ITR Filing ની ડેડલાઇન જાહેર, ટેક્સ પેયર્સે આઈટીઆર ભરતી વખતે કઈ ભૂલોથી બચવું? જાણો દસ્તાવેજોનું લિસ્ટ

Arati Parmar
3 Min Read
ITR Filing

ITR Filing: નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ માટે જેમના ખાતાઓનું ઓડિટ નથી થતું, તેમના માટે ઇનકમ ટેક્સ રિટર્ન (ITR) ફાઇલ કરવાની છેલ્લી તારીખ ૩૧ જુલાઈ ૨૦૨૬ નિર્ધારિત કરવામાં આવી છે. જો તમે ૩૧ જુલાઈ ૨૦2૬ સુધી પોતાનું રિટર્ન દાખલ નથી કરતા તો તમારે મૂલ્યાંકન વર્ષ દરમિયાન મોડેથી આઈટીઆર ફાઇલ કરવા પર લેટ ફી આપવી પડી શકે છે. તો જો તમે પહેલીવાર આઈટીઆર ફાઇલ કરવા જઈ રહ્યા છો તો સૌથી પહેલાં તમારે જાણી લેવું જોઈએ કે આ દરમિયાન તમને કયા-કયા કાગળ એટલે કે દસ્તાવેજોની જરૂર પડવાની છે.

આઈટીઆર ફાઇલ કરવા માટે શું-શું ડોક્યુમેન્ટ જોઈએ?

આધાર કાર્ડ

- Advertisement -

પાન કાર્ડ

બેંક સ્ટેટમેન્ટ્સ

- Advertisement -

FD ઇન્ટરેસ્ટ સર્ટિફિકેટ

ઇન્વેસ્ટમેન્ટ પ્રૂફ

- Advertisement -

રેન્ટ રસીદ કે HRA રેકોર્ડ્સ

ફોર્મ 16

ફોર્મ 26AS & AIS

કેપિટલ ગેન્સ રિપોર્ટ

હોમ લોન ઇન્ટરેસ્ટ સર્ટિફિકેટ

જો કમાણીનો બીજો સોર્સ હોય તો તેના કાગળ

કેમ જરૂરી છે આટલા બધા દસ્તાવેજો?

આઈટીઆર ફાઇલ કરવા માટે સૌથી પહેલાં તો તમારે પાન અને આધાર કાર્ડ પાસે રાખવાના છે અને જરૂરી છે કે પાન અને આધાર લિંક હોય. સાથે જ મોબાઈલ નંબર, ઈમેલ આઈડી પણ આ બંને જ આઈડેન્ટિટી પ્રૂફ પર અપડેટેડ હોવા જોઈએ. જો તમે નોકરી કરો છો તો ફોર્મ ૧૬ જરૂરી છે. ફોર્મ 26AS માં TDS અને TCS ની જાણકારી હોય છે, એટલા માટે આ પણ જરૂરી છે. જણાવી દઈએ કે AIS માં વ્યાજની આવક, શેર ટ્રાન્ઝેક્શન અને બીજા ફાઇનાન્સિયલ ટ્રાન્ઝેક્શનનો પૂરો રેકોર્ડ મળે છે. બેંક સ્ટેટમેન્ટ અને ઇન્ટરેસ્ટ સર્ટિફિકેટ પણ તૈયાર રાખો.

જો તમે જૂની ટેક્સ રિજીમ હેઠળ છૂટ મેળવવા માંગો છો, તો PPF, ELSS, SSY, લાઇફ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ અને હોમ લોન રિપેમેન્ટ જેવા રોકાણોના કાગળ પાસે રાખો. હાઉસ રેન્ટ અલાઉન્સ (HRA) ક્લેમ કરનારાઓએ રેન્ટ રિસીપ્ટ અને રેન્ટ એગ્રીમેન્ટ સંભાળીને રાખવા જોઈએ. એટલું જ નહીં, જો તમે શેર, મ્યુચ્યુઅલ ફંડ, પ્રોપર્ટી કે ગોલ્ડમાં રોકાણ કર્યું છે, તો તેનાથી જોડાયેલા ખરીદ-વેચાણના રેકોર્ડ અને સ્ટેટમેન્ટ તૈયાર રાખો. ધ્યાન આપો, ક્યારેય પણ બેંક ડિટેલ ખોટી ન ભરો. સાથે જ ઇનકમ છુપાવવાની ભૂલ ન કરો. ડિડક્શન ભૂલી જવું અને ખોટું ITR ફોર્મ પસંદ કરવું પણ તમારા માટે ભારે પડી શકે છે.

આ પણ વાંચો: Indian Railway Rules: ટ્રેન પ્રવાસ દરમિયાન ઘી લઈ જતા પહેલાં સાવધાન, રેલવેના આ કડક નિયમો નહીં જાણો તો જેલભેગા થવાનો વારો આવશે – Newz Cafe

TAGGED:
Share This Article