એક મહિલાની દિલને ટચ કરતી ઈમોશનલ કહાની, વાંચી ભાવુક થઇ જશો
એક મહિલાની દિલને ટચ કરતી ઈમોશનલ કહાની, વાંચી ભાવુક થઇ જશો
આજના સોશિયલ મીડિયાના યુગમાં છોકરા-છોકરી વચ્ચે પ્રેમ ઝડપથી થાય છે અને એટલી જ ઝડપથી તેમના સંબંધો પણ તૂટી જાય છે. સ્પષ્ટ શબ્દોમાં કહીએ તો આજનો પ્રેમ ‘ટેમ્પરરી લવ’ છે. આવી સ્થિતિમાં સાચો પ્રેમ જોવો એ પોતાનામાં એક ચમત્કાર છે. સાચા પ્રેમની આવી જ એક કહાની સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. સાચા પ્રેમની આ કહાની દરેકને ભાવુક કરી રહી છે. આ વાર્તા એક વૃદ્ધ મહિલાની છે જે દરરોજ તેના પતિ સાથે ભોજન કરે છે, પરંતુ આશ્ચર્યજનક વાત એ છે કે આ મહિલાના પતિનું વર્ષો પહેલા અવસાન થયું હતું.
રોજ પતિનું મનપસંદ ભોજન રાંધે છે
સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટના અહેવાલ મુજબ, ચીનના ચોંગકિંગમાં રહેતી 82 વર્ષની મહિલા દરરોજ તેના પતિ સાથે ભોજન ખાય છે. જોકે, મહિલાના પતિનું 23 વર્ષ પહેલા અવસાન થયું હતું. રિપોર્ટ અનુસાર, મહિલા તેના પતિને ખૂબ પ્રેમ કરતી હતી, તે તેના મૃત્યુનો આઘાત સહન કરી શકી નહીં. એટલું જ નહીં, મહિલા હજુ પણ તેના પતિના મૃત્યુને સ્વીકારી શકી નથી. આજે પણ, તે દરરોજ તેના પતિનું મનપસંદ ભોજન રાંધે છે, તેની સાથે ખાવા માટે ટેબલ સેટ કરે છે અને તેના માટે ભોજન પીરસે છે.
સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ
હ્રદય દ્રાવક આ કહાનીનો એક વીડિયો પણ ચીનની સોશિયલ મીડિયા સાઇટ્સ પર વાયરલ થઈ રહ્યો છે. રિપોર્ટ્સ અનુસાર, આ વીડિયો મહિલાની પૌત્રીએ સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો છે. પૌત્રીએ જણાવ્યું કે તેની દાદી છેલ્લા 23 વર્ષથી આવું જ કરી રહી છે. પૌત્રીએ કહ્યું કે તેની દાદી હંમેશા તેના દાદાનો ફોટો તેની સામે રાખે છે અને તેમની સાથે વાત કરતી વખતે ખાય છે.
