Hantavirus Global Risk: હંતા વાયરસના ખોફમાં દુનિયા, કેવી રીતે શરૂ થયો અને દુનિયાના કયા દેશોમાં અત્યાર સુધી પહોંચ્યો, જાણો કેટલો ખતરનાક

Arati Parmar
4 Min Read
Hantavirus Global Risk

Hantavirus Global Risk: કોવિડ મહામારી બાદ એકવાર દુનિયામાં એક નવા વાયરસનો ડર ફેલાઈ રહ્યો છે. આ વાયરસનું નામ છે- હંતા વાયરસ. વાયરસનો વર્તમાન પ્રકોપ દુનિયાભરમાં સાર્વજનિક સ્વાસ્થ્યને લઈને ચિંતાઓ વધારી રહ્યો છે. તાજેતરમાં સામે આવેલા કેટલાક કેસોએ આ વાયરસને ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં લાવી દીધો છે. જેમાં એટલાન્ટિકની યાત્રા પર નીકળેલા ક્રૂઝ શિપમાં થયેલું સંક્રમણ પણ સામેલ છે. હંતા વાયરસનું પ્રલયકારી સ્વરૂપ તે બીમારીઓથી અલગ છે, જેની આપણને આદત છે.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) ના મહામારી અને વૈશ્વિક મહામારી વ્યવસ્થાપનના નિર્દેશક ડો. મારિયા વાન કેરકોવે ગુરુવારે એક પ્રેસ કોન્ફરન્સમાં સ્પષ્ટ કર્યું કે “આ ન તો કોવિડ છે અને ન તો ઇન્ફ્લુએન્ઝા. તે બિલકુલ અલગ રીતે ફેલાય છે.”

અત્યારે એટલાન્ટિકમાં હાજર ડચ ધ્વજવાળું ક્રૂઝ શિપ MV હોન્ડિયસ દુનિયાભરમાં ચર્ચામાં બનેલું છે. ક્રૂઝ પર વાયરસ ફેલાવાથી ત્રણ લોકોના મોત થયા અને અન્ય ઘણા લોકો સંક્રમિત થઈ ગયા. જોકે, WHO એ ભારપૂર્વક કહ્યું છે કે તેનું જોખમ ઓછું જ રહેશે, કારણ કે હંતા વાયરસ એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં સરળતાથી ફેલાતો નથી.

- Advertisement -

કેવી રીતે ફેલાયું સંક્રમણ?

ઘણા દેશોના લગભગ 150 પ્રવાસીઓને લઈને આર્જેન્ટિનાથી રવાના થયેલા જહાજ પર પહેલો કેસ 2 મે ના રોજ સામે આવ્યો, જ્યારે જહાજ પર સવાર રહેલા એક વ્યક્તિનો તપાસ રિપોર્ટ પોઝિટિવ આવ્યો. સંક્રમણનો પહેલો શિકાર એક 70 વર્ષીય ડચ નાગરિક હતા, જે 1 એપ્રિલના રોજ યાત્રા શરૂ થયાના થોડા સમય બાદ જ બીમાર પડી ગયા હતા. તેમણે તાવ, માથાનો દુખાવો અને ઝાડાની ફરિયાદ કરી હતી. તેમનું જહાજ પર જ મોત નીપજ્યું હતું.

આ જહાજ એન્ટાર્કટિકા અને દૂર દક્ષિણ એટલાન્ટિક ટાપુઓ પરથી પસાર થયું. 24 એપ્રિલના રોજ સેન્ટ હેલેનામાં તેમનો મૃતદેહ કાઢવામાં આવ્યો, જ્યાં તેમની પત્ની સહિત 29 મુસાફરો ઉતર્યા. બાદમાં તેમની પત્નીનું દક્ષિણ આફ્રિકામાં મોત થયું. ત્રીજું મોત એક જર્મન મહિલાનું થયું.

- Advertisement -

WHO ચીફ ટેડ્રોસ અધાનોમ ઘેબ્રેયસસે જણાવ્યું કે અત્યાર સુધી પાંચ પુષ્ટિ થયેલા અને ત્રણ શંકાસ્પદ કેસ સામે આવ્યા છે, જેમાં આ ત્રણેય મોત પણ સામેલ છે. તેમણે કહ્યું કે હજુ વધુ કેસ સામે આવી શકે છે.

હંતા વાયરસથી સીધી રીતે પ્રભાવિત દેશો

આર્જેન્ટિના- મુસાફરોએ આ જ દેશથી જહાજ પર સફરની શરૂઆત કરી

- Advertisement -

સેન્ટ હેલેના- વાયરસથી સંક્રમિત મુસાફરો જહાજથી ઉતર્યા

દક્ષિણ આફ્રિકા- સંક્રમિત મુસાફરોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા

કેપ વર્ડે- ક્રૂઝના રસ્તામાં અને ક્વોરેન્ટાઇનની વ્યવસ્થા

નીધરલેન્ડ- બે ડચ મુસાફરોના મોત

બ્રિટન- બ્રિટનથી જોડાયેલો એક કેસ સામે આવ્યો

WHO એ ઘણા દેશોને સૂચિત કર્યા છે, કારણ કે તેમના નાગરિકો સેન્ટ હેલેનામાં ઉતર્યા હતા. આ દેશો છે-

કેનેડા

ડેનમાર્ક

જર્મની

ન્યુઝીલેન્ડ

સેન્ટ કિટ્સ એન્ડ નેવિસ

સિંગાપોર

સ્વીડન

સ્વિટ્ઝર્લેન્ડ

તુર્કી

અમેરિકા

હંતા વાયરસ કેટલો ખતરનાક?

હંતા વાયરસને બે શ્રેણીઓમાં વહેંચવામાં આવે છે. યુરોપ અને એશિયામાં ઓલ્ડ વર્લ્ડ હંતા વાયરસ મુખ્યત્વે કિડની પર હુમલો કરે છે. જોકે, તે ગંભીર હોય છે, પરંતુ તેમાં મૃત્યુદર ઓછો હોય છે. તે 1 ટકાથી લઈને 15% સુધી હોય છે.

તેનું સૌથી ખતરનાક વેરિઅન્ટ ન્યુ વર્લ્ડ હંતા વાયરસ છે, જે અમેરિકામાં જોવા મળે છે. તેનાથી હંતા વાયરસ કાર્ડિયોપલ્મોનરી સિન્ડ્રોમ થાય છે. તે ઝડપથી ફેલાતી શ્વાસની બીમારી છે, જેનાથી ફેફસામાં પાણી ભરાઈ જાય છે. શરીરમાં ઓક્સિજનની ઉણપ થઈ જાય છે. તેનાથી મોતનો દર 35% થી 50% ટકા છે, જે તેને ખૂબ જ ખતરનાક બનાવે છે. એટલે કે દર બે સંક્રમિતમાંથી એકનું મોત થઈ જાય છે.

આ પણ વાંચો: Iran US Conflict: ‘હોર્મુઝમાં ફરી પ્રવેશશો તો તબાહ કરી દઈશું’, ઈરાનની અમેરિકાને ખુલ્લી ધમકી, ડોનાલ્ડ ટ્રમ્પનો પણ પલટવાર – Newz Cafe

Share This Article