Khawaja Asif Marilyn Monroe Comment: પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફ સોશિયલ મીડિયા યુઝર્સના નિશાન પર આવ્યા છે. તેનું કારણ એક સોશિયલ મીડિયા અકાઉન્ટ પર મર્લિન મનરોની તસવીર પર કરવામાં આવેલી તેમની કમેન્ટ છે, જેના માટે અનેક યુઝર્સે તેમની ટીકા કરી છે. અનેક યુઝર્સે યુવતીની તસવીર પર તેમની કમેન્ટને બેશરમી ગણાવી છે. જ્યારે અન્ય ઘણા લોકોએ સંરક્ષણ મંત્રી જેવા હોદ્દા પર બેઠેલી વ્યક્તિ માટે તેને બિનવ્યાવસાયિક વલણ ગણાવ્યું છે. અનેક યુઝર્સે સવાલ કર્યો છે કે આખરે તેમનું અકાઉન્ટ કોણ હૅન્ડલ કરી રહ્યું છે, જેના કારણે આવી હલકી કમેન્ટ કરવામાં આવી રહી છે.
ખ્વાજા આસિફે ઓલિવિયા એમી નામના અકાઉન્ટ પર કમેન્ટ કરી છે. એમીને ન્યૂયોર્કમાં રહેતી કન્ટેન્ટ ક્રિએટર અને ઇન્ફ્લુએન્સર તરીકે ઓળખાવવામાં આવી છે, જે સોશિયલ મીડિયા પર ઘણી સક્રિય રહે છે. હકીકતમાં, એમીએ મંગળવારે ઑપ્ટિકલ ઇલ્યુઝન ધરાવતી મર્લિન મનરોની તસવીર શૅર કરીને લખ્યું હતું, ‘આ માત્ર બાજ જેવી તીક્ષ્ણ નજર ધરાવતા લોકો માટે છે. શું તમે તસવીરમાં એક એવી વસ્તુ ઓળખી શકો છો, જે 1956ની નથી. ધ્યાનથી જુઓ, તે બધાની સામે જ છે.’
Eagle Eyes Only…
Can you spot the one thing that doesn’t belong in 1956?
Look closely it’s hiding in plain sight. https://t.co/wOc8BzLdLk
— Olivia emi (@emmii_67) October 13, 2026
આસિફની કમેન્ટથી વિવાદ.
આસિફે એમીની આ તસવીરને ક્વોટ-ટ્વીટ કરીને ‘Watch’ લખ્યું હતું. આના પર તરત જ પાકિસ્તાનના લોકોનું ધ્યાન ગયું અને તેમણે ખ્વાજા આસિફની ટીકા શરૂ કરી. ખાસ કરીને કટ્ટરપંથી લોકોની કમેન્ટ્સ આવી હતી, જેમણે તસવીરમાં મનરોના ‘ટૂંકાં કપડાં’ તરફ ધ્યાન દોર્યું હતું. આ યુઝર્સે કહ્યું હતું કે ઇસ્લામિક રિપબ્લિક ઑફ પાકિસ્તાનના મંત્રીએ આવું ન કરવું જોઈએ અને આ વલણ યોગ્ય નથી.
ખ્વાજા આસિફ વિરુદ્ધ સૌથી આકરી ટ્વીટ કરનારાઓમાં અફઘાનિસ્તાનના બુરહાનુદ્દીન સામેલ છે. બુરહાનુદ્દીને X પર ખ્વાજાની કમેન્ટ શૅર કરીને લખ્યું, ‘આ બેશરમ માણસને જુઓ, તે ઇસ્લામિક રિપબ્લિક ઑફ પાકિસ્તાનનો સંરક્ષણ મંત્રી છે. ખ્વાજા, આટલી વહેલી તકે દારૂ પીવાનું બંધ કરો. તમે આખી દુનિયા સામે પાકિસ્તાનને શરમજનક સ્થિતિમાં મૂકી રહ્યા છો. X પર નગ્ન યુવતીઓની તસવીરો પોસ્ટ કરી રહ્યા છો.’
Look at this shameless man He is the Defence Minister of so-called Islamic Republic of Pakistan.
Khawaja ! Stop drinking so early in the night.
You’re embarrassing Pakistan in front of the whole world! 😂
Your country is drenched in blood, yet you are posting pictures of naked girls on X.
Shame on fake you Minister. @KhawajaMAsif
— برهان الدین | Burhan uddin (@burhan_uddin_0) October 13, 2026
ખ્વાજા આસિફ ચર્ચામાં રહે છે.
ખ્વાજા આસિફ પાકિસ્તાનના વરિષ્ઠ રાજકારણીઓમાં ગણાય છે, પરંતુ તેઓ ઘણીવાર ‘ખોટાં’ કારણોસર ચર્ચામાં રહે છે. તાજેતરમાં જ તેમને ઑનલાઇન ટીકાનો સામનો કરવો પડ્યો હતો, જ્યારે એક અફઘાન મહિલા પત્રકારના સવાલનો જવાબ આપતાં તેમણે કહ્યું હતું કે જો તે પાછી જશે તો તાલિબાન તેને મારી નાખશે. આ વાત કહેતી વખતે તેમણે ગળું કાપવાનો ઇશારો કર્યો હતો.
ખ્વાજા આસિફ ભારત અંગે પણ વારંવાર નિવેદનો આપતા રહે છે. મે, 2025ના સૈન્ય સંઘર્ષ બાદ આસિફે ભારત અંગે વારંવાર નિવેદનો આપ્યાં છે. સિંધુ જળ સંધિના મુદ્દે પણ તેઓ ઘણીવાર ભારતને ધમકાવવાનો પ્રયાસ કરતા જોવા મળ્યા છે. તેઓ પાકિસ્તાનના રાજકારણ અંગે પણ આવાં નિવેદનો આપતા રહ્યા છે, જે તેમની પોતાની સરકાર માટે મુશ્કેલીનું કારણ બની જાય છે.
