Gargi Patel Chandauli Attack: યુપીમાં સમાજવાદી પાર્ટીના મહિલા નેતા પર ઘાતકી હુમલો: ઘરમાં ઘૂસીને વાળ પકડી ઢસડ્યા, CCTV ફૂટેજ આવ્યા સામે

Arati Parmar
3 Min Read

Gargi Patel Chandauli Attack: ઉત્તર પ્રદેશના અમેઠીમાં SP ધારાસભ્ય મહારાજી પ્રજાપતિના નિવાસસ્થાને હોબાળા પછી હવે SP ના ચંદૌલી જિલ્લાના મહિલા મોરચા સભાના જિલ્લાધ્યક્ષ ગાર્ગી પટેલ પર જીવલેણ હુમલો થયો છે. હુમલાના CCTV Footage હવે સામે આવ્યા છે, જે ખૂબ જ ડરામણા છે. Footage માં સ્પષ્ટ જોઈ શકાય છે કે કઈ રીતે ગાર્ગી પટેલને વાળથી ખેંચીને પહેલા ઢસડવામાં આવ્યા અને પછી કેટલાય લોકોએ તેમના પર હુમલો કરી દીધો. એક મહિલા બચાવવા આવી તો તેના પર પણ હુમલો કરી દેવામાં આવ્યો, જેથી તે પોતાનો જીવ બચાવવા માટે ભાગી ગઈ. બીજી તરફ, ગાર્ગી પટેલને ખરાબ રીતે માર મારવામાં આવ્યો. ગાર્ગી પટેલના માથા પર ટેબલ મારી દીધું.

મુગલસરાઈ કોતવાલી વિસ્તારમાં ગુરુવારે સવારે ઘરમાં ઘૂસીને SP ની મહિલા સભાના જિલ્લાધ્યક્ષ ગાર્ગી પટેલ પર હુમલો કર્યો. જલીલપુર ચોકી વિસ્તારના મઢિયા ગામના રહેવાસી ગાર્ગી પટેલ SP ના મહિલા મોરચા સભાના જિલ્લાધ્યક્ષ છે. તેમણે પોલીસને ફરિયાદ આપી છે. પોલીસને જણાવ્યું છે કે વારાણસીના કાશી વિદ્યાપીઠ બ્લોકના પૂર્વ જ્યેષ્ઠ તેમજ સૂજાબાદના રહેવાસી પ્યારે મામાની સાથે તેઓ ૧૫ વર્ષથી જમીનનો કારોબાર કરે છે.

- Advertisement -

ઘરમાં ઘૂસીને કરાયો હુમલો

ગુરુવારે સવારે જમીનની બાબતમાં પ્યારે મામા ઘરે આવ્યા. તેના થોડી વાર પછી મામાના પત્ની, દીકરી અને બંને દીકરા ત્યાં પહોંચી ગયા. દરવાજો ખખડાવવા લાગ્યા. દરવાજો ખોલતાની સાથે જ બધા ગાર્ગી પટેલ પર હુમલાખોર થઈ ગયા. બચાવ કરવા આવેલા પ્યારે મામાને પણ ધક્કો મારીને પાડી દેવામાં આવ્યા. ચારેય જણે ગાર્ગી પટેલને પુષ્કળ માર માર્યો. વાળ પકડીને ઢસડવામાં આવ્યા અને ટેબલ માથા પર મારી દીધું. ગાર્ગી પટેલના ભાઈએ પ્યારે મામાના પત્ની, દીકરી અને બે દીકરાઓ વિરુદ્ધ મુગલસરાઈ કોતવાલીમાં નામજોગ ફરિયાદ આપી છે. પોલીસે કુલ ૫ લોકો વિરુદ્ધ નામજોગ ગુનો નોંધ્યો છે. હાલમાં પોલીસ ઘટનાની તપાસમાં લાગી છે.

ગાર્ગી પટેલને પહોંચાડાયા હોસ્પિટલ

તુરંત જ ઘટનાની જાણકારી પોલીસને આપવામાં આવી. માહિતી મળતા પહોંચેલી પોલીસે એમ્બ્યુલન્સની મદદથી ઈજાગ્રસ્ત ગાર્ગી સિંહ પટેલને હોસ્પિટલ પહોંચાડ્યા, જ્યાં તેમની સારવાર ચાલુ છે. આ મામલામાં SP જિલ્લાધ્યક્ષ સત્યનારાયણ રાજભરે ઘટનાની પુષ્ટિ કરતા જણાવ્યું કે આ મામલો કોઈ વ્યાપારી વિવાદ સાથે જોડાયેલો હોવાનું કહેવાય રહ્યું છે. પક્ષ આખા મામલાની વિગતો મેળવી રહ્યો છે. દોષિતો વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ કરવામાં આવશે.

- Advertisement -

શું કહે છે પોલીસ?

આ સંબંધમાં CO અરૂણ કુમાર સિંહે જણાવ્યું કે મામલો મારામારીનો છે. પીડિત મહિલાએ ફરિયાદ આપી છે. ફરિયાદના આધારે SP નેતા સિદ્ધાંત જયસ્વાલ, ઉર્મિલા દેવી, અમિત યાદવ, મનોજ યાદવ અને મોની યાદવ વિરુદ્ધ નામજોગ ગુનો નોંધવામાં આવ્યો છે. આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે. બીજી તરફ, પોલીસ આરોપીઓની ધરપકડ કરવા માટે દરોડા પાડવામાં વ્યસ્ત છે.

આ પણ વાંચો: Passenger Without Ticket: જનરલ ટિકિટ લઈને સ્લીપર કોચમાં પેસેન્જરની દાદાગીરી, બિહારની ટ્રેનમાં નિયમો સમજાવતા મુસાફરને TTE અને RPF એ ભણાવ્યો પાઠ – Newz Cafe

- Advertisement -
Share This Article