By using this site, you agree to the Privacy Policy.
Accept
Newz Cafe
  • Home
  • Ahmedabad Latest
  • Gujarat
  • National
  • World
  • Business
    • Stock market
  • Entertainment
  • Automobile
  • Crime / Job
  • Exclusive News
  • Lifestyle
    • Health
    • Kitchen Corner
    • Travel
  • Religion
  • Sports
  • Career / Job
Reading: Unclaimed Bank Account Funds RBI: RBI નું નવું પગલું: વર્ષોથી ‘અનક્લેમ્ડ’ પડેલા દાદા-દાદીના બેંક ખાતામાંથી પૈસા પાછા મેળવવાની સરળ પ્રક્રિયા!
Font ResizerAa
Newz CafeNewz Cafe
  • Home
  • Ahmedabad Latest
  • Gujarat
  • National
  • World
  • Business
  • Entertainment
  • Automobile
  • Crime / Job
  • Exclusive News
  • Lifestyle
  • Religion
  • Sports
Search
Follow US
© 2024 Newzcafe. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Newz Cafe > Utility > Unclaimed Bank Account Funds RBI: RBI નું નવું પગલું: વર્ષોથી ‘અનક્લેમ્ડ’ પડેલા દાદા-દાદીના બેંક ખાતામાંથી પૈસા પાછા મેળવવાની સરળ પ્રક્રિયા!
Utility

Unclaimed Bank Account Funds RBI: RBI નું નવું પગલું: વર્ષોથી ‘અનક્લેમ્ડ’ પડેલા દાદા-દાદીના બેંક ખાતામાંથી પૈસા પાછા મેળવવાની સરળ પ્રક્રિયા!

Arati Parmar
Last updated: November 22, 2025 3:09 am
By Arati Parmar
3 Min Read
Share
RBI 67 2025 10 436bc0d6bf367b961e7444c0bc025891
SHARE

Unclaimed Bank Account Funds RBI: જો તમારા દાદા-દાદી, માતા-પિતા કે પરિવારના કોઈ સભ્યએ વર્ષો પહેલાં કોઈ બેંક ખાતું ખોલાવ્યું હોય અને પછી તેનો ઉપયોગ બંધ કરી દીધો હોય તો હવે તમારા માટે સારા સમાચાર છે. હવે ભારતીય રિઝર્વ બેંકે આવા તમામ ઈનવેક્ટિવ અને અનક્લેમ્ડ બેંક એકાઉન્ટ્સમાંથી પૈસા પરત મેળવવાની પ્રક્રિયા સરળ બનાવી દીધી છે. હવે પરિવારનો કોઈ પણ સભ્ય જરૂરી ડોક્યુમેન્ટ્ સાથે આ પૈસા સરળતાથી ક્લેમ કરી શકે છે. આજે અમે આપને જણાવીશું કે જો તમારા દાદા પણ બેંકમાં પૈસા જમા કરાવીને ભૂલી ગયા હોય તો તમે તે પૈસા કેવી રીતે ક્લેમ કરી શકો છો.

RBIના આંકડા મુજબ, દેશની બેંકોમાં કરોડો રૂપિયા એવા પડ્યા છે જેના પર વર્ષોથી કોઈએ દાવો કર્યો નથી. ઘણી વખત લોકો નોકરી બદલતાં ખાતું બદલવાનું ભૂલી જાય છે તો ઘણી વખત પરિવારના કોઈ સભ્યના મૃત્યુ પછી પરિવારને ખબર જ નથી હોતી કે તેમનું કોઈ ખાતું હતું. જો કોઈ બેંક એકાઉન્ટ 10 વર્ષ સુધી ઈનએક્ટિવ રહે તો બેંક તે રકમ RBIના ડિપોઝિટર એજ્યુકેશન એન્ડ એવેરનેસ ફંડ (DEA Fund)માં ટ્રાન્સફર કરી દે છે. પરંતુ આ પૈસા તમારા જ રહે છે અને તેને ક્યારેય પણ ક્લેમ કરી શકાય છે.

- Advertisement -

આવી રીતે પડેલા પૈસાને લઈને રિઝર્વ બેંકે સ્પષ્ટ કર્યું છે કે આ પૈસા પરત મેળવવા માટે કોઈ સમય મર્યાદા નથી. સાથે જ ક્લેમ કરવાની પ્રક્રિયા સંપૂર્ણ ડિજિટલ અને સરળ બનાવી દેવામાં આવી છે. હવે તમે માત્ર ત્રણ સરળ સ્ટેપમાં તમારા દાદાજીએ જમા કરાવેલા પૈસા બેંકમાંથી કાઢી શકો છો.

પહેલું સ્ટેપ – બેંક ખાતામાંથી અનક્લેમ્ડ પૈસા કાઢવા માટે સૌથી પહેલાં RBIની વેબસાઈટ પર જઈને સર્ચ કરો કે તમારા નામે કે પરિવારના કોઈ સભ્યના નામે કોઈ જૂનું ખાતું છે કે નહીં. આનાથી તમને એ પણ ખબર પડી જશે કે પૈસા કઈ બેંકમાં પડ્યા છે અને ખાતું કેટલા સમયથી નિષ્ક્રિય (ઈનએક્ટિવ) છે.બીજું સ્ટેપ – RBI મુજબ અનક્લેમ્ડ પૈસા મેળવવા માટે તમારે જે બેંકની બ્રાન્ચમાં ખાતું છે ત્યાં જવું જરૂરી નથી. હવે તમે તમારી પસંદની કોઈપણ બેંક બ્રાન્ચમાં જઈને ક્લેમ ફોર્મ ભરી શકો છો.

- Advertisement -

ત્રીજુ સ્ટેપ – RBIના નિયમો અનુસાર, બેંક તમારા તરફથી આપવામાં આવેલા ડોક્યુમેન્ટની પહેલા તપાસ કરશે અને વેરિફિકેશન પૂર્ણ થતા જ DEA ફંડમાંથી તમામ રકમ તમારા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરશે. આના પર કોઈપણ પ્રકારનો ચાર્જ પણ લેવામાં આવતો નથી.

પોતાના પરિવારજનોના અનક્લેમ્ડ પૈસા બેંકમાંથી કાઢવા માટે KYC ડોક્યુમેન્ટ જરૂરી છે. આ માટે તમારે આધાર કાર્ડ, વોટર આઈડી, પાસપોર્ટ, ડ્રાઈવિંગ લાયસન્સ અને નરેગા કાર્ડમાંથી કોઈપણ એક ડોક્યુમેન્ટની જરૂર પડશે. જો પૌત્ર કે કોઈ વારસદાર ક્લેમ કરે તો વધારાના ડોક્યુમેન્ટ જેમ કે ડેથ સર્ટિફિકેટ, સંબંધ પ્રમાણપત્ર અને લીગલ હેરશીપ સર્ટિફિકેટ પણ બતાવવું જરૂરી હોય છે.

- Advertisement -

RBIનું આ પગલું કેમ ખાસ છે? – RBIએ ઓક્ટોબરથી ડિસેમ્બર 2025 સુધી તમામ જિલ્લામાં અનક્લેમ્ડ એસેટ્સ અવેરનેસ કેમ્પ શરૂ કર્યા છે. આ કેમ્પોમાં અધિકારી ડાયરેક્ટ લોકોની મદદ કરે છે અને ક્લેમ પ્રક્રિયા શરૂ કરે છે. તો આ પહેલને લોકોનો હક પરત અપાવવા અને સિસ્ટમને પારદર્શી બનાવવાની દિશામાં એક મોટું પગલું માનવામાં આવી રહ્યું છે.

Flipkart GOAT Sale iPhone Deals: આઈફોન ખરીદવાની સુવર્ણ તક, ફ્લિપકાર્ટના GOAT સેલમાં આઈફોન 17 થી 15 સુધીના મોડેલ્સ પર મળી રહી છે ખાસ ઓફર્સ
PPF Account Loan Rules: PPF ખાતામાંથી લોન લેવી છે? જાણો આ યોજના દ્વારા સસ્તા દરે લોન મેળવવાની સંપૂર્ણ રીત
New Airlines Starting Process: હવે આકાશમાં જામશે જંગ! મોદી સરકારની મોટી જાહેરાત: ૩ નવી એરલાઈન્સને મળી મંજૂરી, જાણો ટિકિટના ભાવ અને કનેક્ટિવિટી પર શું થશે અસર
SIP Investment: માત્ર ૧૦૦૦ રૂપિયાની બચત બનાવશે ૧૦ લાખનું ફંડ! જાણો SIP કેલ્ક્યુલેશનનો જાદુ
Solar AC: સોલાર એસી શું છે? જે વાપરવામાં આવે ત્યારે વીજળીનો વપરાશ થતો નથી, તેની કિંમત સામાન્ય એસી કરતા કેટલી વધારે છે
TAGGED:Unclaimed Bank Account Funds RBI
Share This Article
Facebook Whatsapp Whatsapp Email Copy Link Print

You Might Also Like

Fake Paneer And Sweets Complaint
Utility

Fake Paneer And Sweets Complaint: જો તમને નકલી મીઠાઈ કે ચીઝની શંકા હોય, તો તમે ક્યાં ફરિયાદ કરી શકો છો, આ છે હેલ્પલાઇન નંબર

3 Min Read
b3z4qvzi
Utility

Download Vehicle RC: ગાડીની RC ફ્રીમાં કેવી રીતે ડાઉનલોડ કરવી, આ રહી આખી પ્રોસેસ, મિનિટોમાં મળી જશે ડિજિટલ RC

2 Min Read
wx75jh59
Utility

Health Insurance Tips: હેલ્થ ઈન્શ્યોરન્સ લેતા પહેલા આ વાતોનું ધ્યાન રાખો, નહીં તો રિજેક્ટ થઈ જશે ક્લેમ

3 Min Read
PM Kisan Yojana 20th Installment
Utility

PM Kisan Yojana 20th Installment: કિસાન યોજનાનો 20મો હપ્તો ક્યારે આવશે? શું પતિ-પત્ની બંનેને લાભ મળશે? જાણો મહત્વની વિગતો!

2 Min Read
lrx014ji
Utility

EPFO Rules: EPFO ના નવા નિયમોનો અમલ, દાવાઓના નિકાલ માટે ૨૦ દિવસની મર્યાદા અને કડક દંડાત્મક જોગવાઈ

2 Min Read
dmeisl7m
Utility

Women post office savings: મહિલાઓ માટે શ્રેષ્ઠ 5 પોસ્ટ ઓફિસ બચત યોજનાઓ: સુરક્ષા સાથે સાર વળતરની તક

2 Min Read
Indian Railways
Utility

Indian Railways: ભારતીય રેલ્વેએ એક મોટું પગલું ભર્યું, હવે TTE એ આ કામ કરવું પડશે, મુસાફરોને લાભ મળશે

2 Min Read
06rsbza7
Utility

PPF Loan: પીપીએફ લોનનો જાદુ: પર્સનલ લોનના મોંઘા વ્યાજથી બચવા માટે જાણો પીપીએફ ખાતામાં છુપાયેલી આ સસ્તી લોન વિન્ડો; માત્ર ૧% વધારાના વ્યાજે મેળવો તાત્કાલિક ફંડ

5 Min Read
Previous Next
Newz Cafe

Newzcafe: Your daily brew of current affairs, served fresh with a dash of insight and a pinch of perspective. Savor the flavor of breaking news, curated just for you, and start your day informed and inspired. Join us at the table where headlines meet conversation.

Categories

  • Gujarat
  • National
  • World
  • Business
  • Lifestyle
  • Sports
  • Technology
  • Entertainment

Quick Links

  • Home
  • Privacy Policy
  • Biography
  • Latest News
©️ 2024 Newzcafe. All Rights Reserved.   Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?