Chinese Espionage Indian Army: ચીનના જાસૂસો ભારતીય સેનાના પૂર્વ અધિકારીઓ પાસે આર્ટિકલ લખાવવાના નામે મોટા નાણાં આપવાની અને આ બહાને જાસૂસી કરવાની કોશિશ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર બે પૂર્વ અધિકારીઓનો સંપર્ક કરવામાં આવ્યો છે અને તેમને આર્ટિકલ લખવાના બદલામાં ઘણા પૈસા આપવાની ઓફર કરવામાં આવી છે. આ ઘટના એવા સમયે સામે આવી છે જ્યારે અમેરિકી વાયુસેનાના બે પૂર્વ ફાઈટર જેટ પાયલોટ ચીની જાસૂસોની જાળમાં ફસાઈ ચૂક્યા છે અને તેમની સામે ટ્રાયલ ચાલી રહી છે. આરોપ છે કે તેઓ ચીનને યુએસ એરફોર્સના ટ્રેનિંગ પ્રોગ્રામ અને કોમ્બેટ એવિએશન ટેક્ટિક્સની જાણકારી આપી રહ્યા હતા. અમેરિકી જસ્ટિસ ડિપાર્ટમેન્ટે બંને આરોપી પાયલોટ સામે ટ્રાયલ ચલાવવાનો આદેશ આપી દીધો છે.
પરંતુ ચીન પોતાની હરકતોની પોલ ખુલી ગયા પછી પણ અટક્યું નથી, ઉલટાનું તેણે વધુ મોટી જાળ બિછાવી છે અને ભારત સહિત અનેક બીજા દેશોના પૂર્વ સૈન્ય અધિકારીઓને ટાર્ગેટ કરી રહ્યું છે. યુરેશિયન ટાઈમ્સના રિપોર્ટ મુજબ, પૂર્વ પાયલોટો અથવા નૌસેના અધિકારીઓને જીઓપોલિટિક્સ, ડિફેન્સ પ્રોક્યોરમેન્ટ, મિલિટ્રી એક્સરસાઇઝ અને દેશની લડાઈ લડવાની રીતો પર આર્ટિકલ અને રિસર્ચ પેપર લખવાની ઓફર આપવામાં આવી રહી છે. આ દરમિયાન તેમની પાસે પોતાના અનુભવ અને આંતરિક જાણકારી આપવાની માંગ કરવામાં આવી રહી છે અને તેના બદલામાં તેમને ઘણા પૈસા આપવાની ઓફર કરવામાં આવી રહી છે.
સેનાના પૂર્વ અધિકારીઓને ફસાવવાનું કાવતરું શું છે?
ચીની જાસૂસીએ સેનાના પૂર્વ અધિકારીઓને ફસાવવા માટે LinkedIn, Indeed અને Naukri.com જેવા મેઈનસ્ટ્રીમ પ્રોફેશનલ પ્લેટફોર્મનો સહારો લીધો છે. જોકે સાંભળવામાં એવું લાગી શકે છે કે આનાથી શું ફરક પડશે પરંતુ દરેક જાણકારીની પોતાની અસર હોય છે. યુરેશિયન ટાઈમ્સ મુજબ ચીની રિક્રૂટર PhD કરી રહેલા સ્ટુડન્ટ અથવા થિંક ટેન્કમાં ઈન્ટર્ન બનીને આવે છે.
ચીની જાસૂસો દરેક આર્ટિકલ માટે 300 થી 500 ડોલર ઓફર કરી રહ્યા છે અને આ ઘણી મોટી રકમ છે. આ સિવાય તેમને કન્સલ્ટન્ટ તરીકે એક કાયદાકીય કોન્ટ્રાક્ટ સાઈન કરવાની તક આપવાનો પ્રસ્તાવ પણ આપવામાં આવે છે.
શરૂઆતમાં આર્ટિકલના ટોપિક સામાન્ય હોઈ શકે છે પરંતુ ટૂંક સમયમાં જ રિક્રૂટર ખાસ ટોપિક પર આર્ટિકલ/રિસર્ચ પેપરની માંગ કરવા લાગે છે જેમાં ડિફેન્સ સંબંધિત નીતિઓ, હથિયાર સિસ્ટમ, ડિફેન્સ ખરીદીની રીતો, મિલિટ્રી અભ્યાસ અને સૈનિકોની તૈનાતી અને હથિયારોના પ્રદર્શન પર હ્યુમન ઈન્ટેલિજન્સ સામેલ હોય છે.
ભારતમાં ઘણા ડિફેન્સ જર્નાલિસ્ટ, મિલિટ્રી સ્ટ્રેટજિસ્ટ અને પૂર્વ સૈન્ય અધિકારીઓનો વોટ્સએપ, ફેસબુક, લિન્ક્ડઈન, ઈન્ડિડ અને બીજા સોશિયલ મીડિયા અને જોબ પોર્ટલ્સ પર આવી ઓફર્સ સાથે સંપર્ક કરવામાં આવ્યો છે.
યુરેશિયન ટાઈમ્સે જણાવ્યું છે કે એક પૂર્વ રિયર એડમિરલ અને એક પૂર્વ ભારતીય સેનાના કર્નલે ભારે પેમેન્ટ સાથે આવી વિનંતીઓ મળી હોવાની પુષ્ટિ કરી છે.
રિયર એડમિરલ (રિટાયર્ડ) ગિરીશ કુમાર ગર્ગનો LinkedIn પર હોંગકોંગના બે વિદ્યાર્થીઓએ સંપર્ક કર્યો હતો. તેમણે દાવો કર્યો કે તેઓ હોંગકોંગ યુનિવર્સિટીમાં PhD ના વિદ્યાર્થીઓ છે. બંને વિદ્યાર્થીઓએ દાવો કર્યો કે તેઓ ઇન્ટરનેશનલ રિલેશન્સ અને જીઓપોલિટિક્સના ક્ષેત્રમાં કામ કરતા એક NGO સાથે પણ જોડાયેલા છે અને તેઓ એવા “પ્રતિષ્ઠિત લોકો” સાથે જોડાવા માંગે છે જેમની પાસે ડિફેન્સ અને જીઓપોલિટિક્સ પર સારી પકડ હોય.
એડમિરલ ગર્ગે ખુલાસો કરતા જણાવ્યું છે કે તેમણે એક લેખ લખ્યો પણ ખરો, પરંતુ જ્યારે તેમણે તે લેખ મોકલ્યો ત્યારે તેમને કહેવામાં આવ્યું કે લેખ ઓપન સોર્સ ઇન્ટેલિજન્સ આધારિત ન હોવો જોઈએ પરંતુ તેમાં આંતરિક જાણકારીઓ હોવી જોઈએ. કુલ મળીને તેમની પાસે રક્ષણ સોદાઓ અને એવી જાણકારીઓની માંગ કરવામાં આવી હતી જે સીક્રેટ હતી અને સંવેદનશીલ હતી. આ ઉપરાંત તેમને પોતાના રક્ષા સૂત્રોનો ઉપયોગ કરીને આંતરિક જાણકારીઓ કાઢવા માટે પણ કહેવામાં આવ્યું હતું. ખાસ કરીને તેમની ભારતની ભવિષ્યમાં થનારી સૈન્ય સમજૂતીઓને લઈને ઘણી રસચિ હતી.
ભારતીય સેનાના એક વધુ રિટાયર્ડ કર્નલે પોતાની ઓળખ જાહેર નહીં કરવાની શરતે પુષ્ટિ કરી છે કે તેમનો પણ ચીનીઓએ સંપર્ક કર્યો હતો અને આવા જ આર્ટિકલ લખવા માટે તગડા પૈસા આપવાની ઓફર કરી હતી. તેમને પણ ઓફર હોંગકોંગના કેટલાક વિદ્યાર્થીઓએ આપી હતી જેમણે દાવો કર્યો હતો કે તેઓ દક્ષિણ એશિયા પર કામ કરતા એક થિંક ટેન્ક સાથે જોડાયેલા છે. તેઓ કર્નલ પાસે ભારતીય સેનાની યુદ્ધ રણનીતિઓ પર રિસર્ચ પેપર લખાવવા માંગતા હતા. આ એડવાઈઝરી ભારતીય નૌસેના તરફથી સર્ક્યુલેટ કરવામાં આવી છે અને નૌસેનાના રિટાયર્ડ સૈનિકોના સંગઠન સાથે પણ શેર કરવામાં આવી છે.

