Ancient Human Burial: લાખો વર્ષ જૂની કબરો કઈ શોધ કરી આપણને શું જણાવી જાય છે ?

Arati Parmar
2 Min Read

Ancient Human Burial: આ વર્ષની શરૂઆતમાં એક શૈક્ષણિક જર્નલમાં પ્રકાશિત થયેલા ટિન્શેમેટ ગુફાના તારણો ઉત્તરી ઇઝરાયલને અગાઉની શોધો સાથે આપણને ક્યાંકને ક્યાંક કનેક્ટેડ કરે છે.જેને લીધે તે આપણને અતિ પુરાતન કાળની માનવ દફનવિધિ પર પ્રકાશ પાડી શકે છે, જેમાં મૃતકોના સન્માનમાં ધાર્મિક વિધિઓમાં ઉપયોગમાં લેવાતી કેટલીક વસ્તુઓનો સમાવેશ થતો હતો ? શું સભ્યતા હતી ? ક્યાં પ્રકારના આ માનવીઓ હતા ? શું તે સમયે પણ આવી કે કંઈક અલગ ધાર્મિક વિધિઓ લોકોમાં પ્રચલિત હતી ? આ બધી શોધ આપણને તે દર્શાવે છે કે, માનવ સભ્યતા અને ધર્મ કેટલા સદીઓ જુના છે.શું પ્રથાઓ પુરાતન કાળ થી જ હતી.દરેકને હજારો કે લાખો વર્ષનો ઇતિહાસ જાણવામાં રસ હોય છે. ત્યારે અહીં ખાસ ઇઝરાયેલમાં આ પ્રકારના માનવ અવશેષો કે જે લાખો વર્ષનો દફન ઇતિહાસ ધરાવે છે અંગે જે રિસર્ચ થયું તે જાણીયે તો,

ટિન્શેમેટમાં કામ કરતા પુરાતત્વવિદોને 100,000 વર્ષ જૂના પ્રારંભિક માનવોના પાંચ અવશેષો મળ્યા છે. જેરુસલેમની હિબ્રુ યુનિવર્સિટીના પુરાતત્વના પ્રોફેસર યોસી ઝેડનરના જણાવ્યા અનુસાર,કેટલાક હાડપિંજર ખાડાઓમાં મળી આવ્યા હતા જે કાળજીપૂર્વક સાચવવામાં આવ્યા હતા. ઘણા હાડપિંજર બેસાલ્ટ કાંકરા અને પ્રાણીઓના અવશેષો સાથે હતા, જેમાંથી કેટલાક સેંકડો કિલોમીટર દૂરથી લાવવામાં આવ્યા હતા.

- Advertisement -

સમગ્ર સંશોધન ક્યાં પ્રકાશિત થયું હતું?

પથ્થર યુગને પથ્થરના ઓજારોની શરૂઆતનો યુગ માનવામાં આવે છે, જે 3.3 મિલિયન વર્ષો પહેલા થી 10,000 વર્ષ પહેલા સુધી ચાલ્યો હતો. ટિન્શેમેટ ગુફા મધ્ય પથ્થર યુગની છે, જે લગભગ 2,50,000 થી 30,000 વર્ષ પહેલા હતી. ટિન્શેમેટના મુખ્ય તારણો માર્ચમાં નેચર હ્યુમન બિહેવિયર જર્નલમાં પ્રકાશિત થયા હતા. આ શોધમાં 5 માનવોના અવશેષો શામેલ હતા, જેમાં 2 સંપૂર્ણ હાડપિંજર અને 3 ખોપરીઓ અને કેટલાક હાડકાં અને દાંતનો સમાવેશ થતો હતો. આ ઉપરાંત, 500 થી વધુ લાલ અને નારંગી ઓચર પણ મળી આવ્યા હતા.

- Advertisement -

આ શોધનો અર્થ શું છે?

તેલ અવીવ યુનિવર્સિટીના માનવશાસ્ત્રી ઇઝરાયલ હર્શકોવિટ્ઝે કહ્યું કે પ્રાચીન સમયમાં, કબ્રસ્તાનની હાજરી ખૂબ જ મહત્વપૂર્ણ હતી. તે કોઈ પ્રદેશ પર પોતાનો અધિકાર દાવો કરવા જેવું હતું. તેમણે કહ્યું કે આજે પણ લોકો તે જમીન પર પોતાનો અધિકાર દાવો કરે છે જેના પર તેમના પૂર્વજો દફનાવવામાં આવ્યા છે.

- Advertisement -
Share This Article