Trump Xi Jinping Summit: વૉશિંગ્ટનમાં શી જિનપિંગ સમક્ષ ટ્રમ્પે બાઇડેનની મજાક ઉડાવી, વાઇટ હાઉસમાં ‘ઑટોપેન’નો કર્યો ઉલ્લેખ

Arati Parmar
3 Min Read

Trump Xi Jinping Summit: વૉશિંગ્ટનમાં આયોજિત US-ચીન સમિટ (Trump Xi Jinping Summit) દરમિયાન એક એવી ઘટના જોવા મળી છે, જેને લઈને ડોનાલ્ડ ટ્રમ્પની ટીકા કરવામાં આવી રહી છે. તેમણે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની સામે પૂર્વ રાષ્ટ્રપતિ જો બાઇડેનની મજાક ઉડાવી. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને વાઇટ હાઉસની મુલાકાત કરાવી રહ્યા હતા ત્યારે તેમણે પૂર્વ રાષ્ટ્રપતિ જો બાઇડેનની મજાક ઉડાવવામાં કોઈ કસર છોડી નહીં.

વાઇટ હાઉસમાં રાષ્ટ્રપતિઓની પોર્ટ્રેટ ગૅલેરી પાસે પહોંચતા જ ટ્રમ્પે પોતાના ચિત્રો તરફ ઇશારો કરતાં કહ્યું, ‘ટ્રમ્પ, પછી ટ્રમ્પ અને પછી આ ઑટોપેન!’ આ સાંભળતાં જ શી જિનપિંગ અને તેમનું પ્રતિનિધિમંડળ હસી પડ્યું.

- Advertisement -

‘ન્યૂઝવીક’એ જણાવ્યું છે કે ગુરુવારે યોજાયેલી સમિટ દરમિયાન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને વાઇટ હાઉસમાં લગાવવામાં આવેલું એક નવું પ્રદર્શન બતાવ્યું હતું. આ પ્રદર્શનમાં અમેરિકાના રાષ્ટ્રપતિઓનાં ચિત્રો અને પૂર્વ રાષ્ટ્રપતિ જો બાઇડેનની મજાક ઉડાવતું એક ચિત્ર સામેલ હતું. આ દરમિયાન ટ્રમ્પે પૂર્વ રાષ્ટ્રપતિની મજાક ઉડાવી હતી.

શી જિનપિંગ સમક્ષ ટ્રમ્પે જો બાઇડેનની મજાક ઉડાવી

‘ન્યૂઝવીક’ અનુસાર ટ્રમ્પે પોતાના પ્રથમ અને બીજા કાર્યકાળની યાદ અપાવતા કૉલમ પાસે લગાવવામાં આવેલા પોતાના ચિત્રો તરફ ઇશારો કર્યો. ત્યારબાદ તેમણે બાઇડેન સાથે જોડાયેલા ‘ઑટોપેન’ (મશીનથી હસ્તાક્ષર કરવાનું સાધન)ના ચિત્ર તરફ ઇશારો કરતાં મજાકમાં કહ્યું, ‘ટ્રમ્પ, અને પછી ટ્રમ્પ અને આ ઑટોપેન છે.’ આના પર શી જિનપિંગ અને તેમનું પ્રતિનિધિમંડળ હસી પડ્યું. ત્યારબાદ ટ્રમ્પે ફરી શી જિનપિંગ તરફ ઇશારો કરતાં કહ્યું, ‘આ બાઇડેન છે.’

- Advertisement -

ટ્રમ્પ અને શી વચ્ચે શું વાતચીત થઈ?

ચીનના સરકારી મીડિયા અનુસાર ગુરુવારે વાઇટ હાઉસમાં થયેલી બેઠક દરમિયાન શી જિનપિંગ અને ટ્રમ્પે દુનિયાના અનેક મહત્વપૂર્ણ સુરક્ષા મુદ્દાઓ પર ચર્ચા કરી, જેમાં ઈરાન, યુક્રેનમાં રશિયાનું યુદ્ધ અને કોરિયન દ્વીપકલ્પમાં તણાવ સામેલ છે. બેઇજિંગે કહ્યું કે નેતાઓએ આવનારી પ્રાદેશિક પરિષદો માટે પણ સમર્થન વ્યક્ત કર્યું અને એવા અમેરિકન-ચીની સંબંધોને આગળ વધારવા પર સહમતી વ્યક્ત કરી, જેને શી જિનપિંગે ‘રચનાત્મક, વ્યૂહાત્મક અને સ્થિર’ ગણાવ્યા.

- Advertisement -

ચીનના સરકારી બ્રોડકાસ્ટર CCTVએ જણાવ્યું છે કે શી જિનપિંગે ખાસ કરીને વૉશિંગ્ટન અને તેહરાન વચ્ચે કૂટનીતિ તરફ પરત ફરવા પર ભાર મૂક્યો અને US-ઈરાન સંઘર્ષ શરૂ થયા બાદ જૂનમાં થયેલા વચગાળાના કરારને ફરી શરૂ કરવાના પ્રયાસોને સમર્થન આપ્યું. શી જિનપિંગે કહ્યું કે ચીન એક વ્યાપક, લાંબા ગાળાના કરાર સુધી પહોંચવાના હેતુથી ફરીથી વાતચીત શરૂ કરવાનું સમર્થન કરે છે, જેમાં ઈરાનનો પરમાણુ કાર્યક્રમ પણ સામેલ છે. ચીન ઈરાનનું સૌથી મોટું વેપારી ભાગીદાર અને ઈરાની તેલનું સૌથી મોટું ખરીદદાર બની રહ્યું છે.

Share This Article