26 ભારતવંશી બ્રિટનની ચૂંટણીમાં વિજેતા

Reena Brahmbhatt
2 Min Read

લંડન, તા. 5 : બ્રિટનના મતદારોએ સામાન્ય ચૂંટણીમાં ઐતિહાસિક ચુકાદો આપી સત્તાપરિવર્તન કર્યું હતું. કિર સ્ટાર્મરની આગેવાની હેઠળ લેબર પાર્ટીએ 14 વર્ષ બાદ ઋષિ સુનકની કન્ઝર્વેટિવને હરાવીને જીત મેળવી છે. પી.એમ. પદેથી ભારતવંશી ઋષિ સુનકને હટવું પડયું છે, પરંતુ આ ચૂંટણીમાં 26 જેટલા ભારતીય મૂળના ઉમેદવારો વિજયી બન્યા હતા. આ ચૂંટણીમાં વિક્રમી 107 ભારતવંશી ઉમેદવાર ચૂંટણી મેદાનમાં હતા. 2019ની ચૂંટણીમાં ભારતીય મૂળના મતદારો દ્વારા જેને ભારત વિરોધી વલણને કારણે સજા કરાઇ હતી, એ લેબર પાર્ટીએ કિર સ્ટાર્મરના નેતૃત્વ હેઠળ સુધારા કર્યા છે. તેમણે ચૂંટણીમાં આ વખતે વિક્રમી સંખ્યામાં ભારતીય મૂળના ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હતા.

indian britishers who won uk election

- Advertisement -

લેબર પાર્ટીના ઉમેદવાર-પ્રીતકૌર ગિલે બર્મિંગહામ એજબસ્ટન, બેઠક પરથી વિજય મેળવ્યો હતો, જ્યારે કનિષ્ક નારાયણે બ્રિટનની સામાન્ય ચૂંટણીમાં જીત હાંસલ કરી હતી. નવેન્દુ મિશ્રા સ્ટોક પોર્ટથી ફરી સાંસદ બન્યા છે. સોજન જોસેફે એશફોર્ડ બેઠકથી વિજય નોંધાવ્યો હતો. ઋષિ સુનકે જીત મેળવી હતી તો કન્ઝર્વેટિવ પાર્ટીના જ ઉમેદવાર મૂળ ગુજરાતના પ્રીતિ પટેલ 2019થી 2022 સુધી ગૃહ સચિવના પદ પર કાર્યરત હતા. તેમણે વિથમ બેઠકથી જીચ મેળવી હતી. ગગન મોહિન્દ્ર યુકેની સામાન્ય ચૂંટણીમાં સાઉથ-વેસ્ટ હર્ટસ બેઠક પરથી જીત્યા હતા તેમજ શિવાની રાજાએ પૂર્વ લિસેસ્ટર બેઠકથી જીત મેળવી હતી. 2014થી સતત સાંસદ પદે રહેલા લીસા નંદીએ 19 હજાર કરતાં વધુ મતના અંતરથી વિગન બેઠક પર જીત હાંસલ કરી હતી. શીખ નેતા તનમનજીતસિંહ ધેસી સ્લોથી ફરી સાંસદ બન્યા છે. 2015થી સતત ફેરહેમ બેઠક પરથી સાંસદ રહેલા સુએલા બ્રેવરમેન વોટર લૂવિલ બેઠકો પરથી જીત્યા હતા.

સતવીર કૌર સાઉથૈમ્પ્ટન ટેસ્ટ બેઠકથી જીત્યા હતા. આ સિવાય જે ભારતીય મૂળના ઉમેદવારોને ચૂંટણીમાં સફળતા મળી છે તેમાં કન્ઝર્વેટિવ પાર્ટીના ડો. નીલ શાત્રી હર્સ્ટ, ડો. રેવ ગૂડી, નૂપુર મજુમદાર, એરિક સુકુમારન, લેબર પાર્ટીના વરિંદર જસ, પ્રીત કૌરગીલ, સીમા મલ્હોત્રા, ગુરિંદરસિંહ જોસન, કનિષ્ક નારાયણ, સોનિયા કુમાર, પ્રફુલ્લ નારગુંડ, જસ અઠવાલ, બગી શંકર, હરપ્રીત ઉપ્પલ, રાજેશ અગ્રવાલ, નાદિયા વ્હિટોમ, કીથવાજ (લિસેસ્ટર વનપાર્ટી), મોહમ્મદ હનીફ અલી (ગ્રીન પાર્ટી), અનિતા પ્રભાકરનો સમાવેશ થાય છે.

- Advertisement -
Share This Article