PF Account Merger: સારી સેલેરી, કરિયર ગ્રોથ અને સારું વર્ક એન્વાયરમેન્ટની ચાહમાં પ્રાઈવેટ નોકરી કરનારા લોકો અવારનવાર સ્વિચ (નોકરી બદલતા) કરતા હોય છે. આવું કરવાથી પ્રગતિ તો ચોક્કસ મળે છે પરંતુ એક પરેશાની પણ ઊભી થઈ જાય છે. હકીકતમાં નોકરી બદલતી વખતે ઘણા લોકો એ ભૂલી જાય છે કે તેમણે પીએફ (PF) એકાઉન્ટમાં પણ જરૂરી ફેરફાર કરવાના છે. આવું ન કરવાથી ઘણીવાર બે પીએફ એકાઉન્ટ બની જાય છે. આનાથી માત્ર પીએફ ઉપાડવામાં જ તકલીફ નથી પડતી, પરંતુ વ્યાજ અને ટેક્સ સાથે જોડાયેલી સમસ્યાઓ પણ થઈ શકે છે. આવી સ્થિતિમાં પીએફ એકાઉન્ટને મર્જ કરવું ખૂબ જ જરૂરી બની જાય છે.
પીએફ એકાઉન્ટ મર્જ કરવું કેમ જરૂરી છે?
જ્યારે તમે નોકરી બદલો છો ત્યારે તમારી મેમ્બર આઈડી (Member ID) બદલાઈ જાય છે, પરંતુ UAN એ જ રહેવો જોઈએ. ઘણીવાર માહિતીના અભાવે અથવા HR ની ભૂલથી નવો UAN બની જાય છે. આનાથી તમારા પીએફના પૈસા અલગ-અલગ ખાતામાં વહેંચાઈ જાય છે. જો એકાઉન્ટ મર્જ કરવામાં ન આવે તો બેલેન્સ ટ્રેક કરવું, ટ્રાન્સફર કરવું અને તેને ઉપાડવું મુશ્કેલ બની શકે છે.
બે UAN હોય તો શું કરવું?
જો તમારી પાસે બે UAN હોય તો ગભરાવાની જરૂર નથી. EPFO ના નિયમો અનુસાર, તમારે લેટેસ્ટ UAN (જે હાલની નોકરી સાથે જોડાયેલ છે) એક્ટિવ રાખવો જોઈએ. જૂના UAN સાથે જોડાયેલા પીએફ એકાઉન્ટને નવા UAN માં મર્જ કરાવી શકાય છે. આ માટે EPFO ના યુનિફાઈડ મેમ્બર પોર્ટલ પર જઈને Form 13 ઓનલાઈન ભરવાનું હોય છે.
UAN માં KYC અપડેટ કેમ જરૂરી છે?
પીએફ ટ્રાન્સફર સફળ થાય તે માટે KYC અપડેટ હોવું અત્યંત જરૂરી છે. આ માટે તમારા એક્ટિવ UAN માં આ જાણકારીઓ જોડાયેલી હોવી જોઈએ:
આધાર કાર્ડ
પાન કાર્ડ
બેંક એકાઉન્ટ ડિટેલ જો KYC વેરિફાઈડ નથી, તો પહેલા તેને અપડેટ કરાવો. ત્યારબાદ Form 13 સબમિટ કરતાની સાથે જ જૂનું પીએફ બેલેન્સ નવા ખાતામાં ટ્રાન્સફર થઈ જશે.
પીએફ ખાતું મર્જ કરવાના ફાયદા
આખું પીએફ બેલેન્સ એક જ એકાઉન્ટમાં આવી જાય છે.
વ્યાજનું નુકસાન થતું નથી.
ટેક્સ સાથે જોડાયેલી પરેશાનીઓ ઓછી થાય છે.
આખો સર્વિસ પિરિયડ જોડાઈ જાય છે.
રિટાયરમેન્ટ સમયે મોટી રકમ મળે છે. જો ખાતા અલગ-અલગ રહે તો કેટલાક પીએફ એકાઉન્ટ ‘ઈનઓપરેટિવ’ પણ થઈ શકે છે જેના પર વ્યાજ અને ટેક્સ બંનેનું નુકસાન થઈ શકે છે.
પીએફ ખાતું મર્જ ન કરવા પર શું મુશ્કેલીઓ થશે?
વિથડ્રોઅલ (ઉપાડ) સમયે વારંવાર ક્લેમ કરવો પડી શકે છે.
બધા પૈસા એકસાથે મળી શકતા નથી.
વ્યાજ પર ટેક્સ લાગવાની શક્યતા વધી જાય છે.
જૂના ખાતામાંથી પૈસા ઉપાડવા મુશ્કેલ બની શકે છે.

