા સુધી ટિકિટ બુકિંગ કરી શકશે. જોકે આ નિયમ કોઈ ટ્રેનની ટિકિટ બુકિંગની ૬૦ દિવસની વિન્ડો ખુલવાના પહેલા દિવસે જ લાગુ થશે. કોઈ ટ્રેનના એડવાન્સ ટિકિટ બુકિંગનો સમય ૬૦ દિવસ પહેલા શરૂ થાય છે. ઇન્ડિયન રેલવે IRCTCએ આ નિયમ ત્રણ તબક્કામાં લાગુ કર્યો છે. પહેલો તબક્કો ૨૯ ડિસેમ્બરથી શરૂ થયો હતો. બીજો તબક્કો પાંચ જાન્યુઆરી અને ત્રીજો તબક્કો ૧૨ જાન્યુઆરીથી પ્રારંભ થશે.

  • ૨૯ ડિસેમ્બરથી: આધાર લિંક ધરાવતા યુઝર્સ જ સવારે ૮ થી ૧૨ વાગ્યા સુધી ટિકિટ બુકિંગ કરી શકતા હતા.

  • ૫ જાન્યુઆરીથી: સવારે ૮ થી સાંજના ૪ વાગ્યા સુધી (૮ કલાક) ટિકિટ બુકિંગ થઈ શકશે.

  • ૧૨ જાન્યુઆરીથી: સવારે ૮ થી રાતના ૧૨ વાગ્યા સુધી આવા યુઝર્સ જ ઓનલાઈન ટિકિટ બુક કરી શકશે.

ઓનલાઈન ટિકિટોમાં હેરાફેરીની ફરિયાદ

IRCTCના આ નિયમનો ઉદ્દેશ્ય સામાન્ય માણસને ઓનલાઈન ટિકિટ બુકિંગની વધુ તક આપવાનો છે. અવારનવાર દલાલો અને ટિકિટ બુકિંગનો ધંધો કરનારાઓ મોટા પાયે એડવાન્સ ટિકિટ બુક કરી લે છે, જ્યારે જરૂરિયાતમંદ સામાન્ય માણસને ટિકિટ મળી શકતી નથી. હોળી, દિવાળી હોય કે કોઈ પણ તહેવાર; ઓનલાઈન ટિકિટની ૬૦ દિવસની બુકિંગ ખુલતાની સાથે જ મિનિટોમાં ફૂલ બતાવવા લાગે છે. રેલવેને લાંબા સમયથી આ અંગે ફરિયાદો મળી રહી હતી.

- Advertisement -

રેલવેનો નવો નિયમ માત્ર જનરલ ક્વોટામાં રિઝર્વેશન ટિકિટ બુકિંગ માટે છે. આનાથી ટ્રેન ટિકિટની દલાલી અને સોફ્ટવેર દ્વારા ધડાધડ ટિકિટ બુક કરનારાઓ પર લગામ લાગશે. દરેક રેલ મુસાફર માટે અગાઉથી નક્કી કરેલી તારીખ, તહેવાર કે લગ્ન વગેરે માટે ટિકિટ બુક કરવી સરળ બનશે. ટિકિટ બુકિંગના પહેલા દિવસે આઠ કલાક સુધી એજન્ટો ટિકિટ બુક કરી શકશે નહીં. માત્ર સામાન્ય રેલ મુસાફર જ આનો લાભ ઉઠાવી શકશે.

૧. આધારથી ટ્રેન ટિકિટ કેવી રીતે બુક થશે?

રેલ ટિકિટ બુક કરાવનાર મુસાફરનું IRCTC એકાઉન્ટ આધાર સાથે લિંક હોવું જોઈએ. ટ્રેન ટિકિટ બુકિંગ સમયે તમારા રજિસ્ટર્ડ મોબાઈલ પર એક OTP આવશે. OTP આપ્યા પછી જ ટ્રેન ટિકિટ બુક થઈ શકશે.

- Advertisement -

૨. આધાર લિંક વગર ટિકિટ બુકિંગ કેવી રીતે થશે?

જો તમારું IRCTC લોગઈન આધાર સાથે લિંક નથી તો તેને તરત જ કરી લો અથવા જો આઈડી નથી તો નવું આઈડી બનાવી લો. જો આધાર લિંક નહીં હોય તો ૬૦ દિવસ પહેલા બુકિંગ શરૂ થયાના આઠ કલાક સુધી તમે ટિકિટ બુકિંગ કરી શકશો નહીં.

૩. કાઉન્ટર ટિકિટ બુકિંગ કેવી રીતે થશે?

જો તમે રેલવે સ્ટેશન અથવા બહાર કોઈ કાઉન્ટર પર ટિકિટ બુકિંગ કરાવો છો તો પણ OTP આવશે અને તેનાથી જ ટિકિટ બુક થશે. એવામાં મુસાફરનો મોબાઈલ નંબર આધાર સાથે લિંક હશે, ત્યારે જ ટિકિટ બુકિંગ થઈ શકશે. જો પરિવારના સભ્યો કે અન્ય કોઈ ટિકિટ લઈ રહ્યા હોય તો પણ OTP જોઈશે.

- Advertisement -

IRCTC યુઝર્સ આઈડી આધાર સાથે લિંક કેવી રીતે કરવું?

  • IRCTC એપ અથવા વેબસાઈટ પર લોગઈન કરો.

  • My Profile સેક્શનમાં જાઓ.

  • Aadhaar KYC નો ઓપ્શન પસંદ કરો.

  • ત્યારબાદ મોબાઈલ નંબર અને અન્ય વિગતો ભરો.

Share This Article