PM Modi in US: સામાન્ય રીતે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિદેશી પ્રવાસે હોય છે, ત્યારે તેમના સાથે વિશેષ સુરક્ષા જૂથ (SPG)ના લગભગ 100થી 150 કમાન્ડો તૈનાત રહે છે. જોકે, સુરક્ષા વ્યવસ્થા મિશન અનુસાર અલગ-અલગ હોઈ શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દુનિયાના સુરક્ષિત દેશોમાં ટોચ પર આવતા અમેરિકામાં જાય ત્યારે પણ તેમની સાથે એક ભારતીય સુરક્ષા ટીમ તેમની સાથે પડછાયાની જેમ રહે છે. વડાપ્રધાન મોદી અમેરિકા જાય છે, ત્યારે ભારતીય સુરક્ષા એજન્સીઓ તેમની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ઘણા મહત્વપૂર્ણ પગલાં લે છે. અમેરિકામાં કોઈ દેશના વડાની સુરક્ષાની જવાબદારી અમેરિકન સિક્રેટ સર્વિસની હોય છે, તેમ છતાં ભારતીય એજન્સીઓ (SPG, RAW, IB) મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. વડાપ્રધાનના વિદેશી પ્રવાસો પર તેમની વ્યક્તિગત સુરક્ષા SPG કમાન્ડો દ્વારા સુનિશ્ચિત કરવામાં આવે છે.
જે દેશમાં વડાપ્રધાન જઈ રહ્યા હોય છે, ત્યાંની સુરક્ષા એજન્સીઓ (જેમ કે અમેરિકામાં સિક્રેટ સર્વિસ) તેમની સુરક્ષામાં સહકાર આપે છે. વડાપ્રધાનના કાફલામાં બુલેટપ્રૂફ ગાડીઓ હોય છે અને ઘણી વખત તેમની ગાડી ભારતમાંથી પણ મોકલવામાં આવે છે. ભારતીય સુરક્ષા એજન્સીઓ વડાપ્રધાન જે દેશમાં જવાના હોય ત્યાં પહેલેથી જ પહોંચી જાય છે. RAW, IB અને અન્ય એજન્સીઓ પહેલેથી જ ત્યાં પહોંચી જઈને તે સ્થળોની તપાસ કરે છે. તેઓ ત્યાંની સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરે છે. જોકે, અમેરિકા જેવા દેશોમાં ભારતીય સુરક્ષા એજન્સીઓને એક મર્યાદા હેઠળ કામ કરવું પડે છે. તેમને તમામ સ્થળોનો પ્રવેશ નથી મળતો.
જોકે, એવું કહેવું જોઈએ કે અમેરિકા જેવા દેશોમાં વડાપ્રધાન મોદીની સુરક્ષા અમેરિકન સિક્રેટ સર્વિસ અને અન્ય એજન્સીઓના સહકારથી વધુ કડક બની જાય છે, જેથી કોઈપણ પ્રકારના ખતરા ન થાય. SPG કમાન્ડો હંમેશા વડાપ્રધાન સાથે રહે છે, ભલે તેઓ અમેરિકામાં હોય. આ ટીમ પીએમ મોદીની આસપાસ 3-સ્તરીય સુરક્ષા ઘેરો બનાવે છે. SPGનું એક વિશેષ દળ પહેલેથી જ અમેરિકા જઈને ત્યાંની સુરક્ષા વ્યવસ્થાનો સમીક્ષા કરે છે. આ ત્રણ લેયર પછી પણ અમેરિકાની એજન્સીઓએ અને સુરક્ષાકર્મીઓ કામ કરતા રહેતા હોય છે.
RAWની શું ભૂમિકા હોય છે?
Research and Analysis Wing એટલે કે RAWની ભૂમિકા ગુપ્ત રીતે સંભવિત ખતરાઓનું મૂલ્યાંકન કરવાની હોય છે. તે માટે તેઓ અમેરિકન સિક્રેટ સર્વિસની મદદથી મૂલ્યાંકન કરે છે. આ એજન્સી કોઈપણ આતંકી અથવા અન્ય સુરક્ષા ખતરાઓ પર પ્રી-ઇન્ટેલિજન્સ રિપોર્ટ તૈયાર કરે છે. પાકિસ્તાની આતંકી સંગઠનો અથવા અન્ય કોઈ જૂથ દ્વારા સંભવિત ખતરાઓની નજર રાખે છે. આવામાં અમેરિકા જેવા દેશમાં પણ ભારતીય સુરક્ષા એજન્સીઓ બારીકાઈથી તમામ બાબતો પર નજર રાખતી રહે છે.
IB શું કરે છે?
Intelligence Bureau એટલે કે IBનું સહયોગી દળ વડાપ્રધાનની સુરક્ષા માટે અમેરિકન સુરક્ષા એજન્સીઓ સાથે સંકલન કરે છે. આ એજન્સી ભારતીય દૂતાવાસ અને સ્થાનિક સુરક્ષા દળો સાથે સંપર્કમાં રહે છે. અમેરિકા માં ભારતીય સમુદાય અથવા અન્ય કોઈ વિરોધ-પ્રદર્શન પર નજર રાખે છે. વડાપ્રધાન માટે બુલેટપ્રૂફ કાર ઘણી વખત ભારતથી પણ મોકલવામાં આવે છે. તેમાં BMW 7-Series 760Li Security Edition કાર શામેલ છે. સેટેલાઇટ કમ્યુનિકેશન અને સુરક્ષિત રેડિયો ફ્રીક્વન્સીથી સુરક્ષા એજન્સીઓ સતત સંપર્કમાં રહે છે. ડ્રોન મોનિટરિંગ અને ઉચ્ચ ટેક્નીકલ ઉપકરણોનો ઉપયોગ થાય છે.
અમેરિકન એરપોર્ટ પર એર ઇન્ડિયા વનની સુરક્ષા કેવી રીતે વડાપ્રધાનનું વિમાન જે એરપોર્ટ પર ઊતરશે, ત્યાં તેની સુરક્ષા માટે ભારતીય વાયુસેનાના વિશેષ અધિકારીઓ હાજર રહે છે. પીએમના સ્પેશિયલ વિમાનનો રૂટ ગુપ્ત રાખવામાં આવે છે. સુરક્ષા માટે અમેરિકાના એર ડિફેન્સ સિસ્ટમ સાથે સંકલન કરવામાં આવે છે. કોઈ દેશના વડાનું વિમાન જ્યારે અમેરિકાના એરસ્પેસમાં પ્રવેશ કરે છે, ત્યારે અમેરિકન એર ફોર્સ તેના માટે વિશેષ સુરક્ષા વ્યવસ્થા કરે છે. એર ટ્રાફિક કંટ્રોલ વિમાનને કોઈપણ ખતરાથી બચાવવા માટે પ્રાથમિકતા આપે છે. એરપોર્ટ પર ઊતરતા જ અમેરિકન સુરક્ષા એજન્સીઓ તેમને સીધા બુલેટપ્રૂફ ગાડીઓ સુધી લઈ જાય છે.
દરેક દેશના વડા માટે એક ઇમરજન્સી એસ્કેપ પ્લાન તૈયાર કરવામાં આવે છે. કોઈપણ અપ્રત્યાશિત હુમલા અથવા ખતરાની સ્થિતિમાં તેમને ઝડપથી સુરક્ષિત સ્થળે લઈ જવાની યોજના તૈયાર રાખવામાં આવે છે. હેલિકોપ્ટર અને સૂરંગ માર્ગોનો પણ વિકલ્પ રાખવામાં આવે છે. ભારતીય SPG, અમેરિકન સિક્રેટ સર્વિસ, FBI, અને સ્થાનિક પોલીસ સાથે મળીને સુરક્ષા પ્લાન તૈયાર કરે છે. મોદીના કાર્યક્રમ સ્થળોની સુરક્ષા તપાસ ભારતીય એજન્સીઓ પહેલેથી જ કરી લે છે. જ્યારે તેઓ રોડ માર્ગે જાય છે, ત્યારે SPG અને સિક્રેટ સર્વિસના વાહનો તેમના કાફલાનો ભાગ હોય છે. કોઈપણ અપ્રત્યાશિત પરિસ્થિતિને પહોંચી વળવા માટે ઇમરજન્સી એસ્કેપ પ્લાન તૈયાર રાખવામાં આવે છે.
જ્યારે કોઈ દેશના વડા અમેરિકાની મુલાકાત લે છે, ત્યારે અમેરિકન સરકાર અને સુરક્ષા એજન્સીઓ તેમની સુરક્ષા માટે એક કડક અને બહુસ્તરીય યોજના તૈયાર કરે છે. – રાષ્ટ્રપ્રમુખના કાર્યક્રમ સ્થળોની સુરક્ષા તપાસ અને બેકગ્રાઉન્ડ વેરિફિકેશન કરવામાં આવે છે. – તેમનો VVIP કાફલો તૈયાર કરવામાં આવે છે, જેમાં બુલેટપ્રૂફ ગાડીઓ અને એસ્કોર્ટ વાહનો હોય છે. – હોટેલ, મીટિંગ વેન્યુ, અને જાહેર સભા સ્થળોની કડક સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવે છે.
અમેરિકન એજન્સીઓ પોતે શું કરે છે?
અમેરિકામાં અનેક સુરક્ષા એજન્સીઓ પોતે પણ સંકલન કરીને રાષ્ટ્રપ્રમુખની સુરક્ષા નક્કી કરે છે – U.S. Secret Service – મુખ્ય સુરક્ષા વ્યવસ્થા સંભાળે છે – Federal Bureau of Investigation (FBI) – સંભવિત આતંકી ખતરાઓ અને સાયબર સુરક્ષા પર નજર રાખે છે. – Department of Homeland Security (DHS) – વિદેશી રાષ્ટ્રપ્રમુખની અમેરિકામાં સુરક્ષા સંકલન કરે છે. – Central Intelligence Agency (CIA) – વિદેશ સાથે જોડાયેલા સંભવિત સુરક્ષા ખતરાઓનું વિશ્લેષણ કરે છે. – Local Police & SWAT Teams – કાર્યક્રમ સ્થળોએ તૈનાત કરવામાં આવે છે.
