PAN Aadhaar Address Update: શિફ્ટ કર્યા પછી બદલાઈ ગયું છે તમારા ઘરનું સરનામું? આવી રીતે કરો Pan Card અને Aadhaar Card માં એડ્રેસ અપડેટ, જાણો સરળ રીત

Arati Parmar
2 Min Read

PAN Aadhaar Address Update: જ્યારે તમે તમારું ઘર બદલો છો, ત્યારે માત્ર સામાન જ શિફ્ટ નથી થતો, પરંતુ તમારી કાગળ પરની ઓળખમાં પણ ફેરફારની જરૂર હોય છે. આધાર અને પાન કાર્ડમાં જૂનું એડ્રેસ હોવાથી માત્ર સરકારી યોજનાઓનો લાભ લેવામાં જ મુશ્કેલી નથી પડતી, પરંતુ બેંક કેવાયસી (KYC), ઇન્કમ ટેક્સ અને અન્ય મહત્વપૂર્ણ કાર્યોમાં પણ પરેશાની થવા લાગે છે. જો તમે પણ તાજેતરમાં તમારા નવા ઘરમાં શિફ્ટ થયા હોવ, તો આ સમાચાર તમારા માટે જ છે. તમને જણાવી દઈએ કે હવે આધાર અને પાન કાર્ડમાં માહિતી અપડેટ કરાવવા માટે ઓફિસોના ધક્કા ખાવાની જરૂર પડતી નથી. હવે તમે ઘરે બેઠા જ ઓનલાઇન માધ્યમથી ગણતરીની મિનિટોમાં તમારું સરનામું અપડેટ કરી શકો છો. આ જ કડીમાં આજે અમે તમને પાન કાર્ડ અને આધાર કાર્ડમાં સરનામું અપડેટ કરવાની સ્ટેપ-બાય-સ્ટેપ પ્રોસેસ જણાવવા જઈ રહ્યા છીએ. ચાલો જાણીએ…

Pan Card માં કેવી રીતે અપડેટ કરવું સરનામું?

  • NSDL અથવા UTIITSL ની સત્તાવાર વેબસાઇટ પર જાઓ.

  • અહીં ‘Changes/Correction in PAN’ વાળા ઓપ્શન પર ક્લિક કરો.

  • પછી તમારે અહીં પાન નંબર, નામ, જન્મ તારીખ અને ઈમેલ જેવી વિગતો દાખલ કરવાની રહેશે.

  • ત્યારબાદ ૧૫ અંકોનો એક ટોકન નંબર જનરેટ થઈ જશે.

  • પછી અપડેટ કરવાની વિગતો પસંદ કરો અને સુધારો કરો.

  • આ પછી એડ્રેસ પ્રૂફ, ડેટ ઓફ બર્થ પ્રૂફ અને ફોટો જેવા ડોક્યુમેન્ટ્સ અપલોડ કરો.

  • અંતમાં ફી પેમેન્ટ કરો અને સબમિટ કરી દો.

  • ત્યારબાદ તમારો Acknowledgement નંબર નોટ કરવાનું ભૂલશો નહીં. તેની મદદથી તમે અપડેટનું સ્ટેટસ ચેક કરી શકો છો.

Aadhaar Card માં કેવી રીતે અપડેટ કરવું એડ્રેસ?

  • આધાર કાર્ડમાં એડ્રેસ અપડેટ કરવા માટે તમારે Aadhaar App અથવા સત્તાવાર પોર્ટલ પર જવું પડશે.

  • એપમાં તમે ‘Update Address Online’ સેક્શનમાં જાઓ.

  • આ પછી માંગવામાં આવેલા ડોક્યુમેન્ટ્સ અને વિગતો અપલોડ કરો અને સબમિટ કરી દો.

  • ત્યારબાદ ફી પેમેન્ટ કરી દો.

Share This Article