Donald trump News: વિદેશી ફિલ્મો પર ટ્રમ્પનો ટેરિફ પ્રહાર, 100% ટેક્સની જાહેરાત

Arati Parmar
By Arati Parmar 1 Min Read

Donald trump News : અમેરિકન ફિલ્મ ઈન્ડસ્ટ્રીને ફરી જીવીત કરવાના ઉદ્દેશ્યથી એક મોટો નિર્ણય લેતા અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી કે વાણિજ્ય વિભાગ અને અમેરિકન વેપાર પ્રતિનિધિ (USTR) ને અમેરિકાથી બહાર બનેલી તમામ ફિલ્મો પર 100% ટેરિફ લાગુ કરવાની પ્રક્રિયા હાથ ધરવા આદેશ અપાયો છે.

ટ્રમ્પે સોશિયલ મીડિયા પર કરી પોસ્ટ 

- Advertisement -

સોશિયલ મીડિયા પોસ્ટમાં ટ્રમ્પે વિદેશમાં અમેરિકન સ્ટુડિયો અને ફિલ્મ નિર્માતાઓને આકર્ષિત કરવા અને પ્રોત્સાહન આપવા માટે અન્ય દેશોની ટીકા કરી હતી અને આવી સ્થિતિને આર્થિક અને રાષ્ટ્રીય સુરક્ષા બંને માટે ખતરો ગણાવ્યો હતી. ટ્રમ્પે કહ્યું કે અમેરિકન ફિલ્મ ઈન્ડસ્ટ્રી ઝડપથી અંત તરફ આગળ વધી રહી છે.

ઘરેલુ પ્રોડક્શન પર મૂક્યો ભાર 

ટ્રમ્પે ઘરેલુ ફિલ્મ પ્રોડક્શન પર ભાર મૂકતાં કહ્યું કે અમે ઈચ્છીએ છીએ કે ફિલ્મોનું નિર્માણ ફરીથી અમેરિકામાં થાય. નવા ટેરિફનો ઉદ્દેશ્ય રમતના મેદાનને લેવલમાં લાવવા અને સ્ટુડિયોને અમેરિકન ધરતી પર તેનું ઓપરેશન જારી રાખવા માટે પ્રોત્સાહિત કરવાનો છે.

અલ્ટ્રાકાઝ જેલને ફરી ખોલાશે? 

ટ્રમ્પે સાન ફ્રાન્સિસ્કો ખાડીમાં અલ્કાટ્રાઝ જેલ ફરીથી ખોલવાના પ્લાન અંગે પણ ખુલાસો કર્યો. અહેવાલ મુજબ, તેમણે ન્યાય વિભાગ, એફબીઆઈ અને હોમલેન્ડ સિક્યુરિટી સાથે સંકલનમાં, બ્યુરો ઓફ પ્રિઝન્સને ઐતિહાસિક સુવિધાનું નવીનીકરણ અને વિસ્તરણ કરવાનો નિર્દેશ આપ્યો હતો, જેમાં 1963 માં બંધ કરતા પહેલાં દેશના કેટલાક સૌથી કુખ્યાત ગુનેગારોને રાખવામાં આવ્યા હતા.

Share This Article