Donald Trump Security Lapse : ટ્રમ્પની સુરક્ષા પર સવાલ! રિસોર્ટ ઉપરથી ત્રણ વિમાન પસાર, સૈન્યએ કરી દખલ

Arati Parmar
1 Min Read

Donald Trump Security Lapse : અમેરિકાના ફ્લોરિડામાં પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના માર-એ-લાગો રિસોર્ટ પર ત્રણ સિવિલ વિમાનોએ કથિત રીતે એરસ્પેસનું ઉલ્લંઘન કર્યું હતું. જેની માહિતી મળતાં જ નોર્થ અમેરિકન એરોસ્પેસ ડિફેન્સ કમાન્ડ (NORAD) એ F-16 ફાઈટર જેટ મોકલ્યા. અહેવાલો અનુસાર, F-16 ફાઈટર જેટએ ત્વરિત કાર્યવાહી કરતાં આ ત્રણે વિમાનોને સિક્યોરિટીવાળા વિસ્તારોમાંથી હડસેલ્યા હતા.

એરસ્પેસ ઉલ્લંઘનની ત્રણ ઘટનાથી હડકંપ
અહેવાલ અનુસાર એરસ્પેસ ઉલ્લંઘનની ઘટના સવારે સ્થાનિક સમયનુસાર 11:05, 12:10 અને 12:50 કલાકે બની હતી. ત્રણેય વિમાનોએ પામ બીચ એરસ્પેસમાં શા માટે ઉડાન ભરી તે અંગે સાચી માહિતી મળી શકી નથી. છેલ્લા કેટલાક સમયથી આવી ઘટનાઓ અવારનવાર બની રહી છે.

- Advertisement -

એક અહેવાલ પ્રમાણે ટ્રમ્પની માર-એ-લાગોની મુલાકાત દરમિયાન શહેરની ઉપર એરસ્પેસનું ત્રણ વખત ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું. એરસ્પેસ ઉલ્લંઘનની બે ઘટનાઓ 15 ફેબ્રુઆરીએ અને એક રાષ્ટ્રપતિ દિવસ એટલે કે 17 ફેબ્રુઆરીએ બની હતી.

- Advertisement -

- Advertisement -

Share This Article