લંડનમાં 700 મહિલાએ સાડી વોકેથોનમાં ભાગ લીધો અને ભારતીય સંસ્કૃતિના દર્શન કરાવ્યા
લંડનમાં 700 મહિલાએ સાડી વોકેથોનમાં ભાગ લીધો અને ભારતીય સંસ્કૃતિના દર્શન કરાવ્યા
માધાપર, તા. 17 : ભારતીય સંસ્કૃતિને લંડનમાં ઉજાગર કરવા 700 મહિલાએ સાડી વોકેથોનમાં ભાગ લીધો હતો. બાંધણી પહેરી કચ્છ એનઆરઆઇ?એસો.ના સદસ્ય સહિત 50 ગુજરાતી મહિલા દાંડિયારાસ રમતા જોવા મળ્યા હતા. કચ્છ એનઆરઆઇ એસો.ના મંત્રી રમીલાબેન કેરાઇએ જણાવ્યું હતું કે, કચ્છી બાંધણી વિશ્વમાં વધુમાં વધુ લોકપ્રિય બને તે માટે બાંધણી પહેરીને તેમની સાથે કાંતાબેન ગોરસિયા, હંસાબેન હીરાણી, વનિતાબેન હીરાણી વોકેથોનમાં જોડાયા હતા. ભારતીય સંસ્કૃતિમાં મહિલા પહેરવેશ સાડીનું મહત્ત્વ ઋગ્વેદમાં જોવા મળે છે. સુરતમાં સાડી વોકેથોન 2023 કાર્યક્રમ યોજાયો હતો. તેમ લંડનમાં 7મી ઓગસ્ટે ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતો બ્રિટિશ વૂમન ઇન સાડી વોકેથોનનું આયોજન કરાયું હતું. લંડન સિટીમાં 700 મહિલાએ સાડી પહેરી કાશ્મીરથી કન્યાકુમારીના બધા રાજ્યની ખૂબસુરત અને લોકપ્રિય જનદાની-ગોરાડ-બનારસી- ચિકન, ચુંદડી, પેથાણ-કાંજીવરમ્, લહેરિયા, કચ્છી બાંધણી, મધુબની, બાલચુરી, વેકટગીરી, કસાવુસાડી પહેરીને લંડનના પ્રાઇમ મિનિસ્ટરના સ્થાનથી 10 ડાઉનિંગ સ્ટ્રીટ થઇ પાર્લામેન્ટ સ્ક્વેર સુધી મહાત્મા ગાંધીજીની પ્રતિમા સુધી ભાગ લીધો હતો. રસ્તાભરમાં રંગબેરંગી સાડીથી સુશોભિત મહિલાઓ થકી ભારતીય સંસ્કૃતિના રંગ જોવા મળ્યા હતા. ભારતીય સંસ્કૃતિમાં સૌથી લાંબું અને પૌરાણિક વત્ર સાડી ત્રીના સન્માન, સભ્યતા, અસ્મિતા અને રક્ષાનું પ્રતીક છે. દ્રૌપદીના ચીરહરણમાં પણ સાડી રક્ષા કવચ તરીકે જોવા મળે છે. ભારતમાં સાડીના શહેર કાંચીપુરમ્ની સિલ્કની કાંજીવરમ્ વિશ્વપ્રસિદ્ધ છે. બનારસની બનારસી, બિહારની મધુબની જે સીતા માતાના ચિત્રોવાળી સાડી, બંગાળની બાલચુરી બાવન બુટિવારી, બૌદ્ધ ધર્મના 8 પવિત્ર ચિહ્નવાળી બ્રહ્માન્ડના દર્શન જોવા મળે છે. કુસાવુસાડી કેરળની શુભ સાડીની માન્યતા છે, જે લગ્ન પ્રસંગે પહેરાય છે. વિવાહ પટ્ટા સાડીને ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકર્ડમાં સ્થાન મળ્યું છે, જેની કિંમત 40 લાખ રૂપિયા જેટલી હોય?છે અને ચેન્નાઇમાં બને છે. આમ ભારતીય સંસ્કૃતિ અને કાશ્મીરથી કન્યાકુમારીની પ્રખ્યાત-પૌરાણિક સાડી ભરતકામ, વણકર, પેઇન્ટિંગ કલાને લોકપ્રિયતા અપાવવા વોકેથોન સાડી પ્રોગ્રામ રખાયો હતો. આ કાર્યક્રમના મુખ્ય ઓર્ગેનાઇઝર દીપ્તીબેન જૈન, બીજા રાજ્યના કો-ઓર્ડિનેટર પણ જોડાયા હતા. ગુજરાત કો-ઓર્ડિનેટર એનજીબેન છાભૈયા, મીડિયા કો-ઓર્ડિનેટર વિભાબેન પટેલ હતા.
