Property Rule Update: બાળકોના નામે કરેલી મિલકત પાછી મેળવી શકાય? જાણો સીનિયર સિટિઝન એક્ટ હેઠળ માતા-પિતાને મળેલા કાયદાકીય અધિકારો

Arati Parmar
3 Min Read

Property Rule Update: મોટાભાગના માતા-પિતા તેમના બાળકોના નામે જમીન-જાયદાદ કરી દેતા હોય છે. તેમને એવું લાગે છે કે જો તે પ્રોપર્ટી બાળકોના નામે કરી દેશે તો બાળકો વૃદ્ધાવસ્થામાં તેમની સેવા કરશે. આ જ વિચારીને ઘણીવાર માતા-પિતા આ પગલું ઉઠાવે છે, પરંતુ જો તે જ બાળકો પ્રોપર્ટી નામે થઈ ગયા પછી તેમના માતા-પિતાની દેખભાળ નથી કરતા તો શું માતા-પિતા પોતાની આપેલી સંપત્તિ પાછી લઈ શકે છે? આ વાતની જાણકારી હોવી ઘણી જરૂરી છે. જો તમને પણ નથી ખબર તો આજે અમે તમને જણાવીએ છીએ.

પ્રોપર્ટી પાછી લઈ શકાય છે?

તેનો સીધો જવાબ છે હા, કેટલીક પરિસ્થિતિઓમાં માતા-પિતા અથવા વરિષ્ઠ નાગરિકો પોતાની આપેલી સંપત્તિ પાછી લઈ શકે છે. જો કોઈ વ્યક્તિએ પોતાની પ્રોપર્ટી આ શરત પર કોઈને આપી હતી કે તે વૃદ્ધાવસ્થામાં તેની દેખભાળ કરશે અને પછીથી એવું નથી થતું તો તે કાનૂની કાર્યવાહી કરી શકે છે.

- Advertisement -

કાયદો શું કહે છે?

સીનિયર સિટિઝન્સ મેન્ટેનન્સ એન્ડ વેલ્ફેર એક્ટ ૨૦૦૭ અંતર્ગત વરિષ્ઠ નાગરિકોને આ અધિકાર આપવામાં આવ્યો છે કે જો પ્રોપર્ટી મેળવનાર વ્યક્તિ દેખભાળ કરવામાંથી પાછળ હટી જાય છે તો પ્રોપર્ટીને પાછી મેળવી શકાય છે. આ માટે તમે સંબંધિત અધિકારી અથવા ટ્રિબ્યુનલ પાસે ફરિયાદ નોંધાવી શકો છો.

લાતૂરનો મામલો કેમ ચર્ચામાં છે?

અત્યારે હાલમાં જ આવો જ એક કેસ મહારાષ્ટ્રના લાતૂરથી આવ્યો છે, અહીં ૯૦ વર્ષીય હૌસાબાઈ લહાડેએ પોતાના પૌત્ર અને પ્રપૌત્રના નામે કરેલી લગભગ સાડા આઠ એકર જમીન પાછી મેળવી લીધી છે. મહિલાએ આરોપ લગાવ્યો છે કે જમીન મળ્યા પછી પરિવારે તેમની દેખભાળ કરી નથી. જોકે, લગભગ સાડા ત્રણ વર્ષ ચાલેલી કાનૂની લડાઈ પછી અધિકારીઓએ ગિફ્ટ ડીડને રદ કરીને જમીન પાછી કરવાનો આદેશ આપ્યો.

- Advertisement -

પ્રોપર્ટી આપતા પહેલા ધ્યાન રાખો કેટલીક જરૂરી વાત

જો કોઈ વૃદ્ધ વ્યક્તિ પોતાની પ્રોપર્ટી પોતાના બાળક અથવા તો સંબંધીના નામે કરે છે તો તેણે સૌથી પહેલા કાનૂની સલાહ લેવી જોઈએ. સાથે જ પ્રોપર્ટી હસ્તાંતરણ સાથે જોડાયેલા દસ્તાવેજોમાં દેખભાળ અને ભરણ-પોષણ જેવી શરતોનો સ્પષ્ટ ઉલ્લેખ કરવો જોઈએ, જેથી ભવિષ્યમાં કોઈપણ પ્રકારના વિવાદની સ્થિતિમાં કાનૂની મદદ મળી શકે.

આ પણ વાંચો: Silent Call Scam: અજાણ્યા નંબરથી આવતા કોલ પર ‘હેલો’ બોલતા પહેલા ચેતજો: સાયલન્ટ કોલ સ્કેમનો ખતરો, આવી રીતે બચાવો તમારું ડિજિટલ એકાઉન્ટ – Newz Cafe

- Advertisement -
Share This Article