પાકિસ્તાનના પોર્ટ સિટી ગ્વાદર ખાતે સૌથી મોટો આતંકવાદી હુમલો કરવામાં આવ્યો છે.
પાકિસ્તાનના પોર્ટ સિટી ગ્વાદર ખાતે સૌથી મોટો આતંકવાદી હુમલો કરવામાં આવ્યો છે.
બલુચિસ્તાનમાં આતંકવાદી હુમલોઃ ચીની નાગરિકનાં મોત, બે આતંકવાદી ઠાર
ફકીર કોલોની બ્રિજ નજીક એક ચીની કંપનીના વાહનને ટાર્ગેટ બનાવ્યું હતું. ચીન અને પાકિસ્તાનના ઈકોનોમિક કોરિડોર (સીપીઈસી)ના અનેક પ્રોજેક્ટ કાર્યરત છે. ચીનના કાફલા પર આતંકવાદીઓએ હુમલો હતો, ચીની નાગરિક સહિત પાકિસ્તાનના આર્મીના અમુક લોકો મોતને ભેટ્યાં છે. આ હુમલામાં બે આતંકવાદીને મારવામાં આવ્યા છે.
આતંકવાદી હુમલાને કારણે સમગ્ર શહેરના તમામ વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે, જ્યારે શહેરમાંથી અવરજવર કરનારા લોકો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, જ્યારે પોર્ટના શિપિંગની અવરજવરમાં અવરોધ ઊભો થયો છે. આ હુમલાની જવાબદારી બલુચ લિબરેશન આર્મી (બીએએલએ)ના આત્મઘાતી હુમલાખોર માજિદે લીધી છે. ગ્વાદર પોર્ટ પરના હુમલામાં ચાર ચીની નાગરિક સહિત પાકિસ્તાન આર્મીના નવ લોકો સાથે કુલ 13 લોકોના મોત થયા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.
રવિવારે સવારના સાડાનવ વાગ્યાના સુમારે આ હુમલો થયો હતો. હુમલાના બે કલાક પછી ચીનના વિદેશ મંત્રાલયે પાકિસ્તાનના બલુચિસ્તાન અને સિંધ ખાતેના દૂતાવાસ અને નાગરિકોને પોતાના ઘરની બહાર નહીં નીકળવાનો આદેશ આપ્યો છે. આ હુમલા પછી પાકિસ્તાનની સુરક્ષા એજન્સીએ બે હુમલાખોરોને તસવીર જારી કરી છે, જ્યારે આ આતંકી હુમલામાં અનેક લોકોનાં મોત થયા હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ચીને CPEC પ્રોજેક્ટમાં પાકિસ્તાનમાં 48 અબજ ડોલરથી વધુનું રોકાણ કર્યું છે. આ વર્ષે એપ્રિલમાં ચીન તરફથી પાકિસ્તાન આર્મી સાથે વાતચીત થઈ હતી. ચીને ચેતવણી આપી હતી કે જો પાકિસ્તાન ચીની નાગરિકો પર અને બલૂચિસ્તાનમાં હુમલા રોકવામાં નિષ્ફળ જશે તો તે યોગ્ય નથી. આ હુમલાને લઈને ચીન અને પાકિસ્તાનની વચ્ચે ખટરાગ ઊભો થઈ શકે છે.
