ફરી આમનેસામને ઇઝરાયલ-ઇરાન

Reena Brahmbhatt
2 Min Read
Smoke billows after an Israeli strike on Jabalia as seen from Beit Lahia, in the northern Gaza Strip on May 19, 2024, amid the ongoing conflict between Israel and the militant Hamas group. (Photo by AFP)

તેહરાન, તા. 20 : વડાપ્રધાન નેતન્યાહુની હત્યાના પ્રયાસ બાદ ઈઝરાયલ ગમે ત્યારે ઈરાન પર ભીષણ હુમલો કરે તેવી સંભાવના વધતા ઈરાને જવાબી કાર્યવાહીનો ખોખારો ખાતા ધમકી આપી છે કે જો અમારા પર હુમલો થયો તો છોડીશું નહીં.

આ ધમકી એવા સમયે આવી છે જ્યારે અમેરિકી સંરક્ષણ વિભાગ પેન્ટાગનના ગુપ્ત દસ્તાવેજ, જેમાં ઇઝરાયલના સંભવિત હુમલા અંગે સૈન્ય તૈયારીઓને ઉલ્લેખ છે તે લીક થઈ ગયા છે. આ દસ્તાવેજમાં ઈઝરાયલ પાસે પરમાણુ હથિયાર હોવાનો ઉલ્લેખ છે જે અંગે ઇઝરાયલ હંમેશાં ઇનકાર કરતું રહ્યું છે. મધ્યપૂર્વમાં એક સાથે અનેક મોરચે લડી રહેલા ઈઝરાયલના નિશાને હવે ઈરાન છે.

- Advertisement -

બન્ને દેશ વચ્ચે પરિસ્થિતિ અત્યંત સ્ફોટક છે અને ગમે ત્યારે પૂર્ણ કક્ષાનું યુદ્ધ ફાટી નીકળે તેવો ભય છે. અમેરિકી ગુપ્તચર એજન્સીના કેટલાક દસ્તાવેજ લીક થઈ ગયા બાદ સામે આવ્યું કે ઈઝરાયલ ઈરાન પર મોટા હુમલાની તૈયારીમાં છે. ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામીન નેતન્યાહુના અંગત નિવાસસ્થાન ઉપર ડ્રોન હુમલો થયા બાદ ઈઝરાયલે ઈરાન સામે આંગળી ઉઠાવી આ હુમલાને મોટી ભૂલ ગણાવી છે.

ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાગચીએ ધમકી આપી છે કે અમારા પર હુમલો એટલે ખતરાની લાલ રેખા પાર કરવા સમાન હશે જેનો યોગ્ય જવાબ આપવામાં આવશે. અમેરિકી મીડિયા અનુસાર, ઈરાન વિરુદ્ધ જવાબી કાર્યવાહી અંગે ઈઝરાયલની તૈયારીઓ અંગેની ખૂબ જ સંવેદનશીલ માહિતી લીક થઈ છે. અમેરિકા સહિત દુનિયાભરમાં ચિંતા છવાઈ છે કારણ કે ઈઝરાયલના ઈરાન પરના હુમલાની વ્યાપક અસરો જોવા મળી શકે છે. પેન્ટાગને 1પ અને 16 તારીખ ટાંકેલા ગુપ્ત દસ્તાવેજ લીક થવા માટે તપાસ શરૂ કરી છે.

- Advertisement -
Share This Article