US Defense Budget 2027: ટ્રમ્પનો મોટો ધડાકો! ટેરિફની કમાણીથી અમેરિકા બનાવશે ‘ડ્રીમ મિલિટરી’; ટ્રમ્પે જાહેર કર્યો ખતરનાક પ્લાન

Arati Parmar
3 Min Read

US Defense Budget 2027: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વર્ષ ૨૦૨૭ માટે અમેરિકાના સૈન્ય બજેટમાં ૫૦% વધારો કરવાનો નિર્ણય લીધો છે. તેમણે તેને અમેરિકાની ‘ડ્રીમ મિલિટરી’ માટે જરૂરી ગણાવ્યું છે, જે કોઈપણ દુશ્મનને રોકી શકે અને દેશને સુરક્ષિત રાખી શકે. પોતાના ‘ટ્રુથ સોશિયલ’ પ્લેટફોર્મ પરની પોસ્ટમાં ટ્રમ્પે કહ્યું કે, અમેરિકાએ ૨૦2૭ માટે પોતાનું મિલિટરી બજેટ ૧ ટ્રિલિયન ડોલરને બદલે ૧.૫ ટ્રિલિયન ડોલર કરવું જોઈએ. ટ્રમ્પે એ પણ જણાવ્યું કે આ નિર્ણય સાંસદો અને વરિષ્ઠ અધિકારીઓ સાથેની વાતચીત બાદ લેવામાં આવ્યો છે. તેમણે વર્તમાન સમયને ખૂબ જ મુશ્કેલ અને ખતરનાક ગણાવ્યો અને કહ્યું કે આવા સમયે વધેલું બજેટ રાષ્ટ્રીય સુરક્ષાને મજબૂત કરશે.

મુશ્કેલ અને ખતરનાક પરિસ્થિતિ ગણાવી

ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર લખ્યું, ‘સીનેટરો, કોંગ્રેસના સભ્યો, મંત્રીઓ અને અન્ય રાજકીય પ્રતિનિધિઓ સાથે લાંબી અને મુશ્કેલ વાતચીત પછી મેં નક્કી કર્યું છે કે આપણા દેશની ભલાઈ માટે, ખાસ કરીને આ ખૂબ જ મુશ્કેલ અને ખતરનાક સમયમાં વર્ષ ૨૦૨૭ માટે આપણું સૈન્ય બજેટ ૧ ટ્રિલિયન ડોલર નહીં, પરંતુ ૧.૫ ટ્રિલિયન ડોલર હોવું જોઈએ.’ તેમણે કહ્યું કે વધેલા ખર્ચથી અમેરિકા એવી સૈન્ય શક્તિ બનાવશે જે દુશ્મનની પરવા કર્યા વિના દેશને સુરક્ષિત રાખશે.

- Advertisement -

ટેરિફ અને સંરક્ષણ બજેટમાં વધારા વચ્ચે કનેક્શન

ટ્રમ્પે ફરી એકવાર ટેરિફનો ઉલ્લેખ કર્યો અને દાવો કર્યો કે તેનાથી થનારી કમાણીથી જ વધુ સંરક્ષણ ખર્ચ કરવો શક્ય બન્યો છે. તેમણે કહ્યું કે જો બીજા દેશો પાસેથી ટેરિફ દ્વારા મળતા જંગી નાણાં ન હોત તો હું ૧ ટ્રિલિયન ડોલરના આંકડા પર જ રહ્યો હોત. અમેરિકી રાષ્ટ્રપતિએ કહ્યું કે હવે ટેરિફથી થતી કમાણીથી મોટી સેનાને ફંડ આપવું, દેવું ઓછું કરવું અને અમેરિકનોને નાણાકીય ફાયદા આપવાનું શક્ય બન્યું છે.

તાજેતરના વર્ષોમાં વધેલું અમેરિકી સંરક્ષણ બજેટ

ડોનાલ્ડ ટ્રમ્પની મિલિટરી બજેટમાં વધારાની જાહેરાત ઘણી મોટી છે, પરંતુ તાજેતરના વર્ષોમાં અમેરિકાનો સંરક્ષણ ખર્ચ ઝડપથી વધ્યો છે. વર્ષ ૨૦૨૧માં સંરક્ષણ બજેટ ૭૨૧ અબજ ડોલર હતું, જે ૨૦૨૫માં વધીને ૯૦૧ અબજ ડોલર પર પહોંચી ગયું. અમેરિકી સૈન્ય બજેટમાં સૂચિત વધારાની જાહેરાત એવા સમયે થઈ છે જ્યારે ટ્રમ્પના નેતૃત્વમાં અમેરિકાએ વિશ્વમાં સૈન્ય ગતિવિધિઓ વધારી દીધી છે. બુધવારે અમેરિકાએ ઉત્તર એટલાન્ટિકમાં રશિયાના ધ્વજવાળા એક ઓઈલ ટેન્કરને જપ્ત કરી લીધું.

- Advertisement -

વેનેઝુએલામાં સૈન્ય કાર્યવાહી

આ ઓઈલ ટેન્કરને અઠવાડિયા સુધી પીછો કર્યા બાદ જપ્ત કરવામાં આવ્યું છે, જેણે વોશિંગ્ટન અને રશિયા વચ્ચે ટકરાવની આશંકા વધારી દીધી છે. રશિયાએ ટેન્કર જપ્તીની ખુલ્લા શબ્દોમાં નિંદા કરી છે અને તેને સમુદ્રમાં લૂંટ ગણાવી છે. આ પહેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વેનેઝુએલામાં એક હાઈ-પ્રોફાઈલ ઓપરેશન ચલાવવાનો આદેશ આપ્યો હતો, જેમાં અમેરિકી સેનાએ રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોને પકડી લીધા હતા. માદુરોને ડ્રગ સ્મગલિંગના આરોપોનો સામનો કરવા માટે ન્યૂયોર્ક લઈ જવામાં આવ્યા છે.

Share This Article