Priya Saroj UNGA 81st Session: UNમાં છવાયાં સાંસદ પ્રિયા સરોજ, સંયુક્ત રાષ્ટ્રમાં અધિકારીઓનાં કારસ્તાનોનો મુદ્દો જોરશોરથી ઉઠાવ્યો

Arati Parmar
2 Min Read

Priya Saroj UNGA 81st Session: સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)ની 81મી બેઠકમાં છઠ્ઠી સમિતિના એજન્ડા આઇટમ 75 પર ભારતે પોતાનું વલણ અત્યંત કડક અને સ્પષ્ટ કરી દીધું છે. ‘સંયુક્ત રાષ્ટ્રના અધિકારીઓ અને મિશન પર તૈનાત નિષ્ણાતોની ગુનાહિત જવાબદારી’ વિષય પર બોલતાં ભારતીય સાંસદ પ્રિયા સરોજે મજબૂત રીતે પોતાનો અવાજ રજૂ કર્યો. તેમણે સ્પષ્ટ અને બે ટૂંકા શબ્દોમાં કહ્યું કે ભારત UN કર્મચારીઓના કોઈપણ પ્રકારના ગુનાહિત વર્તન અને ગેરવર્તનને સહન કરશે નહીં.

UN અધિકારીઓના ગુનાઓ સામે ઝીરો ટોલરન્સ

  • ન્યૂયોર્ક સ્થિત સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલયમાં ભારતનું રાષ્ટ્રીય નિવેદન રજૂ કરતાં સાંસદ પ્રિયા સરોજે કહ્યું કે સંયુક્ત રાષ્ટ્રની વિશ્વસનીયતા જાળવવા માટે તેના અધિકારીઓનું વર્તન પારદર્શક અને નિષ્કલંક હોવું અનિવાર્ય છે.
  • તેમણે કહ્યું કે UN મિશન પર તૈનાત કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલા કોઈપણ ગુનાહિત કૃત્ય અથવા અનૈતિક વર્તન સામે ભારત ‘ઝીરો ટોલરન્સ’ની નીતિ પર અડગ છે.
  • ગુનેગારોને સજા અપાવવા અને તપાસની પ્રક્રિયાને અસરકારક બનાવવા માટે સંયુક્ત રાષ્ટ્ર અને સભ્ય દેશો વચ્ચે વધુ મજબૂત સહયોગ તથા અસરકારક જવાબદારીની વ્યવસ્થાની જરૂર છે.
  • ન્યાય વ્યવસ્થામાં યોગ્ય પ્રક્રિયાનું પાલન થવું જોઈએ. સાથે જ, ગુનાનો ભોગ બનેલા લોકો અને સાક્ષીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવી અત્યંત જરૂરી છે.

સંયુક્ત રાષ્ટ્રની વિશ્વસનીયતા અને જવાબદારી પર ભાર

સાંસદ પ્રિયા સરોજે પોતાના સંબોધનમાં ફરીથી ભારપૂર્વક જણાવ્યું કે ભારત સંયુક્ત રાષ્ટ્રની વિશ્વસનીયતા, જવાબદારી અને વૈશ્વિક ભરોસાને મજબૂત બનાવવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે. જ્યારે UNના અધિકારીઓ અથવા નિષ્ણાતો પોતે કોઈ ગુનામાં સામેલ થાય છે, ત્યારે તેનાથી આંતરરાષ્ટ્રીય સંસ્થાની છબીને નુકસાન પહોંચે છે. તેથી આવા કિસ્સાઓમાં ઝડપી અને કડક કાર્યવાહી સમયની માંગ છે.

- Advertisement -

પ્રિયા સરોજે આ ઉપરાંત સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ (UNDP) સાથેની ચર્ચામાં ભાગ લીધો, UNICEFના પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરી અને ન્યૂયોર્કમાં ભારતના મહાવાણિજ્ય દૂત બિનાય એસ. પ્રધાન સાથે ભારતીય સમુદાયના લોકો સાથે વાતચીત કરી.

- Advertisement -
Share This Article