US-China trade deal: અમેરિકા-ચીન વચ્ચે વેપાર કરારની તૈયારી, ટ્રેડ વોરના અંતના સંકેતથી શેરબજારમાં તેજી શક્ય

Arati Parmar
2 Min Read

US-China trade deal: અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલા વેપાર વિવાદો હવે ઉકેલાઈ રહ્યા છે. ચર્ચા છે કે, બંને દેશો વચ્ચે વધી રહેલો વેપાર તણાવ ઘટાડવા ડોનાલ્ડ ટ્રમ્પ અને શી જિનપિંગ આ મહિનાના અંત સુધી વેપાર કરારને અંતિમ સ્વરૂપ આપી શકે છે. ત્યારબાદ ટેરિફ વિવાદથી માંડી સોયાબિન એક્સપોર્ટ અને રેર અર્થ મિનરલ્સના પ્રતિબંધો દૂર થઈ શકે છે. ભારત-યુએસ વચ્ચે પણ ઝડપથી ડીલ થઈ શકે છે. જો આ ડીલ થઈ તો શેરબજારમાં આકર્ષક તેજી આવી શકે છે.

અમેરિકા અને ચીન બંને દેશોના ટોપ ટ્રેડ અધિકારીઓએ રવિવારે મલેશિયાના કુઆલાલંપુરમાં બેઠક કરી હતી. જેમાં ફેન્ટેનાઇલ અને શિપિંગ ચાર્જથી માંડી સોયાબિન નિકાસ અને દુર્લભ ખનિજોના પ્રતિબંધો સહિતના મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી અને સકારાત્મક સંકેત મળ્યા હતા.

- Advertisement -
Share This Article