Income Tax Return Filing: ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવાનું થયું ચાલુ, આવકવેરા વિભાગે ITR-1 અને ITR-4 ની યુટિલિટીઝ કરી અપલોડ

Arati Parmar
3 Min Read
Income Tax Return Filing

Income Tax Return Filing: જો તમે આવકવેરા રિટર્ન (Income Tax Return) ફાઇલ કરો છો તો આ સમાચાર તમારા કામના છે. આવકવેરા વિભાગે નાણાકીય વર્ષ 2025-2026 (આકારણી વર્ષ 2026-27) માટે ITR-1 અને ITR-4 માટે એક્સલ યુટિલિટીઝ જાહેર કરી દીધી છે. એનો અર્થ એ કે હવે કરદાતાઓ આ વર્ષ માટે પોતાનું આવકવેરા રિટર્ન ફાઇલ કરવાનું શરૂ કરી શકે છે.

આવકવેરા વિભાગે આપી છે જાણકારી

  • આવકવેરા વિભાગે 15 મે 2026 ની સવારે 07:38 વાગ્યે એક્સ પ્લેટફોર્મ પર એક પોસ્ટ કરીને આ જાણકારી આપી.

  • આવકવેરા વિભાગના ટ્વીટમાં લખ્યું છે- “કરદાતાઓ ધ્યાન આપો!

  • AY 2026-27 માટે ITR-1 અને ITR-4 માટે એક્સલ યુટિલિટી અને ઓનલાઇન ફાઇલિંગ એનેબલ કરી દેવામાં આવી છે અને હવે કરદાતાઓ માટે ઈ-ફાઇલિંગ પોર્ટલ પર ઉપલબ્ધ છે.”

હવે ભરી શકો છો પોતાનું આઈટીઆર

  • આવકવેરા કાયદાના નિષ્ણાત અને ઇનકમ ટેક્સ કન્સલ્ટિંગ ફર્મ Ravi Rajan & Co. LLP, Delhi ના ટેક્સેશન પાર્ટનર CA સી. કમલેશ કુમારે જણાવ્યું કે થોડા અઠવાડિયા પહેલા જ ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટે આ ફોર્મ જાહેર કર્યા હતા.

  • આમાં કેટલાક ફેરફાર પણ કરવામાં આવ્યા છે. હવે તેની યુટિલિટી અપલોડ કરી દેવામાં આવી છે. મતલબ કે હવે આ ફોર્મ લાઇવ થઈ ગયા છે.

  • હવે કરદાતાઓ પોતાનું રિટર્ન ભરીને જમા કરી શકે છે. કરદાતાઓ ઈચ્છે તો આ યુટિલિટીઝને ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટની સાઇટ પરથી ડાઉનલોડ પણ કરી શકે છે.

શું છે આઈટીઆર

  • આવકવેરા રિટર્ન (ITR) એક ફોર્મ છે જેના દ્વારા કરદાતાઓ પોતાની આવક, કપાત અને ટેક્સ જવાબદારીને આવકવેરા વિભાગ સામે જાહેર કરે છે.

  • તેને દરેક નાણાકીય વર્ષની 31 જુલાઈ સુધી ફાઇલ કરવું અનિવાર્ય છે.

  • હાલમાં સાત અલગ-અલગ ITR ફોર્મ્સ છે (ITR-1 થી ITR-7) અને લાગુ પડતું ફોર્મ કરદાતાની શ્રેણી, આવકનું સ્વરૂપ અને આવકના સ્તરના આધારે અલગ હોય છે. આ સમયે આઈટીઆર-1 અને આઈટીઆર-4 ની યુટિલિટીઝ લાઇવ થઈ છે.

કોના માટે છે આ ફોર્મ

  • આઈટીઆર-1 ફોર્મને સરળ કે સહજ પણ કહેવામાં આવે છે. આ ફોર્મ પગારદારો માટે હોય છે.

  • આઈટીઆર-4 ફોર્મ નાના વેપારીઓ અથવા પ્રોફેશનલ્સ માટે હોય છે.

આ પણ વાંચો: Gautam Adani US Case: અમેરિકામાં કેસ પતાવવા માટે ₹1,72,70,00,100 આપશે અદાણી! શું છે મામલો? – Newz Cafe

- Advertisement -
Share This Article