ઈસ્લામાબાદ, તા. 10 : પાકિસ્તાની તાલિબાન સાથે જોડાયેલા આતંકવાદીઓએ શુક્રવારે પાકિસ્તાનના અશાંત ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં એક સુરક્ષા ચોકી પર હુમલો કર્યો હતો. આ હુમલામાં ઓછામાં ઓછા સાત પાકિસ્તાની સુરક્ષાકર્મીઓ માર્યા ગયા અને 11 અન્ય ઘાયલ થયા. અધિકારીઓએ જણાવ્યું કે આ હુમલો પાકિસ્તાન-અફઘાનિસ્તાન સરહદ પર સ્થિત તિરાહ ઘાટીમાં થયો હતો. ફેબ્રુઆરીમાં તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (ટીટીપી) સાથે જોડાણ કરનારા હાફિઝ ગુલ બહાદૂર જૂથ, જે તારિક ગાયદાર જૂથ તરીકે પણ ઓળખાય છે, સોશિયલ મીડિયા પોસ્ટમાં હુમલાની જવાબદારી સ્વીકારી હતી.

અધિકારીઓના જણાવ્યા અનુસાર, આતંકવાદીઓએ ઔરકઝઇ સ્કાઉટ્સ ચોકીને કબજે કરવાના પ્રયાસમાં હુમલો કર્યો અને બાદમાં તેને આગ લગાવી દીધી. તેમણે કહ્યું કે આતંકીઓએ હુમલામાં વિસ્ફોટકો અને રોકેટથી ચાલતા ગ્રેનેડનો ઉપયોગ કર્યો હતો.

