North Korea built nuclear submarine: ઉત્તર કોરિયાની નવી તાકાત! પાણી નીચેથી મિસાઇલ છોડી શકતી ન્યુક્લિયર સબમરીન તૈયાર

Arati Parmar
2 Min Read

North Korea built nuclear submarine: ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ ઉને અમેરિકાના પ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પ માટે નવું ટેન્શન ઊભું કર્યું છે. ઉત્તર કોરિયાએ ખતરનાક સબમરીન બનાવી છે. જે અમેરિકા અને દક્ષિણ કોરિયા માટે ખતરારૃપ છે. થોડા સમયપૂર્વે જ પરમાણુ શક્તિથી ચાલતી તેની સબમરીનનું અનાવરણ કર્યું. તેની તસ્વીરો સરકારી મીડિયાએ પ્રસિધ્ધ કરી છે.

દક્ષિણ કોરિયાનાં પાટનગર સીઉલ સ્થિત હાન-યાંગ વિશ્વવિદ્યાલયના પ્રોફેસર અને સબમરીન એક્સપર્ટ મૂન હ્યુન-સિકે કહ્યું હતું કે આ સબમરીન ૬૦૦૦ કે ૭૦૦૦ રન શ્રેણીની હશે તેમ લાગે છે. તે આશરે ૧૦ મિસાઇલ્સ લઇ જઇ શકે તેવી છે. અહીં મિસાઇલ શબ્દનો અર્થ જ તે છે કે તે મિસાઇલ્સ પરમાણુ શસ્ત્રો લઇ જઇ શકે તેવાં હોઈ શકે તે આપણા માટે (દ.કોરિયા માટે) અને અમેરિકા તેમ બંને માટે ખતરા સમાન છે.

- Advertisement -

અમેરિકાની રાષ્ટ્રીય સંરક્ષણ પરિષદના પ્રવક્તા બ્રાયન હ્યુજીસે કહ્યું હતું કે અમને તે બંને દાવાની માહિતી છે પરંતુ અમારી પાસે આથી વધુ માહિતી નથી. હ્યુજીસે કહ્યું, ‘અમેરિકા, ઉત્તર કોરિયાનાં સંપૂર્ણ પરમાણુ-નિશસ્ત્રીકરણ’ માટે પ્રતિબધ્ધ છે.

પરમાણુ ઉર્જાથી ચાલતી સબમરીન અત્યાધુનિક હથિયારોની લાંબી સૂચિમાં સામેલ છે. ૨૦૨૧માં જ કીમ જોંગ ઊને તેવી સબમરીન રચવા સોગંદ ખાધા હતા, અને કહ્યું હતું કે તેવી સબમરીન અમેરિકાનાં નેતૃત્વ નીચેનાં સૈન્યના ખતરાનો સામનો કરી શકે.

ઉત્તર કોરિયા પાસે આ ન્યુક્લિયર સબમરીન ઉપરાંત અંતર ખંડીય બેલાસ્ટિક મિસાઇલ્સ, હાીપર સોનિક મિસાઇલ્સ જાસૂસી ઉપગ્રહો અને મલ્ટી વોર હેડ મિસાઇલ્સ સામેલ છે. આ બધાનાં ઉત્તર કોરિયાએ અનેકવાર પરીક્ષણ કરી લીધાં છે.

પ્રશ્ન તે છે કે આટલા પ્રતિબંધો છતાં ઉત્તર કોરિયા ન્યુક્લિયર સબમરીન બનાવી કઇ રીતે શક્યું ? તો ઉત્તર તે છે કે યુક્રેન યુદ્ધમાં ઉત્તર કોરિયાએ રશિયાને અઢળક પરંપરાગત શસ્ત્રો આપ્યાં છે. ઉપરાંત ૧૨,૦૦૦ સૈનિકોનો પહેલો જથ્થો પણ મોકલ્યો છે. તેના બદલામાં રશિયાએ તે ન્યુક્લિયર સબમરિન માટે પરમાણુ રીએક્ટર બનાવી આપ્યું છે.

કોઈ માને કે ન માને પરંતુ ચાયના ઉત્તર કોરિયા, રશિયા અને ઇરાનની ધરી રચાઈ રહી છે તે નિશ્ચિત છે.

- Advertisement -
Share This Article