Eileen Wang China Agent: અમેરિકામાં એક પૂર્વ Mayor ચીનની ‘Secret Agent’ નીકળ્યા છે. દક્ષિણ કેલિફોર્નિયાના પૂર્વ Mayor Eileen Wang એ ચીની સરકારના એક ગેરકાયદેસર Agent તરીકે કામ કરવાનો પોતાનો ગુનો કબૂલ કર્યો છે. ચાલુ મહિને જ Mayor પદ પરથી રાજીનામું આપનારા Eileen એ કોર્ટ સમક્ષ એ સ્વીકાર્યું કે તેમણે ચીની સત્તાવાળાઓ વતી બેઇજિંગની તરફેણમાં લેખો Share કર્યા હતા. આવું કરતી વખતે તેમણે અમેરિકા સરકારને માહિતી આપી ન હતી, જે કાયદા હેઠળ જરૂરી હતું.
Eileen એ લોસ એન્જલસની એક Federal Court માં શુક્રવારે ગુનો કબૂલ્યો છે. કોર્ટે તેમની કબૂલાત પછી ચુકાદો અનામત રાખ્યો છે. કોર્ટ ૬ ઓક્ટોબરે સજા સંભળાવશે. સજા સંભળાવવામાં આવે ત્યાં સુધી Eileen ને ૨૫,૦૦૦ અમેરિકી ડોલરના Bond પર મુક્ત કરવામાં આવ્યા છે. આ Case માં Eileen Wang ને ૧૦ વર્ષ સુધીની જેલ અને ત્રણ વર્ષ સુધી દેખરેખ હેઠળ રહેવાની સજા થઈ શકે છે.
ચાલુ મહિને જ આપ્યું રાજીનામું
Eileen Wang એ આ મહિનાની શરૂઆતમાં અર્કાડિયાના Mayor પદ પરથી રાજીનામું આપી દીધું હતું. તેમના પર એપ્રિલમાં અમેરિકામાં એક વિદેશી સરકારના Agent તરીકે કામ કરવાનો આરોપ લાગ્યો હતો. ૫૬ વર્ષના Wang નવેમ્બર ૨૦૨૨ માં પાંચ સભ્યોની નગર પરિષદ માટે ચૂંટાયા હતા, જેમાંથી મહાપોરની ચૂંટણી વારાફરતી થાય છે.
Federal પ્રોસિક્યુટર્સનું કહેવું છે કે Eileen Wang નું ગેરકાયદેસર આચરણ ૨૦૨૦ થી ૨૦૨૨ સુધી ચાલ્યું. અર્કાડિયાના સત્તાવાળાઓ અને Wang ના વકીલોએ જણાવ્યું કે આ તેઓ પદ સંભાળે તે પહેલાં જ સમાપ્ત થઈ ગયું હતું. અર્કાડિયા લોસ એન્જલસથી ૨૧ કિલોમીટર ઉત્તર-પૂર્વમાં આવેલું છે. ૫૩,૦૦૦ ની વસ્તી ધરાવતા આ શહેરમાં મોટાભાગની વસ્તી એશિયન છે. અહીં ચીની લોકો ખૂબ મોટી સંખ્યામાં રહે છે.

