Greenland Property Laws: ગ્રીનલેન્ડમાં કોઈપણ વ્યક્તિ ઘર કે ઈમારત ખરીદી શકે છે, પરંતુ જમીન ખરીદવાની પરવાનગી કોઈને નથી. અહીંની વિચારધારા સ્પષ્ટ છે, જમીન કોઈ એક વ્યક્તિની નથી પરંતુ સમગ્ર સમાજની છે, તેથી તમામ જમીન સરકાર અને પબ્લિક ઓથોરિટીના અધીન રહે છે. આ જ કારણ છે કે ગ્રીનલેન્ડમાં ખાનગી જમીનનો માલિકી હક મળતો નથી.
જમીન માટે ખરીદી નહીં, પરવાનગી જરૂરી
જો કોઈ ઘર બનાવવા માંગે છે અથવા ખરીદ્યા પછી તેમાં રહેવા માંગે છે, તો તેણે જમીનના વપરાશની મંજૂરી લેવી પડે છે. આને સાઈટ એલોકેશન કહેવામાં આવે છે. આ પરવાનગી નગરપાલિકા એટલે કે મ્યુનિસિપાલિટી આપે છે. ઘર બનાવવું, પાર્કિંગ બનાવવું, દુકાનને ઘરમાં ફેરવવી કે હોડી ઉભી રાખવી, દરેક વસ્તુ માટે અરજી કરવી અનિવાર્ય છે.
દરેક વ્યક્તિ નથી ખરીદી શકતી ઘર
ગ્રીનલેન્ડમાં પ્રોપર્ટી ખરીદવાના નિયમો પણ કડક છે. માત્ર ગ્રીનલેન્ડ, ડેનમાર્ક કે ફેરો આઇલેન્ડ્સના નાગરિકો જ સીધું ઘર ખરીદી શકે છે. બહારના લોકો જો ઓછામાં ઓછા બે વર્ષ અહીં રહીને ટેક્સ ભરે છે, ત્યારે જઈને અરજી કરી શકે છે. રાજધાની નૂક જેવા શહેરોમાં ઘર મેળવવા માટે ૧૦ થી ૧૨ વર્ષ સુધી રાહ જોવી પડે છે.
ગ્રીનલેન્ડમાં જમીનનો કાયદો
જ્યારે દુનિયામાં જમીન અને ઘર રોકાણનું સાધન બની ચૂક્યા છે, ત્યારે ગ્રીનલેન્ડનું આ મોડેલ જણાવે છે કે સંસાધનોને સહિયારા માનીને પણ સમાજ ચાલી શકે છે. આ જ વિચારધારા ગ્રીનલેન્ડને રાજકીય અને સામાજિક રીતે ખાસ બનાવે છે. ગ્રીનલેન્ડમાં ઘર ખરીદવું શક્ય છે, પણ જમીન નહીં. આ નિયમ માત્ર કાયદો નથી, પરંતુ તે વિચારની ઓળખ છે જ્યાં જમીન સોદો નહીં, પણ વારસો માનવામાં આવે છે.

