પન્નુએ દિલ્હીની શાળા બહાર મોદી વિરોધી નારા લખાવ્યા

Reena Brahmbhatt
1 Min Read

અમૃતસર, તા.26 : ખાલિસ્તાન સમમર્થક સંગઠન શીખ ફોર જસ્ટિસએ દિલ્હીની વ્હાઇટ લીફ પબ્લિક સ્કૂલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેનેડાના પૂર્વ હાઈ કમિશનર સંજય વર્મા વિરુદ્ધ સૂત્રોચ્ચાર લખ્યા છે. આતંકવાદી પન્નુએ એક વીડિયો જાહેર કરીને કહ્યું કે તેણે સૂત્રો લખ્યા છે.

જેમાં પીએમ અને વર્માને `િહન્દુ આતંકવાદી’ કહ્યા છે. આતંકવાદી પન્નુની આ પ્રતિક્રિયા એક સમાચાર એજન્સીને વર્માએ આપેલી મુલાકાત પછી આવી છે. આ મુલાકાતમાં વર્માએ કહ્યું હતું કે કેનેડાએ ભારત સાથે દગો કર્યો છે. કેનેડાના રાજકારણમાં ખાલિસ્તાની આતંકવાદીઓનો પ્રભાવ છે.

- Advertisement -
Share This Article