Greta Thunberg India Protest: સ્વીડનની કાર્યકર ગ્રેટા થનબર્ગે દિલ્હીમાં મજબૂતીથી વિરોધ પ્રદર્શન કરનાર ભારતીય વિદ્યાર્થીઓના વખાણ કર્યા છે. લંડનના ટ્રાફલગર સ્ક્વેર ખાતે SFIની રેલીમાં ભાગ લેતાં થનબર્ગે કહ્યું કે ભારતીય યુવાનોએ જે એકતા સાથે આંદોલન કર્યું, તેણે દુનિયાભરના લોકોને આશા આપી છે. તેમણે ધર્મેન્દ્ર પ્રધાનના મંત્રીપદ પરથી રાજીનામા પર ખુશી વ્યક્ત કરી અને ભારતના વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓને અભિનંદન આપતાં કહ્યું કે આ આંદોલને સામાન્ય લોકોની શક્તિનો સાચો અર્થ સમજાવ્યો છે.
પર્યાવરણ અને માનવાધિકાર માટેના પોતાના સંઘર્ષ માટે ઓળખ ધરાવતી ગ્રેટા થનબર્ગે કહ્યું, “ભારતીય વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શને અમને સૌને ગૌરવની લાગણી કરાવી છે. તેમણે અમને આશા આપી છે. તેઓ બતાવે છે કે જ્યારે લોકો એકસાથે આવે છે અને વિરોધ કરે છે ત્યારે આપણે શું હાંસલ કરી શકીએ. તેઓ જનશક્તિનો સાચો અર્થ દર્શાવે છે.”
SFI-UK’s victory gathering is in full swing at Trafalgar Square! We send our salutes to @GretaThunberg, who showed up in solidarity with the Indian student movement at the London protest today. The student movement has given global activists hope about the power of the people ✊ pic.twitter.com/nvtsYqEI2R
— Students’ Federation of India – United Kingdom (@sfi_uk) July 26, 2026
‘અમે ભારતીય વિદ્યાર્થીઓની સાથે છીએ’
ગ્રેટા થનબર્ગ તે ઘણા લોકોમાં સામેલ હતાં, જેઓ આંદોલનની જીતની ઉજવણી કરવા માટે SFI દ્વારા લંડનમાં આયોજિત સપ્તાહાંતની સભામાં જોડાયા હતા. ગ્રેટાએ કહ્યું, “ન્યાય માટે ભારતીય વિદ્યાર્થીઓનો સંઘર્ષ અને લોકશાહી તથા સ્વતંત્રતા માટેનો વ્યાપક સંઘર્ષ અમારો પણ સંઘર્ષ છે. તેથી હવે આપણે સૌએ એકસાથે આવવું જોઈએ અને ભારત પ્રત્યે એકતા દર્શાવવી જોઈએ.”
સ્ટુડન્ટ્સ ફેડરેશન ઑફ ઇન્ડિયા (SFI) ની બ્રિટન એકમે લંડનમાં જંતર-મંતર પ્રદર્શનના સમર્થનમાં સતત વિરોધ પ્રદર્શન કર્યા હતા. આ પ્રદર્શનો દરમિયાન શરૂઆતમાં ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ કરવામાં આવી હતી અને રાજીનામા બાદ ઉજવણી પણ કરવામાં આવી હતી. ગ્રેટા એવા અનેક વિદેશી કાર્યકરોમાં સામેલ હતાં, જેઓ આ પ્રદર્શનને યોગ્ય ગણાવી તેનો સમર્થન કરી રહ્યા છે.
SFI-UK Secretary Comrade Somiha Chatterjee sends our Laal Salaam from London to the Indian student movement. The victory we bask in is the result of our comrades’ relentless struggle ✊ pic.twitter.com/YU17L6Suge
— Students’ Federation of India – United Kingdom (@sfi_uk) July 26, 2026
જંતર-મંતર પ્રદર્શનનો મામલો શું છે?
દિલ્હીએ છેલ્લા એક મહિનામાં ભારે વિરોધ પ્રદર્શન જોયાં છે. દિલ્હીના જંતર-મંતર ખાતે કોકરોચ જનતા પાર્ટી (CJP) અને ડાબેરી વિદ્યાર્થી સંગઠનોના નેતૃત્વ હેઠળ NEET પેપર લીકના મુદ્દે યુવાનોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ પ્રદર્શન તરફ દુનિયાનું ધ્યાન ત્યારે ગયું, જ્યારે 20 જુલાઈએ કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે વિદ્યાર્થીઓએ સંસદ તરફ કૂચ કરી હતી, જેને પોલીસ દ્વારા બળપૂર્વક અટકાવવામાં આવી હતી.
20 જુલાઈએ દિલ્હીમાં થયેલા વિરોધ પ્રદર્શન અને હિંસા બાદ ભારતના મોટા શહેરો ઉપરાંત દુનિયાના અનેક વિસ્તારોમાં પણ લોકો આ મુદ્દે રસ્તા પર ઉતર્યા હતા. એક મહિનાથી વધુ સમય સુધી ચાલેલા વિરોધ પ્રદર્શન બાદ 25 જુલાઈએ ધર્મેન્દ્ર પ્રધાને જાહેરાત કરી હતી કે તેમણે વડાપ્રધાનને શિક્ષણમંત્રી પદ પરથી પોતાનું રાજીનામું સોંપી દીધું છે. ત્યારબાદ વિદ્યાર્થી સંગઠનોએ રસ્તા પર ઉતરીને ઉજવણી કરી અને મીઠાઈઓ વહેંચી હતી.

