Pahalgam attack News : 24થી 36 કલાકમાં ભારત હુમલો કરશે: પાકિસ્તાની મંત્રીએ મોડી રાતે આપ્યું વિવાદાસ્પદ નિવેદન

Arati Parmar
By Arati Parmar 2 Min Read

Pahalgam attack News : જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે. ભારતની કાર્યવાહીના ડરથી પાકિસ્તાનમાં ગભરાટનો માહોલ છે. આ જ કારણ છે કે પાકિસ્તાનના માહિતી મંત્રી અતાઉલ્લાહ તરારે મોડી રાત્રે લગભગ 1.30 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી.

કેમ ગભરાયું પાકિસ્તાન?

- Advertisement -

આ દરમિયાન તેમણે દાવો કર્યો કે અમને વિશ્વસનીય ગુપ્ત માહિતી મળી છે. જે દર્શાવે છે કે ભારત આગામી 24 થી 36 કલાકમાં લશ્કરી હુમલો કરી શકે છે. આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે પીએમ મોદીએ મંગળવારે આતંકવાદ સામે નિર્ણાયક લડાઈ માટે સશસ્ત્ર દળોને છૂટ આપી હતી. જેથી તેઓ પહલગામ હુમલાના ગુનેગારો અને તેમના સાથીઓને સજા આપી શકે. આ આતંકવાદી હુમલામાં 26 લોકોએ જીવ ગુમાવ્યા હતા.

શું કહ્યું પાકિસ્તાનના મંત્રીએ…?

- Advertisement -

પાકિસ્તાનના માહિતી મંત્રી તરારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં લખ્યું છે કે પાકિસ્તાન પાસે વિશ્વસનીય ગુપ્ત માહિતી છે કે ભારત પહેલગામ ઘટનાને ખોટા બહાના તરીકે ઉપયોગ કરીને આગામી 24 થી 36 કલાકમાં સૈન્ય કાર્યવાહી કરી શકે છે. તરારે ચેતવણી આપતા કહ્યું કે કોઈપણ આક્રમક કાર્યવાહીનો નિર્ણાયક જવાબ આપવામાં આવશે. પાકિસ્તાન પોતે આતંકવાદનો ભોગ બન્યું છે અને આ કટોકટીના દુ:ખને ખરેખર સમજે છે. અમે હંમેશા દુનિયા સમક્ષ આતંકવાદની નિંદા કરી છે. તરારે કહ્યું કે પાકિસ્તાને સત્ય બહાર લાવવા માટે નિષ્ણાતોના તટસ્થ કમિશન દ્વારા વિશ્વસનીય, પારદર્શક અને સ્વતંત્ર તપાસની અમે દિલથી ઓફર કરી છે. પાકિસ્તાની મંત્રીએ આંતરરાષ્ટ્રીય સમુદાયને પરિસ્થિતિની ગંભીરતાને સમજવા પણ અપીલ કરી.

Share This Article