AI first Minister : માણસ જ માણસનું પત્તુ બધેથી કાપશે, AI લાવશે હવે ભ્રષ્ટાચારનો અંત, આવા તો કેટલાય અગત્યના કામો તે કરી છે, શું થશે માણસ જાતનું ?

Arati Parmar
4 Min Read

AI first Minister : યુરોપિયન દેશ અલ્બેનિયાના વડા પ્રધાન એડી રામાએ તેમના નવા મંત્રીમંડળમાં એક મંત્રીનો સમાવેશ કરીને એક અનોખું પગલું ભર્યું છે, જે માનવ નહીં પણ સંપૂર્ણપણે ડિજિટલ AI છે. રામાએ AI મંત્રીનું નામ ડિએલા રાખ્યું છે. જેનો અલ્બેનિયન ભાષામાં અર્થ ‘સૂર્ય’ થાય છે. ડિએલા વર્ષની શરૂઆતમાં e-Albania નામના સરકારી ડિજિટલ પ્લેટફોર્મ પર લોન્ચ કરવામાં આવી હતી. અહીં તે વર્ચ્યુઅલ સહાયક તરીકે કામ કરે છે અને પરંપરાગત અલ્બેનિયન પોશાક પહેરીને વપરાશકર્તાઓને વેબસાઇટનો ઉપયોગ કરવામાં મદદ કરે છે.

AI મંત્રી ડિએલા ભ્રષ્ટાચારનો અંત લાવશે!

- Advertisement -

આ દેશના વડા પ્રધાન એડી રામાએ ‘ડિએલા’ ને મંત્રી તરીકે જાહેર કરી. રામાએ તેમના શાસક સમાજવાદી પક્ષને જણાવ્યું હતું કે સરકારી ટેન્ડર મેળવનારાઓના નામ નક્કી કરવાની જવાબદારી હવે મંત્રીઓને બદલે ‘ડીએલા’ પાસે રહેશે. ડીએલા વિશ્વના પ્રથમ એઆઈ મંત્રી છે જેમને ભ્રષ્ટાચારનો અંત લાવવાની જવાબદારી સોંપવામાં આવી રહી છે.

આ એઆઈ સિસ્ટમ દરેક કંપની દ્વારા મૂકવામાં આવેલી બોલીઓની સમીક્ષા કરશે, જે માનવ હસ્તક્ષેપને દૂર કરશે અને લાંચ, ધમકીઓ અથવા પક્ષપાત જેવા જોખમોને પણ દૂર કરશે. વડા પ્રધાન રામ કહે છે કે ડીએલા જાહેર ભંડોળ પૂરું પાડવામાં આવતા પ્રોજેક્ટ્સ અને સરકારી ટેન્ડરોનું નિરીક્ષણ કરશે જેથી ભ્રષ્ટાચારને 100 ટકા દૂર કરી શકાય. જો રામા આ એઆઈ મંત્રીની મદદથી ભ્રષ્ટાચારને દૂર કરવામાં સફળ થાય છે, તો તે 2030 સુધીમાં અલ્બેનિયાને યુરોપિયન યુનિયનમાં જોડાવામાં મદદ કરશે.

- Advertisement -

રામાની સમાજવાદી પાર્ટીએ અલ્બેનિયામાં સતત ચોથી વખત સત્તા જીતી છે. અલ્બેનિયન બંધારણીય નિષ્ણાતો માને છે કે ‘એઆઈ મંત્રી’ ની મદદથી ભ્રષ્ટાચારનો અંત લાવવાની શક્યતા વિશે કંઈ કહેવું ખૂબ જ વહેલું ગણાશે. સૌ પ્રથમ, તેનું સત્તાવાર સ્થાન હજુ નક્કી થયું નથી. આ માટે હજુ થોડી વધુ મહેનતની જરૂર પડશે. ત્યારે જ તેના નિર્ણયોનું વિશ્લેષણ કરવામાં આવશે. ૧૯૯૦માં સામ્યવાદી સરકારના પતન પછી અલ્બેનિયામાં ભ્રષ્ટાચાર એક મહત્વપૂર્ણ મુદ્દો રહ્યો છે. અને આ વખતે ભ્રષ્ટાચારને નાબૂદ કરવા માટે AI પર આધાર રાખવામાં આવ્યો છે. એટલે કે, વિશ્વમાં ‘AI સરકાર’ની શક્યતા પણ વાસ્તવિકતા બનવા જઈ રહી છે.

નેવર અલોન એપ’

- Advertisement -

વેલ અહીં આપણે AI ની વિશેષ જવાબદારીને સાંકળતા કિસ્સામાં ભારતની જ વાત કરીયે તો,. AI ના અજાયબીઓનું બીજું ઉદાહરણ આપણા દેશની રાજધાની દિલ્હીમાંથી આવ્યું છે. દેશની પ્રતિષ્ઠિત તબીબી સંસ્થા AIMS એ વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય તરફ એક મોટું પગલું ભર્યું છે અને એક એપ લોન્ચ કરી છે. આ AI એપ વિદ્યાર્થીઓને આત્મહત્યા કરતા અટકાવશે.

વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય માટે લોન્ચ કરવામાં આવેલી આ AI એપને ‘નેવર અલોન એપ’ નામ આપવામાં આવ્યું છે. AIMS-દિલ્હીએ ગ્લોબલ સેન્ટર ઓફ ઇન્ટિગ્રેટિવ હેલ્થના સહયોગથી મેડિકલ વિદ્યાર્થીઓ માટે આ વોટ્સએપ આધારિત એપ વિકસાવી છે. આ એપ વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ પર લોન્ચ કરવામાં આવી હતી.

‘નેવર અલોન એપ’ ની મદદથી, તણાવગ્રસ્ત વિદ્યાર્થીઓ લક્ષણોના આધારે મનોચિકિત્સકો પાસેથી સલાહ લઈ શકશે. AIIMS ના મતે, દેશમાં દર વર્ષે હજારો લોકો આત્મહત્યા કરે છે, જેમાં વિદ્યાર્થીઓની સંખ્યા ખૂબ વધારે છે. આવા મોટાભાગના કિસ્સાઓમાં, માનસિક મદદ સમયસર મળતી નથી. પરંતુ હવે ફક્ત પાંચથી છ મિનિટની ચેટિંગમાં, વિદ્યાર્થીનો અડધા પાનાનો સારાંશ રિપોર્ટ એપ્લિકેશનમાં તૈયાર કરવામાં આવશે. લક્ષણો જોયા પછી, એપ્લિકેશન પોતે જ ઓન-કોલ કાઉન્સેલિંગ સૂચવશે.

Share This Article