NPS withdrawal rule changes: જો તમે પ્રાઇવેટ સેક્ટરમાં કામ કરો છો અને એનપીએસ (NPS) ના સબસ્ક્રાઇબર છો તો તમારા માટે એક મોટા સમાચાર છે. પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી એટલે કે PFRDA એ નેશનલ પેન્શન સિસ્ટમમાં એક મોટો ફેરફાર કર્યો છે. બદલાયેલા નિયમો હેઠળ હવે પ્રાઇવેટ સેક્ટરમાં કામ કરતો કર્મચારી જે એનપીએસનો સબસ્ક્રાઇબર છે તે રિટાયરમેન્ટ સમયે ૮૦ ટકા પૈસા એકસાથે (Lump sum) ઉપાડી શકશે. જ્યારે ૨૦ ટકા રકમની એન્યુટી (Annuity) ખરીદવી જરૂરી રહેશે.
૨૦ ટકા એન્યુટી ખરીદ્યા પછી તમને દર મહિને પેન્શનનો લાભ મળશે. બદલાયેલા આ નિયમો ‘ઓલ સિટીઝન મોડલ’ અને ‘કોર્પોરેટ એનપીએસ’ હેઠળ આવતા કર્મચારીઓ પર લાગુ થાય છે. આ પહેલા રિટાયરમેન્ટ પછી કર્મચારીઓની બચતના પૈસાનો એક મોટો હિસ્સો એન્યુટી ખરીદવામાં ખર્ચ થઈ જતો હતો.
નિયમો બદલાયા પહેલા કર્મચારીઓની બચતનો ૪૦ ટકા હિસ્સો એન્યુટી ખરીદવા માટે ખર્ચ કરવો પડતો હતો. બાદમાં તેના આધારે જ તેમને પેન્શન આપવામાં આવતું હતું. જોકે, હવે તેને ૨૦ ટકા કરી દેવામાં આવ્યું છે. આ કારણે તમને રિટાયરમેન્ટ પછી હવે વધારે પેન્શન નહીં મળે.
એનપીએસ સિસ્ટમ હેઠળ એન્યુટીમાં જેટલી રકમ નાખવામાં આવે છે તેનું દર મહિને પેન્શન મળે છે. વળી બાકીની રકમ એકસાથે સબસ્ક્રાઇબરને આપી દેવામાં આવે છે. આ ઉપરાંત વિડ્રોઅલ (પૈસા ઉપાડવા) ના પણ અલગ-અલગ નિયમો લાગુ કરવામાં આવ્યા છે.
આ અંતર્ગત જો કોઈ ગ્રાહક પાસે ૮ લાખ રૂપિયાથી ઓછા બચે છે તો તે પોતાની પૂરેપૂરી રકમ પણ ઉપાડી શકે છે. અહીં એન્યુટી ખરીદવી ઓપ્શનલ (મરજીયાત) છે. વળી જો રકમ ૮ લાખથી લઈને ૧૨ લાખ રૂપિયાની વચ્ચે છે તો મહત્તમ ૬ લાખ રૂપિયા ઉપાડી શકાય છે. બાકીની રકમ તમે એન્યુટી ખરીદવા માટે ઉપયોગમાં લઈ શકો છો અથવા ૬ વર્ષના સમયગાળામાં વ્યવસ્થિત રીતે યુનિટ ઉપાડવા માટે કરી શકાય છે.
આ ઉપરાંત જો કુલ રકમ ૧૨ લાખથી વધારે છે તો તેની ૮૦ ટકા રકમ તમે એકસાથે ઉપાડી શકો છો. જ્યારે ૨૦ ટકા હિસ્સો એન્યુટી ખરીદવા માટે વાપરવામાં આવશે.

