Israel Gaza ceasefire attack: ગાઝામાં હમાસના હુમલામાં ઇઝરાયલના 5 સૈનિકના મોત, સીઝફાયર વચ્ચે થયો હુમલો

Arati Parmar
By Arati Parmar 2 Min Read

Israel Gaza ceasefire attack: ગાજામાં પેલેસ્ટાઇનીઓને વિસ્થાપિત કરીને બીજા સ્થળે મોકલવાની ચર્ચા વચ્ચે હમાસે હુમલો કરીને ઇઝરાયેલના ૫ સૈનિકો મારી નાખ્યા છે. આના પરથી ફલિત થાય છે કે ઇઝરાયેલની દોઢ વર્ષ કરતા લાંબી કાર્યવાહી છતાં ગાજામાં હમાસનો આતંકવાદ સંપૂર્ણ નાશ કરી શકાયો નથી. ૭ જુલાઇના રોજ એક સુરંગ હુમલામાં ઇઝરાયેલના ૫ સૈનિકોના મોત થયા હતા. પ્રાપ્ત માહિતી મુજબ ઇઝરાયેલના વડાપ્રધાન નેતન્યાહુ અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વચ્ચે ગાજામાં સીઝ ફાયરની યોજના અંગે વાતચિત ચાલતી હતી તે જ સમયે હમાસે હુમલો કર્યો હતો.

ગાજા સ્મશાનમાં ફેરવાઇ ગયું હોવા છતાં હમાસ પોતાનું અસ્તિત્વ પુરવાર કરતા આ સમસ્યા કેટલી પેચિંદી છે તે ધ્યાનમાં આવી છે. સીઝ ફાયરના પ્રથમ તબક્કામાં હમાસ ૫૦ માંથી ૧૦ ઇઝરાયેલી બંધકોને છોડવાનું હતું તેના બદલામાં ઇઝરાયેલ પેલેસ્ટાઇની કેદીઓને મુકત કરશે. ત્યાર પછી ઇઝરાયેલ ગાજાના ઉત્તર ભાગમાંથી પોતાની આર્મી હટાવવાનું હતું. અંતિમ તબક્કામાં બંને પક્ષો વચ્ચે સ્થાયી યુધ્ધવિરામ પર વાતચીત થવાની હતી.

- Advertisement -

જો કે સૌથી મોટી અડચણ એ છે કે હમાસે ગાજામાંથી ઇઝરાયેલનું સંપૂર્ણ સૈન્ય પાછું ખેચી લે અને ગાજા વિસ્તારને કવર કરવામાં આવ્યો છે તે કવર હટાવી લે તેવી માંગણી કરી છે. બંધકોને મુકત કરાવવા માટે ઇઝરાયેલ સરકાર પર દબાણ વધતું જાય છે. કેબિનેટમાં પણ તડા પડેલા છી.પશ્ચિમી દેશો અને અમેરિકાની અંદર યહૂદી સમાજમાં અસંતોષ સ્પષ્ટ જણાય છે આવા સંજોગોમાં ઇઝરાયેલના નેતન્યાહુ પર પણ દબાણ છે.

 

- Advertisement -
Share This Article