Donald Trump Tariffs: સોના પર ટેરિફ અંગે ટ્રમ્પની મોટી જાહેરાત, ભાવમાં આવશે સીધી હિલચાલ

Arati Parmar
By Arati Parmar 2 Min Read

Donald Trump Tariffs: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સોના (Gold) પર ટેરિફ લાદવા જઈ રહ્યા છે, એવા ઘણાં નિવેદનો સામે આવ્યા હતા. પરંતુ હવે ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે ‘સોના પર કોઈ ટેરિફ (આયાત ડ્યુટી) લાદવામાં આવશે નહીં.’ તેમણે આ અંગેની જાહેરાત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ પર કરી છે.

વેપારીઓ અને રોકાણકારોએ રાહતનો શ્વાસ લીધો

- Advertisement -

ડોનાલ્ડ ટ્રમ્પની આ જાહેરાત પછી વિશ્વભરના બજારોમાં રાહત જોવા મળી છે, કારણ કે લોકો ટેરિફ લાદવાને કારણે કિંમતોમાં વધારા અંગે ચિંતિત હતા. ટ્રમ્પનું આ નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે તાજેતરમાં એવી મૂંઝવણ હતી કે નવો ટેરિફ વધારો સોના પર પણ લાગુ થશે, જે વૈશ્વિક સોનાના વેપારને અસર કરી શકે છે. ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ પર લખ્યું, ‘સોના પર કોઈ ટેરિફ લાગશે નહીં.’

સોના પર ટેરિફ અંગે ચિંતા કેવી રીતે ફેલાઈ?

- Advertisement -

ગયા અઠવાડિયે અમેરિકાના કસ્ટમ અધિકારીઓએ એક પત્ર જાહેર કર્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે ‘બે સ્ટાન્ડર્ડ વજન (એક કિલોગ્રામ અને 100 ઔંસ)ના સોનાના બારને ડ્યુટીના દાયરામાં રાખવા જોઈએ.’ આ પત્ર પછી સોનાના વેપારીઓ અને રોકાણકારોમાં ચિંતા હતી કે આનાથી આંતરરાષ્ટ્રીય સોનાના બજાર પર અસર પડશે. જોકે, હવે ટ્રમ્પના આ સ્પષ્ટ નિવેદનથી પરિસ્થિતિ સ્પષ્ટ થઈ ગઈ છે અને સોનાના વેપાર સાથે સંકળાયેલા વેપારીઓને રાહત મળી છે.

ઉલ્લેખનીય છે કે, અમેરિકાએ ભારતના રશિયન ક્રૂડ ખરીદવા પર વધુ 25% કર લાદ્યો છે. આ રીતે, કુલ 50% ટેરિફ લાદવામાં આવ્યો હતો. ભારતે આ નિર્ણયની સખત નિંદા કરી હતી અને તેને અન્યાયી, અવ્યવહારુ અને અસ્વીકાર્ય ગણાવ્યો હતો.

- Advertisement -
Share This Article