Donald Trump and Zelensky News : યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કીએ અલાસ્કામાં અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયન રાષ્ટ્રપતિ વચ્ચેની વાતચીત બાદ પ્રથમ પ્રતિક્રિયા આપી છે. તેમણે ઐતિહાસિક શાંતિ કરાર માટે યુક્રેનને સુરક્ષાની ખાતરી આપવાની ટ્રમ્પની ઓફરની પ્રશંસા કરી. જોકે તેમણે વ્હાઇટ હાઉસમાં ટ્રમ્પ સાથેની મુલાકાત પહેલાં પણ સ્પષ્ટ કર્યું હતું કે યુક્રેન તેની અખંડિતતા અને સાર્વભૌમત્વ સાથે સમાધાન નહીં કરે અને પોતાની શરતો પર યુદ્ધ બંધ કરવા તૈયાર રહેશે. દરમિયાન, યુરોપિયન દેશોએ પણ યુક્રેનને ટેકો આપ્યો છે.
ઝેલેન્સ્કીએ શું કહ્યું?
ઝેલેન્સ્કીએ એક નિવેદનમાં કહ્યું, ‘આ એક ઐતિહાસિક નિર્ણય છે કે અમેરિકા યુક્રેન માટે સુરક્ષા ગેરંટીમાં ભાગ લેવા માટે તૈયાર છે. આ ગેરંટીઓ આપણા સંયુક્ત પ્રયાસોનું પરિણામ હોવી જોઈએ જે ખરેખર વ્યવહારુ છે, જેમાં જમીન, હવા અને સમુદ્ર પર સુરક્ષાનો સમાવેશ થાય છે અને યુરોપની ભાગીદારી સાથે તે વિકસિત થવી જોઈએ.’
યુરોપિયન નેતાઓનું પણ યુક્રેનને સમર્થન!
તેમણે કહ્યું કે રશિયા સાથે વાતચીત વર્તમાન ફ્રન્ટ લાઇનથી શરૂ થવી જોઈએ. ઝેલેન્સ્કીનું નિવેદન સોમવારે વોશિંગ્ટનમાં ટ્રમ્પ સાથેની મુલાકાત પહેલા આવ્યું હતું.’યુરોપિયન દેશોએ યુક્રેનને ટેકો આપ્યો’ ઝેલેન્સ્કીએ યુરોપિયન દેશોનો આભાર માન્યો અને કહ્યું કે તેમણે અમારી સ્થિતિને મજબૂત બનાવતું મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. બીજી તરફ, યુરોપિયન નેતાઓ પણ આ પહેલને સમર્થન આપી રહ્યા છે. બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટારમર અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને ટ્રમ્પની ગેરંટી આપવાની તૈયારીની પ્રશંસા કરી અને યુદ્ધ સમાપ્ત થાય ત્યારે ખાતરી દળને ટેકો આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી.